બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:40 PM, 8 February 2024
ADVERTISEMENT
આજના ટેકનોલોજીના યુગમાં કમાણીના સાધનોમાં વધારો થઈ રહ્યો છે. અનેક યૂઝર્સ યૂટ્યૂબ, ફેસબુક, ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ તથા અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર વિડીયો શેર કરીને લાખો રૂપિયાની કમાણી કરે છે. ચીનની એક મહિલાએ માત્ર એક અઠવાડિયામાં 120 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ચીનની એક મહિલાએ શાનદાર વિડીયો કન્ટેન્ટ બનાવ્યું છે. આ વિડીયોના કારણે મહિલાના ફોલોઅર્સમાં વધારો થયો છે અને કરોડો રૂપિયાની કમાણી પણ કરી છે. ઝેંગ જિયાંગે ચીનના પ્રોડક્ટ પ્રચારમાં ક્રાંતિ લાવી દીધી છે. ટિકટોક પર જિયાંગના 50 લાખથી વધુ ફોલોઅર્સ છે. આ પ્લેટફોર્મ પર જિયાંગ ઓનલાઈન પ્રોડક્ટની માત્ર ગણતરીની સેકન્ડમાં સમીક્ષા કરે છે. આ મહિલા માત્ર ત્રણ સેકન્ડમાં જ પ્રોડક્ટ દર્શાવે છે અને તેના વિશે જણાવે છે. આ ટ્રિકથી મહિલાએ શાનદાર સફળતા મેળવી છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જિયાંગ અનેક પ્રોડક્ટની ઓનલાઈન સમીક્ષા કરે છે. જિયાંગ એક પ્રોડક્ટ પર ત્રણ સેકન્ડ કરતા વધુ વાર સુધી રૂકતી નથી. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, જિયાંગ એક પછી એક પ્રોડક્ટ રજૂ કરી રહી છે અને તે ડબ્બામાંથી કાઢીને પ્રોડક્ટ વિશે જણાવે છે. આટલુ કરવામાં જિયાંગને માત્ર ત્રણ સેકન્ડનો સમય લાગે છે.
લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન જેંગ જિયાંગ એક પછી એક અલગ અલગ વસ્તુઓથી ભરેલ ઓરેન્જ રંગના બોક્સ આપે છે. મિલીસેકન્ડમાં તમામ પ્રોડક્ટ હાથમાં લે છે અને કેમેરાની સામે સંક્ષિપ્તમાં જાણકારી આપે છે. ગ્રાહકોને પ્રોડક્ટ વિશે જાણકારી આપવાની કળાને કારણે આ મહિલા દર અઠવાડિયે 120 કરોડ રૂપિયાની કમાણી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.