બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / woman Ahmedabad complaint under the Domestic Violence Act against four people including her husband

અમદાવાદ / ‘તું અભાગણી છે, મારે દીકરો જોઈતો હતો’, જુહાપુરામાં પતિએ ફોન પર કહી દીધું તલાક...તલાક...તલાક

Mahadev Dave

Last Updated: 11:16 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં પિયરમાં રિસામણે બેઠેલી પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ચાર સામે ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

  • જુહાપુરામાં પત્ની પર હુમલો કર્યા બાદ પતિએ ફોન પર ત્રણ વખત તલાક કહ્યું
  • તું અભાગણી છે, મારે દીકરો જોઈતો હતો તેમ કહીને ત્રાસ
  • વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ટ્રિપલ તલાકનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ કરી છે. તું અભાગણી છે મારે દીકરો જોઈતો હતો તેમ કહીને પતિએ પત્નીને મારીને કાઢી મૂકી હતી. ગઇકાલે પતિએ દીકરીને લીધા વગર પત્નીને જવાની વાત કરતાં મામલો બીચક્યો હતો. પત્નીને માર માર્યા બાદ પતિએ તેને ફોન પર ત્રણ વખત તલાક કહ્યું હતું. 

પતિએ પત્નીને મારીને ઘરમાંથી કાઢી મૂકી
જુહાપુરા વિસ્તારમાં આવેલા શાહિસ્તા ફ્લેટમાં છેલ્લા આઠ મહિનાથી પિયરમાં રિસાઇને બેઠેલી આફરીનબાનુ શેખે વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ ઝહીર શેખ, સસરા ઇકબાલ શેખ, સાસુ જાસ્મિનગોહર અને નણંદ રફ્તબાનુ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અને મારઝૂડની ફરિયાદ કરી છે. આફરીનબાનુનાં લગ્ન વર્ષ ૨૦૧૯માં વટવા વિસ્તારમાં રહેતા ઇકબાલ શેખ સાથે થયાં હતાં. લગ્નના થોડાક સમય સુધી સાસરિયાં આફરીનબાનુને સારી રીતે રાખતાં હતાં પરંતુ ત્યારબાદ ધીમેધીમે સાસરિયાંનો ત્રાસ વધવા લાગ્યો હતો. દહેજમાં કશું લાવી નથી મારે મકાન બનાવવું છે. તારા પિતાને ઘરેથી રૂપિયા લઇ આવ, નહીં તો ઇકબાલનાં બીજાં લગ્ન કરાવી દઇશું તેમ કહીને સાસુ જાસ્મિનગોહર અવારનવાર આફરીનબાનુને હેરાન કરતાં હતાં. તો બીજી તરફ ઇકબાલ પણ ઘરકામના મામલે આફરીનબાનુને માર મારતો હતો. 

વેજલપુર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી 
આફરીનબાનુએ પુત્રીને જન્મ આપતાં ઇકબાલે તેને કહ્યું હતું કે તું અભાગણી છે મારે દીકરો જોઈતો હતો. આ સિવાય નણંદ રફ્તબાનુ પણ જ્યારે ઘરે આવતી હતી ત્યારે આફરીનબાનુને મહેણાંટોણાં મારીને બીજાં લગ્ન કરાવી દેવાની ધમકી આપતી હતી. સસરાએ પણ પુત્રવધૂ આફરીનબાનુને હેરાન કરવામાં કોઇ કસર બાકી રાખી ન હતી. સાસરિયાંના ત્રાસથી કંટાળીને આફરીનબાનુ તેના પિયરમાં આવી ગઇ હતી. ગઇકાલે ઇકલાબ આફરીનબાનુને મળવા માટે ગયો હતો. જ્યાં તેણે પુત્રીને સાથે લઇ જવાનો ઈનકાર કરતાં મામલો બીચક્યો હતો. ઇકબાલે આફરીનને માર માર્યો હતો અને ઘરેથી નીકળી ગયો હતો. ઇકબાલે આફરીનબાનુને ફોન કર્યો હતો અને મારે તને રાખવી નથી તેમ કહીને ત્રણ વખત તલાક કહીને ફોન મૂકી દીધો હતો. સાસરિયાંના ત્રાસથી આફરીનબાનુએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Domestic Violence Act ahmedabad અમદાવાદ ટ્રિપલ તલાક સાસરિયાં સામે ફરિયાદ ahmedabad
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ