બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / 'એ સુરતના રણબંકાને હું...', પ્રતાપ દૂધાતની ધમકીને નિલેશ કુંભાણીની ચેલેન્જ, કહ્યું 'મને મારવો હોય તો...'

રાજકારણ / 'એ સુરતના રણબંકાને હું...', પ્રતાપ દૂધાતની ધમકીને નિલેશ કુંભાણીની ચેલેન્જ, કહ્યું 'મને મારવો હોય તો...'

Last Updated: 11:08 PM, 10 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nilesh Kubhani Statement: કુંભાણીએ કહ્યું પ્રભાત દૂધાત ઉત્સાહમાં બો્લ્યા હશે,બાકી કોઇ માઇના લાલમાં તાકાત, કે મને મારી શકે

સુરતમાં 22 દિવસ બાદ પરત આવેલા નિલેશ કુંભાણીએ પ્રતાપ દૂધાતે આપેલી ધમકીનો જવાબ આપ્યો છે. કુંભાણીએ કહ્યું પ્રભાત દૂધાત ઉત્સાહમાં બો્લ્યા હશે,બાકી કોઇ માઇના લાલમાં તાકાત, કે મને મારી શકે. ઉલ્લેખનીય છે કે પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભાજપને બિન હરીફ મળતા કુંભાણી પર આરોપ કર્યા હતા.

પ્રતાપ દૂધાતે શું કહ્યું હતું ?

પ્રતાપ દૂધાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મારો સુરત સાથેનો નાતો છે. હું તમને મીડિયા સામે ખાતરી આપું છું અને જે ખાતરી મેં મારા જીવનમાં કોઈને આપી નથી. તેમજ મેં કોંગ્રેસ પાર્ટીના નેતાઓ સાથે પણ મેં વાત કરી છે. જે રણબંકાએ સુરતમાં ગદ્દારી કરી છે તેને હું મુકવાનો નથી. કેમ તેણે પ્રજાના પીઠમાં ખંજર માર્યું છે. વધુમાં કહ્યું કે, ત્રણ ટેકેદાર તેમજ તે ઉમેદવાર જે ભાજપની કોઠીમાં સંતોવવું હોય તેવા સંતાઈ જજો પાટીલના ઘરે રહેવા જવું હોય તો જતા રહેજો, કારણ કે, કા તો સુરતમાં તમે રહેશે કા પછી પ્રતાપ દૂધાત રહેશે.

નિલેશ કુંભાણીનો કોંગ્રેસ પર મોટો આક્ષેપ

કોંગ્રેસના પૂર્વ નતા નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર અપક્ષ ઉમેદવાર ઉભો રાખવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ અપક્ષ માટે પણ એક ઉમેદવાર ઉભો રાખ્યો હતો. આ ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. અપક્ષ ઉમેદવારે કેમ ઉમેદવારી પરત ખેંચી તે તપાસનો વિષય છે. કુંભાણીના આ આક્ષેપ બાદ કોંગ્રેસ પાર્ટી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસે શા માટે અપક્ષ ઉમેદવાર ઉભા રાખ્યા હતા? શું કોંગ્રેસને પહેલાંથી જ ખબર હતી કે, કુંભાણી પોતાનું ફોર્મ પરત ખેંચશે. જો કોંગ્રેસને ખબર હતી, તો અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ કેમ પરત ખેંચ્યું તેવા સવાલ ઉભા થયા છે.

વાંચવા જેવું: શિસ્તબદ્ધ પાર્ટીમાં કેમ વધી ઉકળાટની સ્થિતિ? આખરે ભાજપમાં આ જૂથવાદ આવ્યો ક્યાંથી?

નિલેશ કુંભાણી 22 દિવસ બાદ મીડિયા સમક્ષ હાજર થયા

કોંગ્રેસના સુરત લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. કુંભાણીએ કોંગ્રેસ નેતાઓ પર આક્ષેપ કરતા કહ્યું કે, સંગઠનને મારી સાથે કામ કરવું ન હતું, કાર્યકરોને કામ કરવું હોય તો પણ નેતાઓને વાંધો હતો. પીટીસન દાખલ કવાની વાત કરી તો કેટલાક લોકોએ મારા ઘરે વિરોધ કર્યો. ટેકેદારો બધા કોંગ્રેસના જ કાર્યકરો હતાં. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે જો, એ કહશે તો અમે કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છીએ અને કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું, મારા કાર્યકર્તા, ટેકેદારો જે કહેશે તે પ્રમાણે આગળ રાજકારણમાં રહેવું કે, કયાં રહેવું તે નક્કી કરશું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ