ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:49 PM, 18 January 2026
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ છે. પરંતુ તેમના અમુક નિર્ણયો વિશ્વ પર મોટી અસર કરી રહ્યા છે. તેમના નિર્ણયથી માત્ર અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક જીયોપોલિટિકલ લેન્ડસ્કેપને હચમચાવી નાખ્યું છે. એવામાં જ્યોતિષીય ગણતરીઓ અને આંતરરાષ્ટ્રીય સ્થતિ પર સવાલ થઇ રહ્યો છે કે, શું ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો 4 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકશે?
ADVERTISEMENT
જેમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન જનતા સામે બળનો ઉપયોગ કરવાનું બંધ નહીં કરે તો યુનાઇટેડ સ્ટેટ્સ લશ્કરી હસ્તક્ષેપ કરી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ટ્રમ્પની કુંડળીમાં મંગળની સ્થિતિ તેમને યુદ્ધ તરફ ધકેલી રહી છે જે તેમના માટે આત્મઘાતી પગલું સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી શનિ અને રાહુનો યુતિ ટ્રમ્પને વિસ્તારવાદી નીતિઓ અપનાવવા માટે ઉશ્કેરી રહ્યો છે. આ યુતિ ન માત્ર નાટોને તોડી શકે છે પરંતુ અમેરિકામાં તેમના વિરુદ્ધ અવિશ્વાસનું વાતાવરણ પણ પેદા કરી શકે છે.
ADVERTISEMENT
શનિ અને રાહુનો પ્રભાવ: વર્ષ 2026 માં શનિ અને રાહુનો યુતિ મીન રાશિમાં થઈ રહી છે. આ યુતિ અનેકવાર સત્તાના ટોપ પર રહેલા લોકો માટે અચાનક પ્રસ્થાન કે સ્વાસ્થ્ય સંકટનું કારણ બને છે.
ADVERTISEMENT
સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા: 79 વર્ષની ઉંમરે ટ્રમ્પના નિર્ણયો અને આંતરરાષ્ટ્રીય પ્રેશર તેમના સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. કેટલાક જ્યોતિષીઓએ આગાહી કરી છે કે જુલાઈ 2026નો મહિનો તેમના માટે એક ક્રોસરોડ બની શકે છે.
બળવો: તેમના જન્માક્ષર સૂચવે છે કે 2026ના મધ્ય સુધીમાં અમેરિકન લોકો ટ્રમ્પની નીતિઓનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી શકે છે જે તેમના કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવશે.
ADVERTISEMENT
ગુરુમાં શુક્રની અંતર્દશા જૂન 2027 સુધી રહેશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગુરુ અને શુક્ર પરસ્પર વિરોધી ગ્રહો છે. ટ્રમ્પની જન્માક્ષરમાં શુક્ર "મારક" ઘરો (2જા અને 7મા) પર શાસન કરે છે. 2026નું આખું વર્ષ આ અંતર્દશાના પ્રભાવ હેઠળ રહેશે જે સત્તાના આનંદ તેમજ ગંભીર કાનૂની અવરોધો અને તેમનું પદ ગુમાવવાનો ભય લાવી શકે છે. મતલબ કે ઇમ્પીચમેન્ટ આવી શકે છે.
ADVERTISEMENT
આઠમા ભાવનો પ્રભાવ તેમની કુંડળીમાં પણ સ્પષ્ટ છે. શુક્ર તેમના બારમા ભાવમાં સ્થિત છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તેમના કાર્યકાળના અચાનક અંતનો સંકેત આપે છે.

શનિ ગોચર: શનિ હાલમાં મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે જે ટ્રમ્પની કુંડળીના આઠમા ભાવ (મૃત્યુ અને અચાનક પરિવર્તન) ને અસર કરે છે. આ સ્થિતિ ઘણીવાર વ્યક્તિને એકલા કરી દે છે.
રાહુ અને કેતુનો પ્રભાવ: ટ્રમ્પના લગ્નમાં કેતુનું ગોચર અને સાતમા ભાવમાં રાહુનું સ્થાન તેના માનસિક તણાવમાં વધારો કરી રહ્યું છે. આથી જ તે ઈરાન બળવો અને ગ્રીનલેન્ડ જેવા મુદ્દાઓ પર અત્યંત આક્રમક નિર્ણયો લઈ રહ્યા છે.
જો ગ્રહોની ચાલ સાચી સાબિત થાય તો અમેરિકા રાજકીય અસ્થિરતાના સમયગાળામાં પ્રવેશ કરશે. તેમના બાદ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સ ચાર્જ સંભાળી શકે છે પરંતુ વિભાજિત દેશનું સંચાલન તેમના માટે એક ભયાવહ પડકાર હશે. સાથે વેન્સ પણ તેમના જેવા જ આક્રમક છે. વૈશ્વિક સ્તરે ડોલરની વિશ્વસનીયતા કમજોર પડી શકે છે જેનાથી ચીન અને રશિયા જેવા દેશોને 'ન્યુ વર્લ્ડ ઓર્ડર' સ્થાપિત કરવાનો મોકો મળશે. ટ્રમ્પના કટ્ટર સમર્થકો અને વિરોધીઓ વચ્ચેનો સંઘર્ષ અમેરિકાને 'ગૃહયુદ્ધ'માં ધકેલી શકે છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT