બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:08 PM, 18 January 2026
શુકન શાસ્ત્ર અનુસાર, રોજિંદા જીવનમાં નાની ઘટનાઓ ભવિષ્યમાં શુભ કે અશુભ ફેરફારો સૂચવે છે. ખાસ કરીને જ્યારે તમે કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે અથવા ઓફિસ જવા માટે સવારે વહેલા ઘરેથી નીકળો છો, તો રસ્તામાં તમને મળતી કેટલીક બાબતો તમારા દિવસની પ્રગતિ બતાવી શકે છે. આવો જોઈએ કે, ઓફિસ જતી વખતે તેમને જોવાથી શું શુભ શુકન માનવામાં આવે છે.
ADVERTISEMENT
સાધુ સંતોની ટોળી
જો તમે ઓફિસ જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કાવડ યાત્રા પર જતા સાધુઓ અથવા શિવભક્તોના જૂથ દેખાય છે, તો તે સાક્ષાત ઇશ્વરીય કૃપાનો સંકેત માનવામાં આવે છે.શુકન શાસ્ત્ર અનુસાર, આવી સ્થિતિમાં વ્યક્તિએ આગળ વધતા પહેલા માનસિક રીતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ અને સંતોને નમન કરવું જોઈએ. આ સૂચવે છે કે, તમારા કાર્યમાં માનસિક અવરોધો દૂર થવાના છે.
ADVERTISEMENT
ઝાડુ લગાવતા સફાઇ કર્મચારી
સવારે સફાઈ કર્મચારીને ફ્લોર સાફ કરતા જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે.જો તમે કોઈને સફાઈ કરતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા કરિયરના માર્ગમાં આવતા અવરોધો દૂર થવાના છે. તમારા નવા પ્રોજેક્ટ્સ સફળ થશે, અને તમને કામમાં પ્રશંસા મળશે.
ADVERTISEMENT

સોળે શણગાર સજેલી દુલ્હન
ADVERTISEMENT
જો તમે સવારે વહેલા સુશોભિત વસ્ત્રો પહેરેલી નવપરિણીત સ્ત્રી કે કન્યાને વિદાય જુઓ છો, તો તે સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે. પરિણીત સ્ત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. આનો અર્થ છે કે તમે તમારી સમસ્યાઓથી મુક્ત થવાના છો અને તમને આર્થિક રીતે કોઈ મોટા સારા સમાચાર મળવાના છે.
અર્થીના દર્શન
ADVERTISEMENT
સાંભળવામાં થોડુ અજીબ લાગી શકે છે, પરંતુ હિન્દુ શાસ્ત્રોમાં માર્ગ અર્થી દેખાય તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તમે કોઇ જરુરી કામથી જઇ રહ્યા છે અને તમને અર્થી દેખાય તો માનો કે તમે જે કામ કરવા જઇ રહ્યા છો તે કામ પૂરુ થશે, તેમાં સફળતા નિશ્ચિત છે. ખાસ કરીને ઉત્તર, પૂર્વ કે પશ્ચિમ દિશા તરફ જાય છે તો તે તમારા સૌભાગ્યના દ્વાર ખોલે છે.
ઢોલનો અવાજ કે દર્શન
ADVERTISEMENT
રસ્તા પર ઢોલ જોવો કે તેના મધુર અવાજ સાંભળવા એ ખુશીના આગમનની નિશાની છે. શુકન શાસ્ત્રો અનુસાર, ઢોલ જોવુ એ દર્શાવે છે કે તમારી લાંબા સમયથી ઇચ્છા ટૂંક સમયમાં પૂર્ણ થશે. તે તમારા જીવનમાં ઉત્સાહ અને માંગલિક કાર્યોને પૂર્ણ થવાનો ઇશારો છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે https://www.vtvgujarati.com/ કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.