બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / અજબ ગજબ / વિશ્વ / will smith started crying while giving speech

OSCARS 2022 / હું માફી માંગુ છુ, સ્ટેજ પર એન્કરને ફટકાર્યા બાદ રડી પડ્યો Will Smith, ઍવોર્ડ લેવાઈ શકે છે પરત

Khevna

Last Updated: 02:44 PM, 28 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Oscars 2022માં વિલ સ્મિથે સ્ટેજ પર ક્રિસ રોલને મુક્કો મારી દીધો હતો અને પછી એવોર્ડ મળ્યા પર સ્પીચ આપતા સમયે તેઓ રડી પડ્યા અને આ ઘટના માટે માફી પણ માંગી હતી.

  • વિલ સ્મિથ સ્ટેજ પર રડી પડ્યા 
  • વિલ સ્મિથે ક્રિસ રોલને માર્યો મુક્કો 
  • જાણો શું હતો આખો મામલો 

વિલ સ્મિથે ક્રિસ રોલને માર્યો મુક્કો 

Oscars 2022માં વિલ સ્મિથ સ્ટેજ પર ક્રિસ રોલને મુક્કો મારી દીધો.  જાણકારી અનુસાર, પ્રઝેન્ટર ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીનાં વાળ વિષે કમેન્ટ કરી હતી, જેના પર વિલ સ્મિથને ગુસ્સો આવી ગયો. તેઓ ઉભા થઈને મંચ પર ગયા ને પછી ક્રિસ રોકને મુક્કો મારી દીધો. 

જાણો શું હતો આખો મામલો 

ક્રિસ રોકે ફિલ્મ G.I. Jane ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પીન્કેટ સ્મિથની મજાક ઉડાવી હતી. તેમણે જેડાની ટાલ પર કમેન્ટ કરતા કહ્યું હતું કે આ ફિલ્મમાં તેમને તેમના વાળ ન હોવાને કારણે લેવામાં આવ્યા છે. જ્યારે જેડાએ ફિલ્મ માટે પોતાના વાળ કપાવ્યા ન હતા. પરંતુ તે Alopecia નામની વાળ ન હોવાની બિમારીથી ઝઝૂમી રહી છે, એટલા માટે તેણે પોતાના વાળ કપાવેલા છે. પત્નીની આ પ્રકારે મજાક બનવી એ વિલને પસંદ પડ્યું નહી અને તેમણે ચાલું શોમાં ક્રિસને મુક્કો મારીને પોતાની નિરાશા વ્યક્ત કરી હતી. 

વિલ સ્મિથ સ્ટેજ પર રડી પડ્યા 

વિલ સ્મિથને પોતાની ફિલ્મ કિંગ રિચર્ડ માટે  બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર મળ્યા બાદ પોતાની સ્પીચ આપતા આપતા રડી પડ્યા. એક્ટરે એક લાંબી સ્પીચ આપીને એવોર્ડનો સ્વીકાર કર્યો અને આ સ્પીચ દરમિયાન, તેમણે ક્રિસ રોક સાથે બનેલ ઘટનાને પણ યાદ કરી. તેમણે રિચર્ડ વિલિયમ્સ કે જેનું પાત્ર તેમણે ભજવ્યું હતું, તેના વખાણ કરતા કહ્યું કે તે પોતાના પરિવારનો રક્ષક છે. તેમણે આગળ ક્રિસ રોક સાથે બનેલી ઘટના માટે માફી પણ માંગી. તેમણે રડતા રડતા કહ્યું કે હું આ એવોર્ડ જીત્યો, એટલા માટે રડતો નથી. મારા માટે એવોર્ડ મહત્વનો નથી પરંતુ આ લોકો માટે અજવાળાની જેમ ચમકવું મહત્વનું છે, ટીમ, ટ્રેવર, સાનિયા, ડેમી અને આખી વિલિયમ્સ ફેમિલી. 

Oscars 2022
94મા એકેડેમી પુરસ્કાર સમારોહમાં ડ્યુનને શરૂઆતમાં જ ચાર પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. ઑફ-કેમેરા આપવામાં આવેલા આઠ ઓસ્કારમાંથી, ડ્યુને બેસ્ટ ઓરિજિનલ સ્કોર, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ ફિલ્મ એડિટિંગ અને બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન જીત્યા. એકેડમીના સોશિયલ મીડિયા હેન્ડલ પર જીતની જાહેરાત કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ