બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / wife on bed with her boyfriend husband reached the room picked bat and know what happened

જીવનસાથીની બેવફાઈ / સહકર્મી સાથે બેડ પર હતી પત્ની, અચાનક આવી ગયો પતિ, કર્યો રુમનો દરવાજો બંધ પછી...

Hiralal

Last Updated: 04:41 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ફ્લોરિડામાં એક હોટલમાં એક યુવાને પત્ની સાથે રંગરેલિયા મનાવી રહેલા તેના બોયફ્રેન્ડને બેલ્ટથી માર મારીને લોહિલૂહાણ કરી નાખ્યો.

  • અમેરિકાના ફ્લોરિડામાં હોટલમાં થયો ખરો ખેલ
  • યુવાને પત્નીને બોયફ્રેન્ડ સાથે ઝડપી
  • યુવાનને બેલ્ટથી ઝૂડી કાઢ્યો 

સાથે નોકરી કરી વખતે પ્રેમમાં પડીને સેક્સ માણવું ઘટના નવી નથી. આવી ઘણી ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. હવે અમેરિકાના ફ્લોરિડામાં પણ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોતાની સાથે કામ કરનાર મહિલાને હોટલમાં લઈ જઈને તેની સાથે રંગરેલિયા મનાવવાનું એક યુવાનને એટલું ભારે પડ્યું કે તેને લોહીલુહાણ થવાનો વારો આવ્યો. 

પત્ની સહકર્મી સાથે હોટલમાં ગઈ છે ખબર પડતાં પહોંચ્યો યુવાન 
અમેરિકામાં રહેતા એક યુવકે પત્નીને રંગેહાથ છેતરપિંડી કરતા પકડી પાડી હતી. તેની પત્ની તેના બોયફ્રેન્ડ સાથે હોટલમાં બેડ પર હતી બરાબર ત્યારે યુવાન હોટલમાં આવ્યો હતો અને પત્નીના બોયફ્રેન્ડની બેલ્ટ વડે પીટાઈ કરીને તેને લોહીલુહાણ કરી મૂક્યો હતો. 33 વર્ષીય જોન ડિમિગ પર હત્યાના પ્રયાસનો આરોપ લાગ્યો છે. જ્હોન ડિમિગે તેની પત્ની ક્રિસ્ટી બાર્બટોને તેના સાથીદાર સાથે એરબીએનબી હોટલમાં પકડ્યો હતો. તેનો સાથીદાર વ્યવસાયે સીટી ટેક્નિશિયન છે. જોન ડિમિગ આવ્યો ત્યારે ક્રિસ્ટી અને તેનો બોયફ્રેન્ડ હોટલમાં બેડ પર હતા. તેણે પહેલા રૂમનો દરવાજો બંધ કરી દીધો અને પછી યુવક પર હુમલો કર્યો. તેણે યુવકને બેલ્ટથી ફટકાર્યો હતો. પોલીસે આ કેસમાં સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે ડિમિગ બેટ સાથે એરબીએનબીમાં પ્રવેશ કરી રહ્યો છે.

પત્નીએ બચાવ્યો ન હોત તો તેની હત્યા કરી હોત 
આ દરમિયાન દિમીગની પત્નીએ પણ પોતાના બોયફ્રેન્ડને બચાવવાની પૂરી કોશિશ કરી હતી. ક્રિસ્ટીને એમ કહેતા સાંભળવામાં આવી હતી કે, "જ્હોન,  ઊભો રહે તેને વાગ્યું છે, લોહી વહી રહ્યું છે. ત્યાર બાદ જ્હોને યુવકને પત્નીથી દૂર રહેવાની ધમકી આપી હતી. આ પછી, તે રાત્રે લગભગ દસ વાગ્યે રવાના થયો. એરિઝોનાનો રહેવાસી યુવક ફ્લોરિડામાં કામ માટે રહેતો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે જો ક્રિસ્ટીએ દખલ ન કરી હોત તો જ્હોન ડિમિગે તેની હત્યા કરી હોત. યુવકે વધુમાં જણાવ્યું હતું કે, મને લાગ્યું હતું કે તે મને મારી નાખશે. આ વ્યક્તિએ સ્વીકાર્યું છે કે મહિલા તેની સાથીદાર છે અને એરબીએનબી આવતા પહેલા બંનેએ સાથે મળીને ડ્રિંક કર્યું હતું. ક્રિસ્ટી બાર્બાટોએ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. જ્યારે પોલીસ એરબીએનબી પહોંચી તો તેમણે જોયું કે, યુવક પલંગ પર બેઠો છે અને તેના માથામાંથી લોહી નીકળી રહ્યું છે. વધુ પડતું લોહી ન નીકળે તે માટે તેણે માથા પર ટુવાલ પણ બાંધ્યો હતો. મહિલાએ તેના પતિએ આ ભયાનક હુમલો કર્યો હોવાનો દાવો કર્યા બાદ પોલીસે દિમીગની પૂછપરછ કરી હતી. ડિમિગે બેલ્ટથી એટેક કર્યો હોવાની કબૂલાત કરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ