બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Why is there silence on the issue of cows voting in the name of Hindutva?

મહામંથન / ઢોરવાડામાં ગાયો ગીચતા: હિંદુત્વના નામે વોટ લેનારા ગાય મુદ્દે કેમ રહે છે મૌન? ગૌશાળા, પાલિકાઓ, સંસ્થાઓ આવા મુદ્દે નિષ્ક્રિય કેમ?

Vishal Khamar

Last Updated: 08:22 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઢોરવાડામાં પશુઓની દયનીય હાલતનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ઢોરવાડાની ક્ષમતા કરતા બમણા પશુઓને પુરવામાં આવ્યા છે. વાયરલ વીડિયોને લઈને AMC નાં CNCD વિભાગ ઉપર અનેક સવાલો ઉભા થયા છે.

રખડતા પશુના ત્રાસ અને તેને લીધે નાગરિકોને પડતી મુશ્કેલીઓની અનેકવાર રજૂઆત વહીવટી તંત્રને કરવામાં આવી છે.  શહેરોમાં ગાયોની સ્થિતિનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ઢોરવાડામાં ક્ષમતા કરતા ક્યાંય વધારે ગાયોને પૂરવામાં આવી છે અને તેની સ્થિતિની કલ્પના વીડિયો જોઈને જ કરવી પડે. એવી ફરિયાદો અનેકવાર ઉઠી છે કે ઢોરવાડામાં ગાયોની હાલત દયનીય સ્થિતિને પણ સારી કહેવડાવે એવી છે. હવે વિરોધાભાસી સ્થિતિ કેવી સર્જાય તે જરા સમજીએ. એક તરફ સમાજ છે કે જે ગાયને માતા તરીકે પૂજે છે, એક તરફ નેતા છે કે જેઓ ગાયના નામે મત માંગે છે. પરંતુ બંનેને મન ગાયની સ્થિતિ કે તેની સાથે શું થઈ રહ્યું છે તેની કોઈ પરવાહ નથી. 

  • રખડતાં ઢોરને લઇ શહેરમાં હાલત ગંભીર 
  • રખડતાં ઢોરને કારણે લોકો પર જીવનું જોખમ 
  • ઢોરવાડામાં રખાયેલી ગાયોની દયનિય સ્થિતી

અમદાવાદનો જે વીડિયો વાયરલ થયો તેમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર એવુ કારણ આપતા જોવા મળ્યા કે સાફ-સફાઈને કારણે ગાયોને ખસેડવામાં આવી હતી પરંતુ વીડિયો જોઈને એવી કોઈ વાત માની શકાય એવુ લાગતું નથી. ગૌ સેવા આયોગ કે ગૌશાળાના એ જવાબદારો આવા સમયે ક્યાં હોય છે?, વારંવાર અસરકારક પગલાની વાત કરતી પાલિકાઓ કે મહાપાલિકાઓ આવા સમયે ક્યાં છે?, એ સ્થાનિક નેતાઓ, ધારાસભ્યો ક્યાં છે જે હિંદુત્વ કે ગાયનું મહત્વ કહેતા થાકતા નથી. સવાલો અણિયાળા છે.

  • આવી સ્થિતીમાં અડધી ગાયો ભુખ-તરસથી મોતને ભેટે છે
  • મોટા મેદાનના અભાવે આવી ગાયોમાં સંક્રમણ જલ્દીથી ફેલાય છે 
  • વ્યવસ્થાના અભાવે મોત અને રોગોનો ભોગ બને છે ગાયો 

રખડતાં ઢોરને લઇ શહેરમાં હાલત ગંભીર  છે.  તો બીજી તરફ  રખડતાં ઢોરને કારણે લોકો પર જીવનું જોખમ પણ છે.  ઢોરવાડામાં રખાયેલી ગાયોની દયનિય સ્થિતી છે. ઢોરવાડામાં ઠાંસોઠાંસ ભરી રખાયેલી ગાયો પર ગૂંગળાઇ જવાનો ભય રહેલો છે.  ગાયોની હલનચલન માટે પણ જગ્યા ન બચી હોવાનો વીડિયો વાયરલ થયો છે.  ઠાંસી ઠાંસીને ભરેલી ગાયોને ચારા પાણી પણ પહોંચી શકતા નથી. આવી સ્થિતીમાં અડધી ગાયો ભુખ-તરસથી મોતને ભેટે છે. એક ગાયને કમ સે કમ 12 ચોરસફુટની જગ્યા જરૂરી છે.  એકબીજાને અડીને ઉભેલી ગાયો આરામથી બેસી શકતી નથી. થાક અને ભૂખ-તરસથી મોટાભાગની ગાયો થોડા સમયમાં મોતને ભેટે છે. મોટા મેદાનના અભાવે આવી ગાયોમાં સંક્રમણ જલ્દીથી ફેલાય છે.  વ્યવસ્થાના અભાવે ગાયો મોત અને રોગોનો ભોગ  બને છે.  

AMCના DyMCએ શું કર્યો ખુલાસો?

એક સપ્તાહમાં 1200 કરતાં વધારે રખડતાં પશુઓ પકડવામાં આવ્યા છે. તેમજ  AMCના 3 જેટલા ઢોરવાળામાં રાખવામાં આવ્યા છે. વાયરલ થયેલો વીડિયો દાણીલીમડા વિસ્તારના ઢોરડબ્બાનો છે. દાણીલીમડા વિસ્તારના ઢોરડબ્બામાં 3 વિભાગો આવેલા છે. દરરોજ ઢોરવાડામાં સાફ સફાઇની કામગીરી કરવામાં આવે છે. 1 વિભાગમાં સફાઇની કામગીરી પશુઓને અન્ય વિભાગમાં રખાયા હતા.  અન્ય વિભાગમાં થોડીવાર માટે પશુઓ સાથે રાખવામાં આવ્યા હતા. સફાઇ કામગીરી દરમિયાન અજાણ્યા ઇસમે વીડિયો બનાવી વાયરલ કર્યો હતો.

કોંગ્રેસે શું આપી પ્રતિક્રિયા
ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. ગાયના નામે મત માગીને સત્તાના અહંકારમાં સત્તાધીશો ડુબ્યા છે. ભ્રષ્ટ શાસકોએ ગાયની દયનિય સ્થિતી કરી દીધી છે.  ઢોરવાડામાં ક્ષમતા કરતાં વધારે ગાયો ભરીને દયનિય સ્થિતીમાં મુકી દીધી. ખુલ્લી જમીન મળતિયાઓને વેચી દેવાય છે પણ ઢોરવાડા બનાવતા નથી. 3 મહિના અગાઉ 2 વધારાના ઢોરવાડા બનાવવાની વાત હતી પરંતુ કામ ન થયું. ત્યારે નિયમો બનાવ્યા પણ યોગ્ય વ્યવસ્થા કરવાની સમજ નથી.

  • ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે
  • ગાયના નામે મત માગીને સત્તાના અહંકારમાં ડુબ્યા સત્તાધીશો
  • ભ્રષ્ટ શાસકોએ ગાયની દયનિય સ્થિતી કરી દીધી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ