બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / why is it called plastic surgery

તમને ખબર છે? / પ્લાસ્ટિક સર્જરીમાં કંઈ જ પ્લાસ્ટિકનું નથી હોતું, તો પણ આવું નામ કેમ આપવામાં આવ્યું? કારણ છે ખૂબ જ રસપ્રદ

Arohi

Last Updated: 12:11 PM, 11 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પ્લાસ્ટિક સર્જરી' શબ્દનો સૌપ્રથમ વખત ઉપયોગ 1837માં મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં થયો હતો.

  • શા માટે પ્લાસ્ટિક સર્જરી નામ આપવામાં આવ્યું? 
  • તેમાં પ્લાસ્ટિકનો તો ઉપયોગ જ નથી થતો 
  • જાણો તેને પાછળનું કારણ 

તમે પ્લાસ્ટિક સર્જરીનું નામ તો સાંભળ્યું જ હશે, પરંતુ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે સર્જરી દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જ નથી તો આવું કેમ કહેવામાં આવે છે. તેનું એક કનેક્શન બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સ સાથે છે. 'પ્લાસ્ટિક સર્જરી' શબ્દનો સૌપ્રથમ વખત ઉપયોગ 1837માં મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં થયો હતો. જાણો આ સર્જરીમાં પ્લાસ્ટિક શબ્દ ઉમેરવાનું કારણ શું છે…

શા માટે કહે છે પ્લાસ્ટિક સર્જરી? 
મેન્ટલ ફ્લોસના રિપોર્ટ અનુસાર ઓહાયોના પ્લાસ્ટિક સર્જન ડૉ. બ્રાયન ડોર્નર કહે છે કે લોકો બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સને પ્લાસ્ટિક સર્જરી સાથે જોડે છે. તેમને લાગે છે કે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ પ્લાસ્ટિકનું બનેલું છે, તેથી તેને લગાવવાની સર્જરીને પ્લાસ્ટિક સર્જરી કહેવાય છે, પરંતુ આનું સાચું કારણ કંઈક બીજું છે.

ડૉ. બ્રિએન ડોર્નર કહે છે કે બ્રેસ્ટ ઈમ્પ્લાંટને સિલિકોન શેલ્સથી બનાવવામાં આવે છે. જેમાં સિલિકોન જેલ ભરેલું હોય છે. ચોંકાવનારી વાત એ છે કે સિલિકોન પણ એક પ્રકારનું પ્લાસ્ટિક હોય છે. તેને રબર અને પ્લાસ્ટિકથી મળીને તૈયાર કરવામાં આવે છે. પરંતુ સર્જરીમાં પ્લાસ્ટિક શબ્દનો ઉપયોગ કરવાનું કારણ દશકો જુનું છે. 

કઈ રીતે પડ્યું પ્લાસ્ટિક નામ 
રિપોર્ટ અનુસાર પ્લાસ્ટિક લેટિન ભાષાનો શબ્દ પ્લાસ્ટિકસથી બન્યો છે. તેન મતલબ થાય છે કે કોઈ વસ્તુનો આકાર બદલીને ફિટ કરવો. એવી વસ્તુ જેને અલગ અલગ રૂપમાં ઢળવામાં આવી શકે. 17માં દશકમાં આ શબ્દનો ઉપયોગ વધુ કરવામાં આવતો હતો. 

કારણ કે આ રીતે સર્જરીથી મનુષ્યના શરીરના કોઈ પણ ભાગને આકાર આપી શકાય છે. માટે તેને પ્લાસ્ટિક સર્જરી કહેવામાં આવવા લાગ્યું. દુનિયાભરમાં એવા લોકોની સંખ્યા વધી રહી છે જે શરીરને સુંદર અને યોગ્ય આકાર બનાવવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાવે છે. પ્લાસ્ટિક સર્જરી કરાવવામાં મહિલાઓ જ નહીં પુરૂષોની સંખ્યા પણ વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ