બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Why does the Congress remember the farmers just after the election? What is the ground truth of the MSP guarantee in the declaration?

મહામંથન / કોંગ્રેસને ચૂંટણી ટાણે જ કેમ ખેડૂતો યાદ આવે છે? ઘોષણાપત્રમાં MSP ગેરેન્ટીની જમીનની હકીકત શું?

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:37 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: 2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યું છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રને ન્યાયપત્ર શિર્ષક આપ્યું છે, અને 10 પ્રકારના ન્યાયની ગેરેન્ટી આપી છે

2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યું જેને ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે. ઘોષણાપત્રના મુદ્દા તો અનેક છે પણ ચર્ચા છે ખેડૂતો માટેની જોગવાઈઓની. ખેડૂતો માટેની જોગવાઈઓ પણ આમ તો નવી નથી કારણ કે આઝાદી પછીથી ખેડૂત એ જ બધી ભલામણો માગી રહ્યો છે કે જેનો તે હકદાર છે. ચર્ચાના કેન્દ્રમાં સ્વામીનાથન સમિતિની ભલામણો લાગુ કરવાની વાત છે. જ્યારે-જ્યારે ખેડૂતોની વાત આવે એટલે સ્વામીનાથન સમિતિની વાત આવે જ છે. કોંગ્રેસે કાગળ ઉપર તો પોતાના ન્યાયપત્રમાં એવી વાત કરી કે જો તેમની સત્તા આવશે તો સ્વામીનાથન સમિતિના ફરજિયાત MSPને કાયદાનું સ્વરૂપ આપશે અને તેને લાગુ કરાવશે. બીજી તરફ ફરજિયાત MSPને કાયદાનું સ્વરૂપ આપવા અંગે મતમતાંતર જગજાહેર છે. સ્વભાવિકપણે ભાજપનો વળતો જવાબ એ જ છે કે સ્વામીનાથન સમિતિની મોટાભાગની ભલામણો કોંગ્રેસની સરકાર સમયે રિપોર્ટ આવી ગયો હોવા છતા તેમણે જ લાગુ કરી છે અને હવે કોંગ્રેસ ખેડૂતના નામે મતની ખેતી કરી રહી છે. આપણે પણ મુદ્દો એ જ ચર્ચવાનો છે કે ખેડૂતો માટે સારામા સારી લાગતી ભલામણો જમીન ઉપર ઉતારવી કેવી રીતે શક્ય બનશે?. 

કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યું
2024ની લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યું છે. કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રને ન્યાયપત્ર શિર્ષક આપ્યું છે. કોંગ્રેસે 10 પ્રકારના ન્યાયની ગેરેન્ટી આપી છે. તમામ મુદ્દાઓમાંથી 25 ગેરેન્ટીઓનો સમાવેશ થાય છે. ખેડૂતો માટે પણ કોંગ્રેસે અનેક ભલામણો કરી છે. કોંગ્રેસની ભલામણો સામે ભાજપે સવાલ ઉઠાવ્યા છે. ખેડૂતો માટેની ભલામણો અંગે ઘણાં સમયથી રાજકીય નિવેદનબાજી થઈ રહી છે. સવાલ એ છે કે ખેડૂતો માટેની ગેરેન્ટીની જમીની હકીકત શું છે?

કોંગ્રેસના ન્યાયપત્રમાં ખેડૂત માટે શું?
સ્વામીનાથન સમિતિની ભલામણ મુજબ MSPને કાયદાનું સ્વરૂપ આપ્યું છે. CACP એટલે કે કૃષિ ખર્ચ અને મૂલ્ય આયોગને બંધારણીય એકમ બનાવાશે. ખરીદ કેન્દ્ર અને APMCમાં મળતી MSP સીધા ખેડૂતના ખાતામાં થશે. કૃષિ લોનની મર્યાદા અને જરૂરિયાતની સમીક્ષા માટે કાયમી આયોગ અને પાક વીમાને ખેતી અને ખેડૂતને અનુરૂપ બનાવાશે. ખેડૂત પાસે વીમાની રકમ મુજબ પ્રિમિયમ લેવાશે. વીમા પ્રિમિયમને લગતા દાવાઓના નિકાલ માટે 30 દિવસની મર્યાદા તેમજ ખેતીના ઉત્પાદનોના વેચાણ માટે ખેડૂત સંગઠનો સાથે પરામર્શ. APMC એક્ટ અંતર્ગત ઓપન માર્કેટ કોન્સેપ્ટ અને ઈ-બજારનું સંચાલન સ્વાયત એકમ દ્વારા થશે. મોટા ગામ અને નાના શહેરમાં રિટેલ બજાર સ્થાપિત કરાશે. છૂટક બજારમાં ખેડૂત પોતાની ઉપજ વેંચી શકશે. કૃષિ ઉત્પાદનના આયાત-નિકાસની ચોક્કસ નીતિ બનશે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સંખ્યા વધારાશે અને પાંચ વર્ષમાં ડેરી અને મરઘા ઉછેર કેન્દ્ર બમણા થશે. દેશના દરેક જિલ્લામાં કૃષિ યુનિવર્સિટી અને પશુ ચિકિત્સા યુનિવર્સિટી તેમજ કૃષિમાં રિસર્ચ અને વિકાસ માટે નાણાકીય ખર્ચ બમણો કરાશે

ભાજપનો વળતો જવાબ
તેમણે કહ્યું કે, જુઠ્ઠાણાઓનો પટારો છે કોંગ્રેસનું ઘોષણાપત્ર. કોંગ્રેસે વર્ષો સુધી રાજ કર્યું પણ ખેડૂતો યાદ ન આવ્યા. સ્વામીનાથણ સમિતિ અટલબિહારી વાજપેયીએ બનાવી હતી. 2004માં સ્વામીનાથન સમિતિ બની હતી. 2006માં સ્વામીનાથન સમિતિનો રિપોર્ટ આવી ગયો હતો. 2014 સુધી સ્વામીનાથન સમિતિના રિપોર્ટનો અભ્યાસ ન થયો. મોદી સરકારે સ્વામીનાથન સમિતિની ઘણી ભલામણો લાગુ કરી છે. ખેડૂતોની હિત મોદી સરકારે વિચાર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Mahamanthan Vtv Exclusive elections 2024 lok sabha elections 2024 મહામંથન Mahamanthan

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ