બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / why do people stop cars as soon as they cross the path of a cat

જૂની પ્રથા / રસ્તા પર બિલાડી આડી ઉતરે તો લોકો ઉભા કેમ રહી જાય છે? જોડાયેલી છે આ ધાર્મિક માન્યતા

Premal

Last Updated: 07:50 PM, 12 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત તમે વૃદ્ધ લોકો પાસેથી સાંભળ્યું હશે કે જો કાળી બિલાડી રસ્તો કાપી નાખે છે તો ભૂલથી પણ આગળ વધવુ નહીં. આમ તો આ એક પ્રકારની અંધશ્રદ્ધા માનવામાં આવે છે પરંતુ તેની પાછળ એક મોટુ કારણ જણાવવામાં આવ્યું છે.

  • બિલાડી રસ્તો કાપતા લોકો અટકી કેમ જાય છે?
  • આને એક પ્રકારની અંધશ્રદ્ધા માનવામાં આવે છે
  • જાણો, આ માન્યતા સાથે જોડાયેલા અમુક કારણ

આ અંગે લોકો ઘણી વખત અપશુકન માની લે છે અથવા પછી ઘણી વખત તેના પર ધ્યાન આપ્યા વગર જ આગળ ચાલ્યા જાય છે. પરંતુ આ એક માણસની વિચારધારા અને માન્યતા પર નિર્ભર કરે છે કે તે પોતાના જીવનમાં શું કરશે અને શું નહીં. પરંતુ આજે અમે તમને આ માન્યતા સાથે જોડાયેલા અમુક કારણ જણાવવાના છીએ જે કદાચ તમને ખબર નહીં હોય. 

છે આ માન્યતા 

ભારતીય સંસ્કૃતિની અંદર કાળો રંગ શનિદેવનો રંગ જણાવવામાં આવે છે. તો બિલાડીને રાહુની સવારી પણ જણાવે છે. તેથી કાળી બિલાડી જો દેખાય તો તેને શનિ અને રાહુનો પ્રકોપ આવવાનો છે, એવુ માનવામાં આવે છે. તો આજકાલ લોકો બિલાડી રસ્તો કાપ્યા બાદ પોતાના વાહનને અટકાવી દે છે. જો કે, આ પ્રથા આ માન્યતાઓ સાથે જોડાયેલી નથી. કારણકે તેની પાછળ વર્ષો જૂની પ્રથાઓ ચાલી આવી રહી છે. 

બળદગાડી સાથે જોડાયેલો છે સંબંધ

પહેલાના સમયમાં લોકોની પાસે બળદગાડામાં સવારી કર્યા સિવાય કોઈ પણ વિકલ્પ ન હતો. આજના સમયની જેમ તે સમયે કાર અને બાઈક ન હતી. ઉલ્લેખનીય છે કે જો બળદગાડી ચાલતી હતી અને સામેથી બિલાડી આવતી હતી તો બળદ આ બિલાડીઓને જોઇને ગભરાઈ જતા હતા અને પોતાની જગ્યા પર અટકીને હલચલ કરતા હતા. જેના કારણે તેના પર બેઠેલા લોકો પણ ઉછળ-કૂદને કારણે ઈજા થવાની શક્યતા પણ વધતી હતી. ત્યારબાદ બળદ ચાલક ત્યાં અટકીને પોતાના બળદને શાંત કરતા હતા. જેના કારણે તેમને થોડો સમય ત્યાં થઇ જતો હતો. પરંતુ ધીરે-ધીરે આ બિલાડી રસ્તો કાપનારી પ્રથા બની ગઇ  અને અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી ગઇ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Cross the Path Facts About Cat cat બિલાડી વિશેની માન્યતા Cat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ