બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઠંડીમાં કેમ વધુ ફાટે છે હોઠ? જાણો કારણ અને નીખારવાની રીત પણ

હેલ્થ / ઠંડીમાં કેમ વધુ ફાટે છે હોઠ? જાણો કારણ અને નીખારવાની રીત પણ

Nirav Kumar

Last Updated: 12:16 AM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું શિયાળામાં તમારા હોઠ ફાટે છે? આ સમસ્યા કેમ થાય છે અને તેનાથી બચવા શું કરવું તેના વિષે આ આર્ટીકલમાં જાણીશું.

શિયાળામાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓ વધવા લાગે છે. હાથ અને પગની ડ્રાયનેસથી લઈને અનેક સમસ્યા થાય છે. પરંતુ આ દરમિયાન હોઠ સૌથી વધુ પ્રભાવિત થાય છે.  ઠંડી પડતાંની સાથે જ હોઠ ફાટવા, સૂકા અને કાળા થવા લાગે છે. ચાલો આપણે સમજીએ કે શિયાળામાં હોઠ શા માટે આટલા પ્રભાવિત થાય છે? અને આ સ્થિતિમાં બચવાની રીત વિષે કઈ.

  • ઠંડી હવા અને ઓછો ભેજ
    શિયાળામાં ઠંડી અને સૂકી હવા વાતાવરણમાંથી ભેજને ઝડપથી શોષી લે છે. બહારની ઠંડી હવા અને ઘરની અંદર હીટર કે બ્લોઅરમાંથી ગરમ હવાનું મિશ્રણ હોઠના ભેજને વધુ ઘટાડે છે. જે હોઠની નરમ ત્વચા પર સીધી અસર કરે છે જેના કારણે તે ખેંચાય છે અને ફાટે છે.
  • ડિહાઇડ્રેશન
    શિયાળામાં લોકોને તરસ ઓછી લાગે છે જેના લીધે ઓછું પાણી પીવામાં આવે છે. શરીરમાં ડિહાઇડ્રેશનની અસર સીધી હોઠ પર દેખાય છે. ડિહાઇડ્રેશનથી હોઠ સૂકા અને ફાટવા લાગે છે.
vtv app promotion
  • હોઠ ચાટવાની આદત
    જો તમે શિયાળામાં વારંવાર હોઠ ચાટતા હોવ તો તે અમુક સમય માટે રાહત આપી શકે છે પરંતુ જેમ જેમ લાળ સુકાય છે તેમ તેમ તમારા હોઠ વધુ સુકાતા જાય છે. લાળમાં રહેલા એન્જાઈમ્સ તમારા હોઠમાં રહેલી ભેજને નુકસાન પહોંચાડે છે અને હોઠ ફાટવાનું જોખમ વધે છે.
  • વિટામિનની ઉણપ
    આયર્ન અને વિટામિન બીની ઉણપ પણ સૂકા અને ફાટેલા હોઠનું કારણ બને છે. કેમ કે, આ વિટામિન્સ સ્વસ્થ ત્વચા જાળવવા માટે જરૂરી હોય છે. આથી તમારા હોઠને નરમ રાખવા માટે હેલ્થી ફૂડ જરૂરી છે.

વધુ વાંચો : શું શિયાળામાં છાતીમાં થતો દુખાવો હાર્ટ એટેક હોય છે? જવાબ જાણી લેજો, ઉપાય પણ છે

  • કેવી રીતે મેળવવી રાહત?
    શિયાળા દરમિયાન તમારા હોઠની કાળજી લેવી ખૂબ જરૂરી છે. જો તમારા હોઠને યોગ્ય કાળજી અને પોષણ ન મળે તો ક્યારેક તેમાંથી લોહી પણ નીકળી શકે છે. આથી તમારા હોઠને નરમ અને સ્વસ્થ રાખવા માટે દરરોજ પૂરતું પાણી પીઓ, યોગ્ય લિપ બામનો ઉપયોગ કરો, તમારા હોઠને વારંવાર ચાટવાનું ટાળો, મધ અને ઘીથી કરો કેર, અઠવાડિયામાં બે વાર હળવા હાથે એક્સફોલિએટ કરો અને હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lips Skin Problems Lips Crack
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ