બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમ માલિકે કર્યો ખુલાસો

IPL 2026 / પૃથ્વી શોને દિલ્હી કેપિટલ્સે 75 લાખમાં કેમ ખરીદ્યો? હરાજી બાદ ટીમ માલિકે કર્યો ખુલાસો

Nirav Kumar

Last Updated: 05:29 PM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીની ઓક્શનમાં પૃથ્વી શોની ખરીદી માંડ માંડ થઇ હતી. જેમાં તેને છેલ્લા રાઉન્ડમાં માત્ર 75 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. હવે ખરીદી પર દિલ્હી કેપિટલ્સના કો-ઓર્નરે કારણ પણ સમજાવ્યું છે.

પૃથ્વી શો મીની ઓક્શનમાં પેહલા રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો હતો. તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા રખાઈ હતી. આટલી ઓછી કિંમત હોવા છતાં કોઈએ બોલી લગાવી નહતી. બાદમાં તેને DCએ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. હવે દિલ્હી કેપિટલ્સના કો ઓર્નર કિરણ કુમાર ગ્રાન્ડીએ IPL 2026 ની હરાજી દરમિયાન પૃથ્વી શોને ફરીથી ખરીદવાના નિર્ણય પાછળનું કારણ સમજાવ્યું છે.

વર્ષ 2018 માં દિલ્હી કેપિટલ્સ દ્વારા પૃથ્વી શોને પ્રથમ વખત ખરીદવામાં આવ્યો હતો. પૃથ્વી શોએ દિલ્હી કેપિટલ્સ માટે સાત સીઝન રમી હતી પરંતુ 2025 ની મેગા ઓક્શન પહેલા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. ગઈ સીઝનમાં કોઈ પણ ટીમે પૃથ્વી શોમાં રસ દાખવ્યો ન હતો. માત્ર 75 લાખની બેઝ પ્રાઈસ હોવા છતાં પૃથ્વી શોને એક પણ બોલી નહતી મળી . પણ આ વખતે હરાજીના છેલ્લા તબક્કામાં દિલ્હી કેપિટલ્સે તેને તેના બેઝ પ્રાઈસ પર ફરીથી ખરીદ્યો હતો.

vtv app promotion

હરાજી બાદ બોલતા, ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે, પૃથ્વી શો માટે IPLમાં મજબૂત વાપસી કરવાની આ એક સારો મોકો છે. ગ્રાન્ડીએ આશા વ્યક્ત કરી કે શો આ બીજી તકને ગંભીરતાથી લેશે અને ટીમ માટે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે."પૃથ્વીએ ભૂતકાળમાં દિલ્હી કેપિટલ્સ માટે સારું પ્રદર્શન કર્યું છે. દરેક પ્લેયરના કરિયરમાં ઉતાર-ચઢાવ આવે છે અને આ તેના માટે મજબૂત વાપસી કરવાની તક છે. અમે આને પૃથ્વી માટે બીજી તક માનીએ છીએ, અને હું તેને ફરીથી દિલ્હી જર્સીમાં જોવા માટે ખરેખર ઉત્સાહિત છું."

વધુ વાંચો : ધોની IPLમાંથી લેશે રિટાયરમેન્ટ! CSKનું શોપિંગ લિસ્ટ જોઈને લાગી અટકળો

પૃથ્વી શોએ પોતાના ફર્સ્ટ ફેઝમાં દિલ્હી કેપિટલ્સ માટે 79 મેચ રમી હતી જેમાં કુલ 1892 રન બનાવ્યા હતા. આ હરાજીની શરૂઆતમાં દિલ્હી કેપિટલ્સે જમ્મુ અને કાશ્મીરના ઓલરાઉન્ડર આકિબ નબી ડાર પર મોટો દાવ લગાવ્યો હતો. જેમાં તેને 8.40 કરોડ રૂપિયામાં સાઇન કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Capitals Prithvi Shaw Mini Auction
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ