બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:25 AM, 18 December 2025
2026 ની IPL સીઝન માટે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ વિકેટકીપર-બેટ્સમેનોમાં 32.30 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ જંગી રકમ માત્ર ટીમની તાકાત વધારવા માટે નથી પરંતુ એ પણ સંકેત છે કે CSK મહેન્દ્ર સિંહ ધોની બાદના સમયની તૈયારી કરી રહ્યું છે.
ADVERTISEMENT
ઓક્શનમાં CSK એ 19 વર્ષીય કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જેનાથી તે IPLની હિસ્ટ્રીમાં સૌથી મોંઘા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓમાંનો એક બન્યો હતો. આ પહેલા પણ CSKએ રાજસ્થાન રોયલ્સ પાસેથી સંજુ સેમસનને 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઉર્વિલ પટેલને રીટેન કરવાની સાથે CSK પાસે હવે ચાર વિકેટકીપર-બેટ્સમેન (સંજુ સેમસન, એમએસ ધોની, ઉર્વિલ પટેલ અને કાર્તિક શર્મા) થયા છે.
આ અંગે CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે, "CSK એ વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો છે. સંજુ એક ઇન્ટરનેશનલ પ્લેયર છે અને તે ભૂમિકા સારી રીતે ભજવે છે. ક્યારેક તમે જૂના સિદ્ધાંતોને વળગી રહો છો, પરંતુ અમને લાગ્યું કે આ પરિવર્તન જરૂરી છે." CSK એ તેના કુલ 43.40 કરોડ રૂપિયાના 60% માત્ર બે અનકેપ્ડ પ્લેયર પર ખર્ચ્યા છે.
ADVERTISEMENT

તો ધોનીએ ઓફિશિયલ રીતે નિવૃત્તિની જાહેરાત કરી નથી, પરંતુ તેમના તાજેતરના નિવેદનો એ સૂચવે છે કે તેમનું કરિયર તેના અંતિમ તબક્કામાં છે. ધોનીએ કહ્યું હતું કે, "હું મારા કરિયરના અંતિમ તબક્કામાં છું તે હકીકતથી કોઈ બચી શકતું નથી. હું એમ નથી કહેતો કે હું મારૂ કરિયરના સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયુ છું, પરંતુ આગામી સિઝન માટે હજુ સુધી કોઈ કમીટમેન્ટ નથી." ધોનીને 4 કરોડ રૂપિયામાં રીટેન કરવામાં આવ્યો હતો. જે તેના લેવલ કરતા ઓછી રકમ ગણાય.
ADVERTISEMENT
આ અંગે રોબિન ઉથપ્પાએ હરાજી દરમિયાન કહ્યું હતું કે, "દિવાલ પર લખાણ સ્પષ્ટ છે. આ સ્પષ્ટ રીતે ધોનીની છેલ્લી સીઝન છે." CSK ની વિકેટકીપિંગ વ્યૂહરચના હવે ત્રણ તબક્કામાં ફેલાયેલી છે. જેમાં ઇન્ટરનેશનલ લેવલનો સંજુ સેમસન, વિસ્ફોટક પ્રતિભા સાથે કાર્તિક શર્મા અને રાઈઝીંગ સ્ટાર ખેલાડી ઉર્વિલ પટેલ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
T20 World Cup 2026 / પાકિસ્તાન સામે ભારતીય સિંહણોની ગર્જના, ટીમ ઈન્ડિયાની 64 રને શાનદાર જીત
Womens World Cup 2026 / ભારત પાકિસ્તાન મેચ પહેલા હેન્ડશેક વિવાદ પર ભડકી હરમનપ્રીત કૌર, આપ્યો સણસણતો જવાબ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.