બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / ક્રિકેટને અલવિદા કહેવા જેને મન બનાવી દીધેલું, એ પ્લેયર આજે બન્યો IPLનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી

સ્પોર્ટ્સ / ક્રિકેટને અલવિદા કહેવા જેને મન બનાવી દીધેલું, એ પ્લેયર આજે બન્યો IPLનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી

Priyankka Triveddi

Last Updated: 11:43 AM, 17 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026: ઉત્તરપ્રદેશનો એક એવો નાની ઉંમરનો પ્લેયર કે જેણે ક્રિકેટ છોડવાનું મન બનાવી લીધી હતું તે CSK ની ટીમનો IPL માં સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બન્યો.

Prashant Veer: IPL 2026ના ઓક્શનમાં અચાનક એક નામ ચર્ચામાં આવી ગયું. આ એન આ નામ છે ઉત્તરપ્રદેશના 20 વર્ષના યુવા લેફ્ટ હેનડેડ સ્પિન ઓલરાઉન્ડર પ્રશાંત વીરનું. જેને પહેલા લગભગ કોઈ જાણતું નહોતું. જેવી આ પ્લેયર પર બોલી શરૂ થઈ કે દરેક ફ્રેન્ચાઇઝીની નજર આ યુવા પ્લેયર પર અટકી ગઈ. જોત જોતાંમાં 5 ટીમ વચ્ચે આને લઈને જબરદસ્ત બોલી લાગવાની શરૂ થઈ અને આખરે CSKએ વીરને 14.2 કરોડ રૂપિયામાં ટમેની ટીમમાં લીધો. આ સાથે જ પ્રસાહન્ટ વીર IPL ના ઇતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ પ્લેયર બની ગયો. જો કે તેની અંહિયા સુધીની સફર બિલકુલ સરળ રહી નથી. ભારતના અન્ય પ્લેયરની જેમ તેને પણ લાંબા સંઘર્ષ માંથી પસાર થવું પડ્યું હતું.

પ્રશાંતના નાનપણના કોચ રાજીવ ગોયલે ખુલાસો કર્યો છે કે વર્ષ 2020 માં પ્રશાંત ક્રિકેટ છોડવાનું મન બનાવી ચૂક્યો હતો. એ જ વર્ષે તેના દાદાજીનું અવસાન થઈ ગયું હતું જે તેમના પરિવારની આવકનો એક માત્ર સહારો હતા. LIC થી આવતી તેના દાદાના પેન્શન પર પ્રશાંતનો ક્રિકેટનો ખર્ચો નીકળતો હતો. તેના પિતા ઉત્તરપ્રદેશ અમેઠીમાં સરકારી સ્કૂલમાં પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને તેના પરિવારના 5 મેમ્બરનો ખર્ચ ઉઠાવવો તેમના માટે ઘણો મુશ્કેલ હતો.

Prashant-Veer

કોચ રાજીવ ગોયલે જણાવ્યું કે વર્ષ 2020 માં પ્રશાંતના પરિવારની હાલત ખૂબ કઠિન હોવાને લીધે તેણે ક્રિકેટને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. એ વખતે કોચે પ્રશાંતની જરૂરનું ધ્યાન રાખ્યું એટલું જ અહી પણ તેને સતત ટ્રેનિંગ આપીને તેને આગળ વધવા માટે પણ પ્રેરણા આપી.

કોચે આપી હિંમત

આ વિશે પ્રશાંત વીરે પોતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેના કોચ રાજીવ ગોયલે મુશ્કિલ સમયમાં તેની આર્થિક અને માનસિક બંને રીતે સહાય કરી. પ્રશાંતે કહ્યું કે તેના જીવનમાં ઘણી ચેલેન્જ હતી પણ તેના પરિવારે હંમેશા તેના સપના અને ક્રિકેટને પ્રાથમિકતા આપી. દાદાના અવસાન પછી રાજીવ ગોયલ સર અને તેમના જેવા લોકોએ તેને આર્થિક અને માનસિક રીતે સાંભળ્યો. તે પોતાને ભાગ્યશાળી માને છે કે તેને આવા લોકો મળ્યા.

આ પણ વાંચો: એક સમયે માંના ઘરેણાં વેચીને ખરીદેલી ક્રિકેટ કીટ, આજે CSKએ ખોલી નાખ્યો કરોડોનો ખજાનો

vtv app promotion

હોમ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન

હોમ ક્રિકેટમાં પ્રશાંત વીરે તેની બેટિંગ અને બોલિંગથી ફ્રેનચાઈઝીનું ધ્યાન ખેંચ્યું હતું. UP T20 લીગમાં તેણે નોએડા કિંગ્સની કેપ્ટનશિપ સાંભળી હતી અને 10 મેચમાં 155.34ના સ્ટ્રાઈક રેટથી 320 રન બનાવ્યા હતા અને સાથે 8 વિકેટ પણ લીધી હતી. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ આ ફોર્મ જાળવી રાખ્યું હતું. તેણે 169.69 ના સ્ટ્રાઈક રેટથી 112 રન બનાવ્યા હતા અને 6.76ની ઈકોનોમી રેટથી 9 વિકેટ લીધી હતી. સંઘર્ષ, સમર્થન અને શાનદાર પ્રદર્શન આ ત્રણેય મળીને પ્રશાંત વીરને IPL 2026 ના ઓક્શનનો સૌથી મોટો ચહેરો બનાવી દીધો હતો, હવે બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સી પહેરીને આ યુવા સ્ટાર તેના સપનાને કેવી રીતે ચેઝ કરે છે તે જોવા પર હશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CSK Team 2026 IPL 2026 Prashant Prashant Veer
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ