બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / IPL News / એક સમયે માંના ઘરેણાં વેચીને ખરીદેલી ક્રિકેટ કીટ, આજે CSKએ ખોલી નાખ્યો કરોડોનો ખજાનો
Last Updated: 10:51 AM, 17 December 2025
Kartik Sharma: ગઇકાલે અબુધબી ખાતે યોજાયેલા IPL Mini Auction 2026 માં ઉત્તરપ્રદેશના આગ્રાના યુવા ક્રિકેટરની જિંદગી CSK એ બદલી નાખી. કાર્તિકને CSK એ ઓક્શનમાં 14.20 કરોડના રેકોર્ડ બ્રેક ભાવમાં ખરીદ્યો. કાર્તિક શર્માનું જાણે સપનું પૂરું થયું. માત્ર અઢી વર્ષની ઉંમરથી ક્રિકેટ રમતા કાર્તિકની સ્ટોરી ઘણી સંઘર્ષ વાળી છે. એક સમય હતો કે જ્યારે તેના પિતાના પેશન અને માતાના ઘરેણાં વેચીને તેણે ક્રિકેટ કીટ ખરીદી હતી. હવે 2026 ના IPLમાં કાર્તિકનું પર્ફોર્મસ જોવા જએવું હશે. જો કે કાર્તિક શર્મા પર લાગેલી બોલી અનકેપ્ડ પ્લેયર્સમાં અત્યાર સુધીમાં સૌથી ઊંચી છે.
ADVERTISEMENT
કાર્તિકના પિતા મનોજ શર્મા પોતે એક ફાસ્ટ બોલર રહી ચૂક્યા છે. તેના પિતાનું ક્રિકેટનું કરિયર 28 વર્ષની ઉંમરમાં મેચ દરમિયાન વાગવાને કારણે અધૂરું રહી ગયું. ત્યારે જ તેમણે વિચારી લીધું હતું કે તેમના દીકરાને મોટો ક્રિકેટર બનાવશે. અને એટલા માટે જ તેણે માતા અને પિતાના ઘરેણાં પણ વેચી દીધા. ઘર તેના પપ્પાના પેન્શનથી ચાલે છે.
The uncapped talents continue to shine in the #TATAIPLAuction 😎
— IndianPremierLeague (@IPL) December 16, 2025
A jaw-dropping bid of INR 14.2 Crore for Kartik Sharma 💰
He will feature in @ChennaiIPL in #TATAIPL 2026 💛 pic.twitter.com/l5fH3ONspW
ADVERTISEMENT
પૂર્વ પ્રાઇવેટ ટીચર મનોહ શર્મા સહિત પરિવારના દરેક સભ્યએ કાર્તિકની ક્રિકેટની ટ્રેનિંગ માટે ઘણો બધો ભોગ આપ્યો. પહેલા ભરતપૂરના બેનરા ગામમાં સ્કૂલ અને કોચિંગ લઈને પિતાએ 200 યાર્ડનો પ્લોટ ખરીદ્યો જેણે વેચીને બોલ ફેકણવાની મશીન અને નેટ ખરીદ્યા. ભાડાના પ્લોટમાં અઢી વર્ષની ઉંમરથી જ કાર્તિકની પ્રેક્ટિસ શરૂ થઈ. ઈર્ષ્યામાં અમુક લોકો મશીન અને નેટ લઈ ગયા અને બાળી નકહી. ત્યારપછી કાર્તિકને SR ક્રિકેટ એકડમીમાં એકડમિશન અપાવ્યું.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમુક મહિનાઓની પ્રેક્ટિસ પછી સંચાલક શત્રુજ્ઞ તિવારીએ સલાહ આપી કે હવે કાર્તિકને હાઇ લેવલની એકેડમીમાં લઈ જાઓ. ત્યારપછી આગરાની ગોએન્કા ચાહર ક્રિકેટ એકેડમીમાં લોકેન્દ્ર સિંહ ચાહર ના મર્ગદર્શનમાં ટ્રેનિંગ શરૂ થઈ. કાર્તિક ત્યારે માત્ર 5 વર્ષનો હતો. ટ્રેનિંગ દરમિયાન નેટ બળી જવાની ઘટનાએ તેના પરિવારને તોડી નાખ્યો પણ તેના પિતાનો વિશ્વાસ ડગ્યો નથી અને તેમણે ત્યારે જ નક્કી કરી લીધું કે ભલે બરબાદ થઈ જઈશ પણ હારીશ નહીં અને કાર્તિકને મોટો ક્રિકેટર જરૂર બનાવીશ.
ADVERTISEMENT
પરિવારની આર્થિક તંગી એવી હતી કે કાર્તિકનું અંડર 14 માં સિલેક્શન થયા પછી સારી ક્રિકેટ કીટ લેવા માટે તેની માતા રાધા શર્માએ તેના ઘરેણાં વેચી દીધા હતા. બંગડી, હાર, કાનમાં કુંડળ અને વીંટી વેચીને 1 લાખથી વધારે કિંમતની ક્રિકેટ કીટ ખરીદી હતી. પૈસા તો વધારે હતા નહીં માટે જ્યારે કીટની જરૂર પડે કે ઘરેણાં વેચવા પડતાં હતા. કાર્તિકની માં રાધા હાઉસવાઈફ છે.
કાર્તિકના પિતા મનોજ શર્મા રાજસ્થાના ભરતપુરના હોવાને લીધે તેમના બધા ડોક્યુમેન્ટ્સ ત્યાંનાં છે. તેમના નાના ભાઈ મહેશે સ્પોર્ટ્સ શોપ બનાવી અને ઘર બનાવ્યું હવે તેમનો આખો પરિવાર તેમના ઘરમાં રહે છે. કાર્તિકની મહેનતને જોઇ તેના પિતા કહે છે કે મારી મહેનત આજે સફળ થઈ ગઈ. કાર્તિક હવે ધોનીની ટીમમાં સ્થાન મેળવીને મોટું નામ કરવા માટે તૈયાર છે.
ADVERTISEMENT

મનોજ શર્મા કાર્તિકના પિતા રેલવેમાંથી સેવા નિવૃત છે. તેમણે ટીચિંગ દીકરાને ક્રિકેટર બનાવવા માટે છોડી દીધું હતું. એવામાં ઘરખર્ચ માત્ર તેના દાદાના પેન્શનથી ચાલતું હતું. જ્યારે વાટ ક્રિકેટ કીટ ખરીદવાની આવે ત્યારે ઘરના ઘરેણાં વેચવા પડતાં. ધીમે ધીમે કરીને રાધા અને મનોજે લગ્નમાં મળેલી ચેન પણ વેચવી પડી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.