બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / એ 5 ખેલાડીઓ, જે IPLની હરાજીમાં બન્યા સૌથી મોંઘા પ્લેયર્સ, જુઓ કોની કેટલી Sold પ્રાઇઝ
Last Updated: 10:21 AM, 17 December 2025
IPL Auction Most Expensive Player: અબુ ધાબીમાં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે મીની-હરાજીમાં પાંચ ખેલાડીઓને 10 કરોડ કરતા વધુની બોલી મળી હતી. આ ખેલાડીઓમાંથી ત્રણ વિદેશી ખેલાડીઓ, જ્યારે બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ છે.
ADVERTISEMENT

મંગળવારે અબુ ધાબીમાં યોજાયેલી આઈપીએલ 2026 માટે મીની-હરાજીમાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કૈમરન ગ્રીનને સૌથી વધુ કિંમત મળી હતી. 2 કરોડ બેઝ પ્રાઈસ વાળા ગ્રીનને કેકેઆરએ 25.20 કરોડમાં સામેલ કર્યો છે. ગ્રીન આઇપીએલ ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો.
ADVERTISEMENT

શ્રીલંકાનો ઝડપી બોલર મથિશા પથિરાના બીજો સૌથી મોંઘાો ખેલાડી હતો. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ હતી, પરંતુ કેકેઆરએ તેને 18 કરોડમાં ખરીદ્યા. બે અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ કાર્તિક શર્મા અને પ્રશાંત વીરને CSK એ રૂપિયા 14.20 કરોડમાં સામેલ કર્યા છે. બંનેની બેઝ પ્રાઈઝ 30 લાખ રૂપિયા હતી. પહેલા રાઉન્ડમાં અનસોલ્ડ રહેલા લિયામ લિવિંગસ્ટોનનું નસીબ પણ ચમક્યુ છે. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા આ ઓલરાઉન્ડરને એસઆરએચએ રૂપિયા 13 કરોડમાં સામેલ કર્યો છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ KKRએ મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડમાં તો ગુજરાતે હોલ્ડર પર લૂંટાવ્યાં 7 કરોડ
ADVERTISEMENT
આ ઉપરાંત 2 કરોડના બેઝ પ્રાઈઝ વાળા મુસ્તફિઝુર રહેમાનને કેકેઆરએ 9.20 કરોડમાં ખરીદ્યો. જોશ ઈંગ્લીસને એલએસજીએ રૂપિયા 8.60 કરોડમાં ખરીદ્યો છે. રૂપિયા 2 કરોડના બેઝ પ્રાઈઝ ધરાવતા રવિ બિશ્નોઈને આરઆરએ 7.20 કરોડમાં ખરીદ્યો. 2 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા વેંકટેશ ઐયરને આરસીબીએ 7 કરોડમાં ખરીદ્યો. રૂપિયા 1 કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા રાહુલ ચહરને CSK એ 5.20 કરોડમાં સામેલ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.