ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / KKRએ મુસ્તફિઝુર રહેમાનને 9.20 કરોડમાં તો ગુજરાતે હોલ્ડર પર લૂંટાવ્યાં 7 કરોડ
Last Updated: 08:31 PM, 16 December 2025
ADVERTISEMENT
IPL Auction 2026 Live Updates: ઇન્ડિયન પ્રીમિયર લીગની મીની હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં મહત્તમ 77 ખેલાડીઓ ખરીદી શકાય છે. આઇપીએલ ઇતિહાસમાં આ 19મી હરાજી છે. હરાજી પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને તેમની સંબંધિત ટીમોએ જાળવી રાખ્યા હતા.
ADVERTISEMENT
બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમમાં 9.20 કરોડમાં જોડ્યો છે. બાંગ્લાદેશી બોલર મુસ્તફિઝુર ડેથ ઓવરોમાં તેના યોર્કરથી બેટ્સમેનોને પરેશાન કરે છે. તેમજ ડેનિશ માલેવેરને રૂપિયા 30 લાખમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ કરાયો છે.

ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને રૂપિયા 7 કરોડમાં ગુજરાત ટાઇટન્સની ટીમમાં જોડવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેથ્યુ શોર્ટને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂપિયા 1.50 કરોડમાં ખરીદ્યો છે. કિવી વિકેટકીપર ટિમ સીફર્ટ રૂપિયા 1.5 કરોડ માં KKR સાથે જોડાયો છે. ટોમ બેન્ટન, જોશ ઇંગ્લિસ, જોર્ડન કોક્સ, ડેરિલ મિશેલ, લુંગી ન્ગીડી અને દાસુન શનાકા વેચાયા વિના રહ્યા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL હરાજી : 30 લાખની બેઝ પ્રાઇસના બે ખેલાડીઓ 14.20 કરોડમાં વેચાયા, બન્નેને એક જ ટીમે ખરીદ્યાં
શ્રીલંકાના ઓપનર પથુમ નિસાન્કા પણ આઇપીએલમાં રમતા જોવા મળશે. નિસાન્કાને દિલ્હી કેપિટલ્સે 4 કરોડમાં ખરીદયો છે. રાહુલ ત્રિપાઠી કોલકાતા નાઈટ રાઈડર્સમાં ગયો છે. ઝડપી બોલર સુશાંત મિશ્રાને રૂપિયા 90 લાખમાં રાજસ્થાન રોયલ્સમાં ઉમેરવામાં આવ્યો છે. જ્યારે સ્પિનર વિગ્નેશ પુથુર પણ રૂપિયા 30 લાખમાં આ ટીમમાં સામેલ કરાયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ