બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / AarPar / IPL હરાજી : 30 લાખની બેઝ પ્રાઇસના બે ખેલાડીઓ 14.20 કરોડમાં વેચાયા, બન્નેને એક જ ટીમે ખરીદ્યાં

Auction / IPL હરાજી : 30 લાખની બેઝ પ્રાઇસના બે ખેલાડીઓ 14.20 કરોડમાં વેચાયા, બન્નેને એક જ ટીમે ખરીદ્યાં

Ajitsinh Jadeja

Last Updated: 05:42 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2026 Auction: આઇપીએલની આગામી સીજન માટે હરાજીમાં દસ ફ્રેન્ચાઇઝી કુલ 369 ખેલાડીઓનું ભાવિ નક્કી કરી રહી છે. આ વખતે હરાજીમાં 240 ભારતીય ક્રિકેટરો અને 110 વિદેશી ખેલાડીઓ છે.

IPL 2026 Auction: આઇપીએલ 2026 માટે મીની-ઓક્શન 16 ડિસેમ્બર મંગળવારના અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે થઈ રહ્યું છે. આઇપીએલની આગામી સીજન માટે હરાજીમાં દસ ફ્રેન્ચાઇઝી કુલ 369 ખેલાડીઓનું ભાવિ નક્કી કરી રહી છે. આ વખતે હરાજીમાં 240 ભારતીય ક્રિકેટરો અને 110 વિદેશી ખેલાડીઓ છે. જેમાંથી કુલ 77 ખેલાડીઓના નામ ફાઇનલ કરવામાં આવશે. IPL હરાજીમાં કાર્તિક શર્મા પણ ખૂબ ઊંચી કિંમતે વેચાયો છે.

આઇપીએલ ઓક્શનમાં 30 લાખની બેઝ પ્રાઇસના બે ખેલાડીઓ 14.20 કરોડમાં વેચાયા છે, બન્નેને એક જ ટીમે ખરીદ્યાં છે. અનકેપ્ડ ખેલાડી કાર્તિક શર્માને ચેન્નાઈ સુપર કિંગ્સે રૂપિયા 14.20 કરોડમાં ખરીદ્યો હતો. કાર્તિક શર્મા આઇપીએલ હરાજીમાં વેચાયેલા સંયુક્ત રીતે સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી છે, કાર્તિકએ પ્રશાંત વીરની બરાબરી કરી લીધી છે. સીએસકેએ અનકેપ્ડ પ્રશાંત વીર માટે 14.20 કરોડ રૂપિયાની અંતિમ બોલી લગાવી. સીએસકેએ કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે 14.20 કરોડ માં ખરીદ્યો છે. પ્રશાંતની બેઝ પ્રાઈસ 30 લાખ હતી, જેના કારણે તે આઇપીએલ હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બન્યો છે.

આ આઇપીએલ હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે સૌથી વધુ પર્સ (64.3 કરોડ) છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે બીજા ક્રમે સૌથી વધુ પર્સ રૂપિયા 43.4 કરોડ છે. મુંબઈ ઇન્ડિયન્સ પાસે સૌથી ઓછું પર્સ (2.75 કરોડ) છે.

vtv app promotion

આ પણ વાંચોઃ 25 કરોડ 20 લાખમાં વેચાયેલા કેમરૂન ગ્રીનને 18 કરોડ જ મળશે, બાકીના 7.2 કરોડ ક્યાં જશે? ટેક્સ નહીં

આ ખેલાડીઓ પર ઊંચી બોલી લાગી

કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કેકેઆરએ મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયાની મોટી રકમ આપી તેમની સાથે જોડ્યો. જ્યારે સીએસકેએ અનકેપ્ડ પ્રશાંત વીર માટે 14.20 કરોડ રૂપિયાની અંતિમ બોલી લગાવી. સીએસકેએ કાર્તિક શર્માને 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. વેંકટેશ ઐયરને આરસીબીએ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો, જ્યારે રવિ બિશ્નોઈને રાજસ્થાને 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો. અનકેપ્ડ ખેલાડી આકિબ ડારને દિલ્હીએ 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જ્યારે પૃથ્વી શો, સરફરાઝ ખાન અને રચિન રવિન્દ્ર અનસોલ્ડ રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરના ફાસ્ટ બોલર આકિબ નબીને પણ ઘણા પૈસા મળ્યા. અનકેપ્ડ પ્લેયર નબીને દિલ્હી કેપિટલ્સે 8.40 કરોડમાં ખરીદ્યો. વિજય શંકર, રાજવર્ધન હંગરેકર અને મહિપાલ લોમરોર પણ અનસોલ્ડ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Prashant Veer Kartik Sharma IPL Auction 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ