બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 25 કરોડ 20 લાખમાં વેચાયેલા કેમરૂન ગ્રીનને 18 કરોડ જ મળશે, બાકીના 7.2 કરોડ ક્યાં જશે? ટેક્સ નહીં
Last Updated: 04:31 PM, 16 December 2025
આઈપીએલ 2026ના મીની ઓક્શને ફરી એક વખત ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન પર પૈસાનો વરસાદ થયો અને કોલકાતા નાઈટ રાઈડર્સે તેમને 25 કરોડ 20 લાખ રૂપિયાની ભારી-ભક્કમ રકમમાં ખરીદી લીધો. આ સાથે જ ગ્રીન આઈપીએલ ઇતિહાસના ત્રીજા સૌથી મોંઘા ખેલાડી બની ગયા. ઓક્શન દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ અંતે KKRએ બાજી મારી લીધી.
ADVERTISEMENT
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે આ ખરીદી માત્ર એક ખેલાડી મેળવવાની નથી, પરંતુ આન્દ્રે રસેલના સંભવિત નિવૃત્તિ પછી ટીમમાં એક નવા વિદેશી વિસ્ફોટક ઓલરાઉન્ડરની જગ્યા ભરવાનો પ્રયાસ પણ છે. કેમરુન ગ્રીન પાસે બેટિંગ અને બોલિંગ બંનેમાં મેચ જીતાડવાની ક્ષમતા છે. ઝડપી બોલિંગ, મધ્યક્રમમાં તાકાતવર બેટિંગ અને ફીલ્ડિંગમાં ફુર્તી ગ્રીન આજના આધુનિક T20 ક્રિકેટના સંપૂર્ણ પેકેજ તરીકે જોવામાં આવે છે.
💰 INR 25.20 Crore 🤯🤯
— IndianPremierLeague (@IPL) December 16, 2025
The third most expensive player in the history of #TATAIPL auction! 🔨
Cameron Green will play for @KKRiders 💜#TATAIPLAuction pic.twitter.com/c0ErBPWHju
ADVERTISEMENT
આબુધાબીમાં યોજાયેલા આ મીની ઓક્શન દરમિયાન KKR સૌથી મોટા પર્સ સાથે ઉતરી હતી. લગભગ 64 કરોડ 30 લાખ રૂપિયાની ઉપલબ્ધ રકમ સાથે કોલકાતાએ પોતાની ટીમને ફરીથી નવી રીતે ઘડવાની રણનીતિ બનાવી હતી. ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર હંમેશાં આઈપીએલમાં સૌથી વધુ માંગ ધરાવે છે અને એ જ કારણ છે કે ગ્રીન માટે બોલી સતત વધી ગઈ. દરેક ફ્રેન્ચાઇઝી જાણે છે કે આવા ખેલાડીઓ માત્ર બેટ કે બોલથી નહીં, પરંતુ સમગ્ર મેચની દિશા બદલી શકે છે. પરંતુ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે 25.20 કરોડમાં વેચાયા બાદ પણ કેમરુન ગ્રીનને આખરે 18 કરોડ રૂપિયા જ કેમ મળશે? બાકી 7.2 કરોડ રૂપિયા ક્યાં ગયા? આ સવાલ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો છે.

ADVERTISEMENT
હકીકતમાં, આઈપીએલના નવા નિયમો અનુસાર વિદેશી ખેલાડીઓ માટે એક ‘મહત્તમ સેલરી કૅપ’ નક્કી કરવામાં આવી છે. આ નિયમ મુજબ કોઈપણ વિદેશી ખેલાડી એક સીઝનમાં 18 કરોડ રૂપિયાથી વધુ કમાઈ શકતો નથી, ભલે ઓક્શન દરમિયાન તેની બોલી કેટલીય ઊંચી કેમ ન જાય. એટલે કે બોલી અને ખેલાડીની વાસ્તવિક સેલરી બંને અલગ બાબતો છે. બોલી દરમિયાન જે રકમ બોલાય છે, તે ફ્રેન્ચાઇઝીના કુલ પર્સમાંથી કાપી લેવામાં આવે છે. એટલે કે KKRના પર્સમાંથી આખા 25.20 કરોડ રૂપિયા કપાશે, પરંતુ ખેલાડી તરીકે કેમરપન ગ્રીનને વ્યક્તિગત રીતે માત્ર 18 કરોડ રૂપિયાની સેલરી મળશે. બાકી રહેલા 7.2 કરોડ રૂપિયા ફ્રેન્ચાઇઝીની ખર્ચ ગણતરીમાં સામેલ રહેશે, પરંતુ તે ખેલાડીના ખાતામાં નહીં જાય.
આ નિયમનો હેતુ એ છે કે ટીમોમાં સંતુલન જળવાઈ રહે અને કોઈ એક વિદેશી ખેલાડી અતિશય મોટી સેલરી લઈને ટીમના બાકીના બંધારણને અસર ન કરે. આઈપીએલમાં ભારતીય અને વિદેશી ખેલાડીઓ વચ્ચે સેલરીનું સંતુલન રાખવા માટે આ કૅપ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ADVERTISEMENT
કેમરુન ગ્રીન માટે પણ આ ડીલ ફાયદાકારક જ છે. 18 કરોડ રૂપિયાની સેલરી સાથે તેઓ આઈપીએલના સૌથી વધુ કમાણી કરનારા વિદેશી ખેલાડીઓમાં સ્થાન મેળવે છે. સાથે જ KKR જેવી મોટી ફ્રેન્ચાઇઝી સાથે રમવાથી તેમની બ્રાન્ડ વેલ્યૂ, સ્પોન્સરશિપ અને ભવિષ્યની તકો પણ વધવાની છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેમરૂન ગ્રીન બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, KKRએ 25.20 કરોડમાં ખરીદ્યો
હવે બધાની નજર એ પર રહેશે કે કેમેરન ગ્રીન મેદાન પર આ કિંમતને કેટલું ન્યાય આપે છે. શું તેઓ આન્દ્રે રસેલ જેવી મેચ વિનિંગ અસર છોડી શકશે? શું કોલકાતાને ફરી એક વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે? આ તમામ સવાલોના જવાબ આવનારી IPL 2026 સીઝનમાં જોવા મળશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.