બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / કેમરૂન ગ્રીન બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, KKRએ 25.20 કરોડમાં ખરીદ્યો

IPL Auction 2026 / કેમરૂન ગ્રીન બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી, KKRએ 25.20 કરોડમાં ખરીદ્યો

Vishal Khamar

Last Updated: 03:21 PM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી શરૂ થઈ ગઈ છે. આ હરાજીમાં 77 ખેલાડીઓ ખરીદી શકાય તેમ છે. આઈપીએલના ઈતિહાસની આ 19 મી હરાજી છે. હરાજી પહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓની ખરીદી થશે.

ઈન્ડિયન પ્રીમીયર લીગ 2026 માટેનું મીની ઓક્શન અબુધાબીના એતિહાદ એરેના ખાતે શરૂ થઈ ગઈ છે. 369 ખેલાડીઓ માટે હરાજી થઈ થઈ છે. કુલ 77 ખેલાડીઓની ખરીદી કરવામાં આવનાર છે. કેમેરૂન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા રૂ. 25.20 કરોડ (252 મિલિયન રૂપિયા) ની મોટી રકમમાં ખરીદવામાં આવ્યો છે.

આ ઓક્શનમાં આજે સૌથી વધુ બજેટ KKR પાસે છે કારણ કે તેને વધારે પ્લેયર્સની પણ જરૂર છે. ફ્રેન્ચાઇઝી પાસે સ્કોડમાં માત્ર 12 પ્લેયર્સ છે અને તેને સ્કવોડ પૂરી કરવા બીજા 13 પ્લેયર્સની જરૂર છે. સૌથી ઓછા પ્લેયર્સ માત્ર 4 પ્લેયર્સ Punjab Kings ને જોઈએ છે.

ઈન્ડિયાના વિસ્ફોટક બોલર પૃથ્વી શો પહેલા રાઉન્ડમાં unsold રહ્યો, તેની બેઝ પ્રાઇઝ 75 લાખ રૂપિયા હતી. બીજી તરફ સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટર ડેવિડ મિલર ઓક્શનમાં વેચાનાર પહેલા પ્લેયર બન્યા. Delhi Capitals એ 2 કરોડની બેઝ પ્રાઇઝમાં તેને ખરીદ્યો.

ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીનની બેઝ પ્રાઇઝ 2 કરોડ છે અને ચેન્નાઈ સુપરકિંગ્સે તેના પર 25 કરોડની બોલી લગાવીને તે બહાર થઈ ગયું છે. KKR એ 25.20 કરોડની બોલી લગાવી છે.

કલકત્તાનો થયો ગ્રીન

કેમરૂન ગ્રીને આજે ઓક્શનમાં ઇતિહાસ રચ્યો છે. તે ઇતિહાસના સૌથી મોંઘા પ્લેયર બની ગયા છે. કોલકત્તા નાઈટ રાઇડર્સે તેમને 25.20 કરોડ રુપિયામાં હાઈએસ્ટ બોલી લગાવીને ખરીદ્યા છે.

ઇંગ્લિશ ફાસ્ટ બોલર એટકિન્સન પહેલા રાઉન્ડમાં unsold રહ્યા, કિવિ ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પણ પહેલા રાઉન્ડમાં unsold. લિયામ લિવિંગસ્ટોન (England) અને વિયાન મુલ્ડર (South Africa) પણ ફર્સ્ટ રાઉન્ડમાં unsold રહ્યા.

શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનીન્દુ હસરંગાને લખનૌ સુપર જયન્ટ્સે 2 કરોડમાં ખરીદ્યો.

સંકળાયેલા મુદ્દાઓ

ipl auction 2026 players list IPL Auction 2026 ipl auction 2026 live
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ