બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024માં ભાજપનું મિશન છે કે પાર્ટી 400 સીટ પર જીતે. એવામાં તેની નજર ફક્ત એ પોતાના 400ને પાર મિશન પર જ છે. એવામાં પાર્ટી ઉત્તર ભારત હોય કે દક્ષિણ કે ઉત્તર-પૂર્વ ભારત સહિત દેશના દરેક હિસ્સા પર વિશેષ ધ્યાન આપી રહી છે. ભાજપ દેશના દરેક ભાગમાં જોરશોરથી પ્રચાર કરી રહી છે. ઉત્તર પૂર્વના આઠ રાજ્યોમાં 25 લોકસભા બેઠકો છે, જે 2024ના જનાદેશમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એવામાં માત્ર પૂર્વોત્તર રાજ્યોના રાજકીય પક્ષો જ સક્રિય નથી, પણ આ ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ માટે પણ જીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.
ADVERTISEMENT
આસામના ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) અને મિઝોરમના શાસક જોરમ પીપલ્સ મૂવમેન્ટ જેવા કેટલાક 'તટસ્થ' પક્ષોને બાદ કરતાં, પૂર્વોત્તરમાં મોટા ભાગના પ્રાદેશિક પક્ષો ભાજપની આગેવાની હેઠળના નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સના સભ્યો છે. એવું પણ કહી શકાય કે આ પક્ષો કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણનો ભાગ છે. આસામ રાષ્ટ્ર પરિષદ (AJP) અને ભૂતપૂર્વ કાર્યકર્તા અખિલ ગોગોઈનું રાયજોર દળ કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા ગઠબંધન (Indian National Developmental Inclusive Alliance) નો ભાગ છે.
ADVERTISEMENT
2019ની લોકસભા ચૂંટણીની સ્થિતિ પર નજર કરીએ તો તે સમયે NDAએ ઉત્તર પૂર્વના રાજ્યોમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ 25માંથી 19 સંસદીય બેઠકો જીતી હતી. NDAએ હવે દેશભરમાં 400 લોકસભા બેઠકોનો લક્ષ્યાંક રાખ્યો છે, તેને હાંસલ કરવા માટે પાર્ટીએ આ વિસ્તારોમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના જણાવ્યા અનુસાર, ભાજપ આ વખતે પૂર્વોત્તરમાં 22 સીટો પર જીતવાનો વિશ્વાસ ધરાવે છે. આ પ્રદેશમાં લોકસભાની 16 બેઠકો માટે પ્રથમ તબક્કામાં એટલે કે 19 એપ્રિલે મતદાન થશે. જેમાં અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. બાકીની આસામની નવ સંસદીય બેઠકો માટે મતદાન આગામી બે તબક્કામાં યોજાનાર છે. ભાજપનો અરુણાચલ પ્રદેશમાં પહેલાથી જ પ્રભાવ છે, જ્યાં 60 વિધાનસભા બેઠકોમાંથી 10 બેઠકો પર પહેલાથી જ બિનહરીફ ચૂંટાઈ આવી છે. તેમને બાકીની 50 વિધાનસભા બેઠકોમાંથી મોટાભાગની બેઠકો જીતવાનો વિશ્વાસ છે.
ADVERTISEMENT
અહીં સત્તાધારી સિક્કિમ ક્રાંતિકારી મોરચા સાથેનું પોતાનું ગઠબંધન ખતમ કર્યા પછી, ભાજપ સિક્કિમમાં 32 વિધાનસભા બેઠકો અને એકમાત્ર લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે. મેઘાલયના મુખ્યમંત્રી તરીકે અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ સંગમાનાં જણાવ્યા અનુસાર, ચૂંટણીની લડાઈમાં સાથી પક્ષો અને કામચલાઉ હરીફો માટે એકબીજાનો સામનો કરવો અસામાન્ય નથી. ઉદાહરણ તરીકે, NPP અરુણાચલ પ્રદેશમાં બે લોકસભા બેઠકો માટે ભાજપના ઉમેદવારોને સમર્થન આપી રહી છે. જેમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુનો પણ સમાવેશ થાય છે. જો કે આ પાર્ટી રાજ્યની 23 વિધાનસભા સીટો પર ભાજપને ટક્કર આપી રહી છે.
ADVERTISEMENT
મેઘાલયની વાત કરીએ તો અહીં ભાજપે દાવો કર્યો કે તેનું ગઠબંધન કોંગ્રેસ કરતાં વધુ એકજૂથ છે. ભાજપે આસામમાં તેના સાથી પક્ષો સાથે લોકસભા બેઠકો વહેંચીને એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. પાર્ટી રાજ્યની 14માંથી 11 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. આસામ ગણ પરિષદ માટે બે સીટ અને યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ માટે એક સીટ છોડી છે. બીજી તરફ કોંગ્રેસ આસામની 13 લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે જ્યારે AJP એક સીટ પર ચૂંટણી લડી રહી છે.
ડાબેરી મોરચાએ નારાજગી વ્યક્ત કરી કે બારપેટા સીટ પરથી ઉમેદવાર ઉભા કરવાની તેમની અપીલને કથિત રીતે અવગણવામાં આવી. દરમિયાન, આમ આદમી પાર્ટીએ બે બેઠકો પર ચૂંટણી લડવાની તેની યોજના ટાળી દીધી છે. ઇન્ડિયા ગઠબંધનમાં પરસ્પર સમજણ સાથે, પાર્ટીએ કોંગ્રેસ અને AJP ઉમેદવારો સામે ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ક્લીન સ્વીપના NDAના દાવાને ફગાવી દીધો છે. ગૌરવ ગોગોઈએ ભાજપ પર સવાલ ઉઠાવ્યા. ગૌરવ ગોગોઈ જોરહાટ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
ADVERTISEMENT
કોંગ્રેસ ઉત્તર પૂર્વમાં સારા પ્રદર્શનની આશા રાખતી હોવા છતાં, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં પાર્ટીનો લગભગ સફાયો થઈ ગયો છે. 2019માં પાર્ટીએ જીતેલી ચાર બેઠકોમાંથી ત્રણ આસામમાં છે જ્યારે 2023 માં સીમાંકન પછી કાલિયાબોર બેઠકનું અસ્તિત્વ ખતમ થઈ ગયું છે. બારપેટા અને નાગાંવ સીટોની સાઈઝ અને ડેમોગ્રાફી બદલાઈ ગઈ છે. ચોથી સીટ, મેઘાલયના શિલોંગમાં, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી વિન્સેન્ટ એચ. પાલા માટે કરો-યા-મરો લડાઈ છે, જે સતત ચોથી ટર્મ પર નજર રાખી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પૂર્વીય UPની આ 4 બેઠકો હવે મોદી મેજિકના ભરોસે, ભાજપ પર ભારે પડી શકે છે BSPનો આ દાવ
મણિપુરની વાત કરીએ તો કોંગ્રેસ રાજ્યમાં લોકસભાની બે બેઠકો જીતવા માટે સંઘર્ષ કરી રહી છે. આંતરિક મણિપુર, જે મોટાભાગની ઇમ્ફાલ ખીણને આવરી લે છે, અને બાહ્ય મણિપુર, જે ટ્રાઇબલ હિલ્સ સુધી ફેલાયેલું છે. પાર્ટીને રાજ્યના મુખ્યમંત્રી એન. બિરેન સિંહ સામે લોકોનો ગુસ્સો જોઈને આ બેઠકો પર જીતની આશા છે. જો કે, ભાજપના સહયોગી નાગા પીપલ્સ ફ્રન્ટ બાહ્ય મણિપુર જીતવા માટે ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે. તે પણ એવા સમયે જ્યારે આ વિસ્તારના અડધા મતવિસ્તારમાં કુકી સમુદાયનું વર્ચસ્વ છે. આ સમુદાયે સરકારના અન્યાયનો વિરોધ કરવા માટે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જોરહાટ સીટને બાદ કરતાં આસામમાં કોંગ્રેસ માટે મોટી ચિંતા બારપેટા અને નાગાંવ સીટ જાળવી રાખવાની છે. આ સીટ પર તે AIUDF સાથે મુસ્લિમ મતો માટે લડતી જોવા મળશે. પાર્ટી તેને ભાજપની 'બી-ટીમ' કહી રહી છે. AIUDFના વડા બદરુદ્દીન અજમલ ધુબરી બેઠક જાળવી રાખવા માંગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.