બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / સફેદ વાળની સમસ્યાથી મળશે છૂટકારો, નારિયેળના તેલમાં આ બે વસ્તુ મિક્સ કરીને માથામાં લગાવો
Last Updated: 12:24 PM, 25 May 2024
આજકાલ લોકોના નાની ઉંમરે વાળ સફેદ થઈ રહ્યા છે. વડીલથી લઈને યુવાઓએ પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. વાળ સફેદ હોવાને કારણે અનેક વાર લોકોએ સ્કૂલ, કોલેજ અથવા ઓફિસમાં શરમમાં મુકાવું પડે છે. સફેદ વાળને કાળા કરવા માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે. જે માટે બજારમાંથી આવતા કેમિકલયુક્ત પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે, જે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે ઘરેલુ ઉપાય અપનાવીને સફેદ વાળ કાળા કરી શકો છો.
ADVERTISEMENT
કાળા વાળ કરવા માટેના ઉપાય
ADVERTISEMENT
નારિયેલ તેલ અને આમળા- નારિયેલ તેલમાં આમળા પાઉડર મિશ્ર કરીને વાળ કાળા કરી શકાય છે. જે માટે 3 ચમચી નારિયેળ તેલ લો અને તેમાં 2 ચમચી આમળા પાઉડર નાખો. આમળા પાઉડર અને તેલ સારી રીતે મિશ્ર થઈ જાય તેટલી વાર સુધી ગરમ કરો. હવે આ તેલને ઠંડુ કરીને સ્કેલ્પ તથા વાળમાં લગાવો અને મસાજ કરો. આખી રાત સુધી તેલ લગાવીને રાખો અને સવારે વાળ ધોઈ નાખો. આમળા વિટામીન સી રહેલું છે, જેના કારણે કાળા વાળ ઉગી શકે છે.
ADVERTISEMENT
નારિયેલ તેલ અને મહેંદીના પાન- જો તમે પણ સફેદ વાળથી છુટકારો મેળવવા માંગો છો, તો નારિયેળ તેલ અને મહેંદી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. મહેંદીનો ભૂરો રંગ વાળના મૂળિયા સુધી પહોંચે તો વાળ સંપૂર્ણપણે ભૂરા દેખાવા લાગે છે. નારિયેલ તેલની મદદથી મહેંદી વાળના મૂળિયા સુધી પહોંચી શકે છે.
વધુ વાંચોઃ ઉભા-ઉભા પાણી પીવાથી થાય છે આ 5 નુકસાન, જાણશો તો ક્યારેય નહીં પીવો
ADVERTISEMENT
જે માટે 3-4 ચમચી નારિયેલ તેલ લો અને ઉકાળીને તેમાં મહેંદીના પાન નાખી દો. તેલ ભૂરું ના થાય ત્યાં સુધી તેલ ઉકાળો. હવે તેલનો કલર ભૂરો થઈ જાય તો તેલ ઠંડુ કરીને વાળના મૂળિયામાં લગાવી દો. હવે 40-50 મિનિટ સુધી આમ જ રહેવા દો અને વાળ ધોઈ લો. આ પ્રકારે કરવાથી વાળ ધીમે ધીમે કાળા થવા લાગશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.