બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડના CCTV, એક તણખો ઝર્યો પળભરમાં ફાટી નીકળી વિકરાળ આગ

વીડિયો / રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડના CCTV, એક તણખો ઝર્યો પળભરમાં ફાટી નીકળી વિકરાળ આગ

Last Updated: 11:12 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ સીસીટીવી દર્શાવે છે કે આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી.

રાજકોટના TRP ગેમઝોનના અગ્નિકાંડના એક મહત્વપૂર્ણ સીસીટીવી સામે આવ્યા છે.. આ સીસીટીવી દર્શાવે છે કે આગ કઇ રીતે લાગી હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે વેલ્ડીંગના તિખારા ઝરતા આ આગ લાગી હતી. તિખારા જે જગ્યાએ પડ્યા ત્યાં ફોર્મની સીટ હતી. ગાદીમાં આગ લાગતા આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. અને આ આગ ગણતરીની મિનિટોમાં ભીષણ જ્વાળાઓમાં પલટાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે મૃતદેહ ભયાનક રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં પણ મુશ્કેલી ઉભી થઇ રહી છે.હવે મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરીને તેમની ઓળખ કરવામાં આવશે.. ત્યારબાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. હાલ મૃતકોની ઓળખ માટે તેમના માતા-પિતા અથવા ભાઇ બહેનના સેમ્પલ લેવાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા

રાજકોટના અગ્નિકાંડની ઘટનાએ આજે ફરી સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદો તાજી કરી દીધી છે. હજૂ તો બે દિવસ પહેલા જ તક્ષશિલાકાંડની વરસી ગઈ અને તેના એક જ દિવસ પછી રાજકોટમાં અગ્નીકાંડની ઘટના બની છે. આવી દૂર્ઘટનાઓ ક્યારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે. રાજકોટ ગેમઝોન દુર્ઘટનાને લઈ લોકોએ દુઃખ વ્યક્ત કરી તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હોવાના વસવસા સાથે રોષ વ્યક્ત કર્યો છે. વચેટિયાઓના કારણે તપાસ કર્યા વગર મંજૂરી આપવામાં આવતી હોવાનો લોકોએ આરોપ લગાવ્યો છે. ગેમઝોન જેવા સ્થળ પર દરરોજ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવાય તેવી લોકોએ સરકાર સમક્ષ માગ કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot TRP Fire Incident CCTV Gamezone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ