બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હૈદરાબાદને 8 વિકેટે હરાવી KKR ત્રીજી વખત IPL ચેમ્પિયન, 17મી સિઝન કોલકત્તા માટે રહી રેકોર્ડ બ્રેક
Last Updated: 11:00 PM, 26 May 2024
SRH vs KKR Final Live: SRH vs KKR Final Live: IPL 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR વચ્ચે રમાઈ છે. ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો પુરી રીતે ફ્લોપ રહ્યા છે. પીચ પર કોઇ ટકી શક્યુ ન હતું. પૂરી 20 ઓવર પણ રમી શક્યા ન હતા. હૈદરાબાદે KKRને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને KKR આઇપીએલ ચેમ્પીયન બન્યુ છે. ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ રન ચેન્જ કરવા ઉતર્યુ હતું. અને 10 ઓવરમાં માત્ર બે વિકેટો ગુમાવી 111 રન બનાવ્યા હતા. અને 10.3 ઓવરમાં 114 રન બનાવીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી છે.
ADVERTISEMENT
આઈપીએલ 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ છે. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હૈદરાબાદે KKRને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ માટે પેટ કમિન્સે સૌથી વધુ 24 રન બનાવ્યા છે. KKR ટીમે પહેલા ક્વોલિફાયરમાં હૈદરાબાદને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. IPL 2024માં બંને ટીમોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. પોઈન્ટ ટેબલમાં KKRની ટીમ પ્રથમ અને હૈદરાબાદની ટીમ બીજા ક્રમે હતી.
ADVERTISEMENT
પહેલા પણ જીતી ચુકી છે આઇપીએલ ટાઇટલ
બંને ટીમ આ પહેલા આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે. ગૌતમ ગંભીરની કેપ્ટન્સીમાં KKRએ બે વખત IPL ટ્રોફી જીતી હતી. 2012 અને 2024માં વિજેતા બન્યુ હતું. સનરાઈઝર્સ હૈદરાબાદે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2016નો ખિતાબ જીત્યો હતો. KKR અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને પાસે ઘણા એવા ખેલાડીઓ છે જે માત્ર થોડા જ બોલમાં મેચનો માર્ગ બદલી શકે છે.
ટાઈટલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા
આઈપીએલ 2024ની ફાઈનલ મેચ રવિવારે સાંજે ચેન્નઈમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાઇ હતી. KKR અને SRHમાંથી કોને આ રકમ મળશે તે મેચ રમાઇ હતી. ત્યારે વીજેતા ટીમને આ રકમ મળી છે. KKR વીજેતા બની છે.
ફાઇનલમાં હરનાર ટીમને મળશે 13 કરોડ
ફાઇનલમાં હારનાર ટીમને પણ મોટી રકમ મળશે. KKR અથવા SRHમાંથી જે ટીમ ફાઇનલમાં હારશે, તેને 13 કરોડ રૂપિયા મળશે. ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ હાર્યુ છે છતાં આ ટીમને 13 કરોડ રૂપિયા મળશે.
ચોથા સ્થાને રહેલી ટીમને મળશે આટલા કરોડ
IPL 2024માં ત્રીજા ક્રમે આવનાર ટીમને 7 કરોડ રૂપિયા મળશે. જ્યારે ચોથા સ્થાને રહેલી ટીમને 6.5 કરોડ રૂપિયા મળશે.
ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીને મળશે 15 લાખ
જો આપણે ઓરેન્જ કેપ વિજેતા ખેલાડીની વાત કરીએ તો તેને 15 લાખ રૂપિયા મળશે. ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી સૌથી આગળ છે.
આ પણ વાંચોઃ વિરાટ કોહલીને મળ્યો લાંબો બ્રેક! T20 વર્લ્ડ કપ માટે હવે આ તારીખે અમેરિકા જશે
ઉભરતા ખેલાડીને મળશે લાખો રૂપિયા
ટૂર્નામેન્ટના ઉભરતા ખેલાડીને 20 લાખ રૂપિયા મળશે. જ્યારે સૌથી મૂલ્યવાન ખેલાડીને 12 લાખ રૂપિયા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.