બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારમાં ઉઠતાની સાથે જ ફોન હાથમાં લેવાની આદત હોય તો છોડી દેજો, એક નહીં અનેક નુકસાન

હેલ્થ / સવારમાં ઉઠતાની સાથે જ ફોન હાથમાં લેવાની આદત હોય તો છોડી દેજો, એક નહીં અનેક નુકસાન

Last Updated: 10:20 PM, 26 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગભગ મોટાભાગના લોકોને સવારે ઉઠીને તરત જ ફોન ચેક કરવાની ટેવ હોય છે. પરંતુ સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવો તે માનસિક આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

સવારે ઉઠીને તરત જ ફોન ચેક કરવો અને સોશિયલ મીડિયા પરથી અપડેટ મેળવવી તે એક સામાન્ય બાબત હોઈ શકે છે. લગભગ મોટાભાગના લોકોને આ પ્રકારની ટેવ હોય છે. પરંતુ સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવો તે માનસિક આરોગ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે.

તણાવ થઈ શકે છે

સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવાથી અલગ અલગ નોટિફિકેશન અને સમાચાર હોય છે. સવારે જાગ્યા પછી અલગ અલગ પ્રકારની સૂચનાઓના સંપર્કમાં આવવાથી તણાવ થઈ શકે છે. કામની સતત અપડેટ, સોશિયલ મીડિયા અને ન્યૂઝને કારણે તણાવપૂર્ણ માહોલ ઊભો થઈ શકે છે.

સ્લીપ સાયકલ ખરાબ થઈ શકે છે

સૂતા પહેલા અને ઉઠતાવેંત ફોન ચેક કરવાને કારણે સ્લીપ સાયકલ પર અસર થાય છે. સ્ક્રીનમાંથી નીકળતી રોશનીને કારણે મેલાટોનિનનું નિર્માણ થઈ શકતું નથી, જેથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે.

બ્રેઈન પર અસર

સવારે ઉઠતાવેંત ફોન ચેક કરવાથી cognitive functions (બ્રેઈન ફંક્શન)માં સમસ્યા આવી શકે છે. સવારે જાગ્યા પછી તરત ફોન ચેક કરવાને કારણે આખો દિવસ એલર્ટ રહેવાની પ્રક્રિયા પર અસર થાય છે.

આંખો પર અસર

વધુ સમય સુધી સ્ક્રીન સામે રહેવાથી અને સવારના સમયે સ્ક્રીનનો ઉપયોગ કરવાથી આંખો પર પ્રેશર ઊભું થાય છે. જેના કારણે માથાનો દુખાવો, ડ્રાઈનેસની સમસ્યા થાય છે.

ધ્યાન રહેતું નથી

સતત ફોનનો ઉપયોગ કરવાથી ધ્યાન કેન્દ્રિત થઈ શકતું નથી. સવારના કામ અને આખા દિવસના કાર્યો પૂરા કરવાના રહે છે. આ પરિસ્થિતિમાં સવારે ઉઠતાવેંત ફોન ચેક કરતા રહેવાથી દિવસની શરૂઆત થવામાં મોડુ થઈ શકે છે.

આદત લાગી શકે છે

ઉઠ્યા પછી ફોન ચેક કરવો તે એક પ્રકારની લત છે. ડોપામાઈનથી નોટિફિકેશન ચેક કરવા માટે અને ઓનલાઈન રહેવાની એક્સાઈટમેન્ટ થાય છે. આ પ્રકારની આદતથી છુટકારો જલ્દી મળતો નથી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ઓછી થતી જાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

સંકળાયેલા મુદ્દાઓ

mobile use after waking up smart phones effects Mobile Use
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ