બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / WHO WILL BE THE NEW CM OF RAJASTHAN, RAJE AND BALAKNATH IN RACE

સત્તાના સોગઠાં / વસુંધરા રાજેને સાઈડલાઇન કરવા અઘરા, બાલકનાથની સાથે અચાનક નવું નામ રેસમાં... કોનું રાજતિલક કરશે ભાજપ?

Published By: Parth

Last Updated: 11:37 AM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NEW CM OF RAJASTHAN : રાજસ્થાનમાં કોને આપશે રાજગાદી? દિવસે ને દિવસે વધતાં સસ્પેન્સ વચ્ચે મોટા નેતાનું પત્તું કપાય તેવા સંકેત.

  • રાજસ્થાનમાં રિવાજ બદલશે ભારતીય જનતા પાર્ટી? 
  • રાજ્યના સૌથી મોટા નેતાનું જ પત્તું કપાય તેવી શક્યતા? 
  • દિગ્ગજ નેતા રાજનાથ સિંહે નવા CM નિયુક્તિની જવાબદારી સોંપાઈ 

ત્રીજી ડિસેમ્બરે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણાના વિધાનસભા ચૂંટણીના પરિણામો દેશની સામે આવ્યા હતા. એક તરફ જ્યાં તેલંગાણામાં નવી સરકાર બની પણ ગઈ છે અને કામ પણ શરૂ થઈ ગયું છે ત્યાં બીજી તરફ અન્ય ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીના નામનું પણ એલાન કરવામાં આવ્યું નથી. સૂત્રોનું માનીએ તો આ ઈંતેજાર હજુ સોમવાર સાંજ સુધી લંબાશે, અને સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં જ નવા મુખ્યમંત્રીઑના નામનું એલાન કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં સૌથી વધુ સસ્પેન્સ રાજસ્થાનને લઈને જામ્યું છે, કારણ કે અહીં દિગ્ગજ નેતા વસુંધરા રાજેનો દાવો ધીમે ધીમે નબળો પડી રહ્યો છે. 

વસુંધરા રાજે દિલ્હીમાં 
વસુંધરા રાજેએ સૌથી પહેલા જયપુરમાં જ શક્તિ પ્રદર્શન કર્યું, લાગ્યું કે આવા શક્તિપ્રદર્શનની હાઇકમાન્ડ પર કોઈ અસર નહીં થાય તો તે પોતે દિલ્હી પહોંચ્યા અને અમિત શાહ તથા જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. જોકે આ મીટિંગ બાદ પણ તેઓ હજુ સુધી રાજસ્થાન પરત ફર્યા નથી, બીજી તરફ હાઇકમાન્ડ દ્વારા ત્રણેય રાજ્યો માટે ઑબ્ઝર્વરની નિયુક્તિ કરી દેવામાં આવી છે. 

રાજસ્થાનના નવા સીએમની રેસમાં યોગી બાલકનાથનું નામ પણ આગળ ચાલી રહ્યું છે તો કિરોડી લાલ મીણા પણ લિસ્ટમાં છે. પણ શું વસુંધરા રાજે સમીકરણ ગોઠવીને ફરીથી મુખ્યમંત્રીની ખુરશી લઈ શકશે કે નહીં તે જોવાનું રહ્યું. 

શું મહારાણીને નહીં મળે રાજગાદી? 
ખાસ વાત એ છે કે કેન્દ્રના દિગ્ગજ નેતા રાજનાથ સિંહને રાજસ્થાનમાં ધારાસભ્યોના મનને જાણવાની જવાબદારી આપવામાં આવી છે. જ્યારે આટલા મોટા નેતાને રાજ્યમાં જવાબદારી આપવામાં આવે ત્યારે સમજી શકાય છે કે પેચ કેવો ફસાયો હશે. આ સિવાય મધ્ય પ્રદેશમાં હરિયાણા મુખ્યમંત્રી ખટ્ટર તથા છત્તીસગઢમાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાને જવાબદારી આપવામાં આવી છે. 

રાજકીય પંડિતો માની રહ્યા છે કે રાજનાથ સિંહને રાજસ્થાનમાં ઉતારવામાં આવ્યા છે તેનો સીધો અર્થ એ છે કે વસુંધરા રાજેને મુખ્યમંત્રી બનાવવાના નથી, અને એટલે જ ધારાસભ્યો તથા વસુંધરા રાજેને મનાવવા માટે રાજનાથ સિંહને મોકલવામાં આવ્યા છે. 

વસુંધરા રાજેને સાઈડલાઇન કરવા સરળ નથી
રાજનાથ સિંહેને રાજસ્થાન મોકલવા પાછળ મોટું કારણ એ પણ છે કે વસુંધરા રાજેને અચાનક જ કિનારે કરી દેવા સરળ નથી. રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ તથા ધારાસભ્યો વસુંધરા રાજેને સમર્થન કરે છે. આટલું જ નહીં ધારાસભ્યો માને છે કે વસુંધરાની રાજસ્થાનના અધિકારીઓ પર મજબૂત પકડ છે. રાજસ્થાનમાં વસુંધરા રાજેના કદનો કોઈ મોટો નેતા ભારતીય જનતા પાર્ટી પાસે નથી. 

2024ની ચૂંટણી પણ માત્ર ચારથી પાંચ મહિનામાં જ આવી રહી છે, એવામાં જો વસુંધરાને CM બનાવવામાં નહીં આવે તો રાજસ્થાનની એક ડઝનથી વધુ લોકસભા બેઠકો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. આ જ કારણ છે કે જો વસુંધરા રાજેને CM બનાવવામાં આવે નહીં, તો જે પણ નવા CM બને તે નામ પર રાજેની સહમતી હોવી જોઈએ. 

ભારતીય જનતા પાર્ટી જો નવા ચહેરાને આગળ કરે તો હાલ રાજસ્થાનમાં બાબા બાલકનાથ, દિયા કુમારી, કિરોડી લાલ મીણા, અશ્વિની વૈષ્ણવનું નામ દોડ માં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan vasundhara raje બાલકનાથ વસુંધરા રાજે Assembly Elections 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ