બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / Who is Pradeep Sharma, ex-Mumbai cop who killed 112 gangsters?

ક્રાઈમ / એન્ટેલિયા કાંડ-ગુજરાતીની હત્યાના 'આરોપી'એ કર્યાં હતા 112 એન્કાઉન્ટર, છોકરીઓ સાથે પાર્ટીનો વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:23 PM, 19 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે નકલી એન્કાઉન્ટર કેસમાં પૂર્વ પોલીસ અધિકારી પ્રદીપ શર્માની આજીવન કારાવાસની સજા યથાવત રાખી છે.

બોમ્બે હાઈકોર્ટે નકલી એકાઉન્ટર કેસમાં જે પૂર્વ પોલીસ અધિકારી અને એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને સજા ફટકારી છે તે પ્રદીપ શર્મા ખૂબ વિવાદમાં રહ્યાં હતા. પ્રદીપ શર્માનું નામ મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટો ભરેલી ગાડી મૂકવામાં અને થાણેના મૂળ ગુજરાતી મનસુખ હિરેન હત્યાકાંડમાં પણ આવ્યું હતું. 

2021માં એન્ટિલિયા કાંડમાં નામ સામે આવ્યું 
ઓગસ્ટ 2008માં અંડરવર્લ્ડ સાથે સંબંધના આરોપસર તેમને નોકરીમાંથી કાઢી મૂકાયા હતા જોકે મહારાષ્ટ્ર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલના આદેશ બાદ મે 2009માં ફરી લેવાયાં હતા. 2010માં રાજન ગેંગના સભ્ય રામનારાયણ ગુપ્તા ઉર્ફે લખન ભૈયાના બનાવટી એન્કાઉન્ટર કેસમાં પ્રદીપ શર્માની નવેમ્બર 2006માં ધરપકડ કરવામાં આવી હતી. ચાર વર્ષ જેલમાં ગાળ્યા બાદ 2013માં તેમને નિર્દોષ જાહેર કરાયા અને 2017માં ફરી લેવાયાં અને થાણે પોલીસના એન્ટી-એક્સટોર્શન સેલના વડા તરીકે નિયુક્ત કરાયાં હતા. જુલાઈ 2019માં પોલીસની નોકરીમાંથી રાજીનામું આપીને શિવસેનામાં જોડાયા હતા અને નાલાસોપારાથી વિધાનસભાની ચૂંટણી લડ્યાં પણ હાર્યાં હતા. 2021માં પ્રદીપ શર્માનું એન્ટિલિયા વિસ્ફોટક કેસ અને મનસુખ હિરન હત્યા કેસમાં બહાર આવ્યા બાદ એનઆઈએ દ્વારા ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.

અંડરવર્લ્ડ સાથે પણ કનેક્શન 
પ્રદીપ શર્મા 1983 બેચના પોલીસ અધિકારી છે. તે વિજય સાલસકર, પ્રફુલ ભોસલે, રવિન્દ્ર આંગ્રે અને વિનાયક ડીલ જેવા પોલીસ અધિકારીઓના બેચમેટ રહી ચૂક્યા છે. આ તમામ પોલીસ અધિકારીઓ દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન, અરૂણ ગવલી અને અમર નાઇક દ્વારા સંચાલિત ગેંગ પર કાર્યવાહી માટે જાણીતા છે. 1999માં પ્રદીપ શર્માએ પોતાની ટીમના સભ્યો સાથે મળીને છોટા રાજનના સાથી વિનોદ મટકરની હત્યા કરી હતી. છોટા રાજને પાકિસ્તાનમાં બેઠેલા દાઉદ ઇબ્રાહિમને ખતમ કરવા માટે આ ગેંગસ્ટરની પસંદગી કરી હતી. એ જ વર્ષે ડી કંપનીના ગેંગસ્ટર સાદિક કાલિયાની મુંબઈના દાદરમાં હત્યા કરવામાં આવી હતી. 2003માં શર્મા અને તેમની ટીમે મુંબઈના ગોરેગાંવમાં લશ્કરના ત્રણ સંદિગ્ધ આતંકીઓને ઠાર માર્યા હતા. 

શું હતો એન્ટેલિયા કાંડ
25 ફેબ્રુઆરી 2021ના દિવસે મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટેલિયાની બહાર જિલેટિન સ્ટીક્સ સાથેની કાર મળી હતી. આ વિસ્ફોટકો સાથે કારમાંથી એક પત્ર પણ મળ્યો હતો અને તેમાં અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. સ્કોર્પિયો કારમાં વિસ્ફોટકો ભરેલી બેગ પર મુંબઈ ઈન્ડિયન્સ લખ્યું હતું. આ પછી થાણેના બિઝનેસમેન મનસુખ હિરેનની રહસ્યમય હત્યા થઈ હતી. મનસુખ હિરેન મૂળ ગુજરાતી હતો અને થાણેનો બિઝનેસ કરતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ