બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / WHO Director Ghebreyesus greets the public in Gujarati during the inaugural ceremony in Jamnagar

GCTM ઉદ્ધાટન / VIDEO : WHO ચીફે વધાર્યું ગુજરાતનું માન, ગુજરાતીમાં બોલીને છવાયા, સાંભળીને PM મોદીએ જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 05:39 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ધાટન પ્રસંગે હાજર રહેલા WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રેયેસસે ગુજરાતીમાં બોલીને લોકોના દીલ જીતી લીધા.

  • જામનગરમાં GCTMનું ઉદ્ધાટન થયું 
  • ઉદ્ધાટન પ્રસંગમાં હાજર રહ્યાં  WHO ચીફ ઘેબ્રેયેસસ
  • ગુજરાતીમાં અભિવાદન કર્યું
  • ઘેબ્રેયેસસ બોલ્યાં-મને ગુજરાતમાં આવીને સારુ લાગ્યું 
  • પીએમ મોદી અને મોરેશિયસના પીએમ પણ રહ્યાં હાજર 

વિશ્વમાં ગુજરાતી ભાષા તેની આગવી ઓળખને કારણે જાણીતી છે. જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદી સાથે આવેલા WHO ચીફ ડોક્ટર ટેડ્રોસે ગુજરાતી ભાષાનું માન વધારતું કામ કર્યું અને તેમણે તેમના ભાષણની શરુઆત જ ગુજરાતીથી કરી નાખી. આ ઘટનાના સાક્ષી બનેલા પ્રધાનમંત્રી મોદીને પણ ગુજરાતીમાં બોલવાની WHO ચીફની સ્ટાઈલ ખૂબ પસંદ પડી હતી.

ગુજરાત આવીને ઘણું સારુ લાગ્યું-WHO ચીફ

જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના ઉદ્ધાટન પ્રસંગમાં પીએમ મોદીની સાથે WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રેયેસસ પણ હાજર રહ્યાં હતા. પોતાના ભાષણની શરુઆતમાં જ ટેડ્રોસ ઘેબ્રેયેસસે ગુજરાતીમાં બોલીને લોકોના દીલ જીતી લીધા હતા. ભાષણની શરુઆતમાં જ WHO ચીફ બોલ્યાં કે કેમ છો બધા, મજામાને, તેમણે એવું પણ કહ્યું કે મને ગુજરાત આવીને ઘણુ સારુ લાગ્યું છે. ગુજરાતીમાં વાત કરવાની તેમની આ સ્ટાઈલને  લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. લોકોને તેમની ગુજરાતી ખૂબ પસંદ પડી. 

ભારત સાથેનો જુનો નાતો યાદ કર્યો WHO ચીફે
WHO ચીફે ભારત સાથેનો તેમનો જુના નાતો પણ યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે હું ભારત સાથે એક વિશેષ નાતો ધરાવું છે. મને ભારતમાંથી જ પરંપરાગત દવાઓ વિશે જાણવા મળ્યું હતું. તેમણે કહ્યું કે આ પ્રસંગે હું મારા તમામ ગુરુજનોનો આભાર પ્રગટ કરું છું. 

પીએમ મોદીએ વધાવી તેમની ગુજરાતીમાં બોલવાની સ્ટાઈલને

ઉદ્ધાટન પ્રસંગમાં હાજર રહેલા પીએમ મોદીએ WHO ચીફના ગુજરાતીમાં અભિવાદન કરવાને પીએમ મોદીએ વધાવ્યું હતું અને તેમણે તાળીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કર્યું હતું. લોકોએ પણ મન મૂકીને તાળીઓ પાડી હતી. 

ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવાઓ વિશે શીખવ્યું

WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ કોઈ સંયોગ નથી; મારા ભારતીય શિક્ષકોએ મને પરંપરાગત દવાઓ વિશે સારી રીતે શીખવ્યું અને હું ખૂબ આભારી છું. હું પણ 'બોલીવુડ' ફિલ્મો જોઈને મોટો થયો છું અને હું સમજું છું કે સ્વિસ આલ્પ્સ 'બોલીવુડ' ચાહકો માટે પ્રિય સ્થળ છે. 

મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે PM મોદીનો આભાર 

WHO ચીફે પોતાના ભાષણમાં કહ્યું કે ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જે અમે શરૂ કરી રહ્યા છીએ તે પુરાવા આધારિત પરંપરાગત દવાને મજબૂત કરવા વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ મહત્વપૂર્ણ પહેલને સમર્થન આપવા માટે હું PM મોદી અને ભારત સરકારના નેતૃત્વનો આભારી છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ