બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / who came first egg or chicken know the science behind it

જબરી શોધ / પહેલા મરઘી આવી કે ઈંડું? વૈજ્ઞાનિકોએ પહેલી વાર ઉકેલી નાખ્યો વર્ષો જુનો કોયડો, હવે તમે જાણી લેજો

Hiralal

Last Updated: 04:10 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં પહેલું ઇંડું આવ્યું કે મરઘી, આ પ્રશ્ન વર્ષોથી પૂછવામાં આવ્યો છે પરંતુ હવે પહેલી વાર વૈજ્ઞાનિકોને આનો જવાબ મળી ગયો છે.

  • યુકેની શેફિલ્ડ અને વોરવિક યુનિવર્સિટીના સંશોધકોનું તારણ
  • પહેલા ઈંડુ નહીં મરઘી આવી
  • ઓવોક્લાઈડિન નામના પ્રોટીન પરથી થયો ખુલાસો 

યુકેની શેફિલ્ડ અને વોરવિક યુનિવર્સિટીના સંશોધકોએ આ અંગે સંશોધન કર્યું છે. સંશોધક ડો. કોલિન ફ્રીમેને જણાવ્યું કે અમારા સંશોધન પરથી અમને જાણવા મળ્યું છે કે દુનિયામાં પહેલા મરઘી આવી હતી. 

પહેલા મરઘી આવી તેનું આ કારણ આપ્યું વૈજ્ઞાનિકોએ 

ડો. કોલિન ફ્રીમેને જણાવ્યું કે ઈંડુ તૈયાર થવા માટે ઓવોક્લાઈડિન નામના પ્રોટીનની જરુર હોય છે. આ પ્રોટીન ઈંડાના નિર્માણ માટે જરુરી હોય છે. આ ખાસ પ્રોટીન ગર્ભવતી થવાના સમયે મરઘીના ગર્ભાશયમાં બને છે તેનાથી સ્પસ્ટ બને છે પહેલા મરઘી આવી હતી. 

વૈજ્ઞાનિકોએ આ રીતે નક્કી કર્યું 
સંશોધકોએ જાણવા માટે હાઈટેક કમ્પ્યુટર એચઇસીટીઓઆરનો ઉપયોગ કર્યો હતો. આ દ્વારા ઈંડાના કવચની આણ્વિક રચના ને ધ્યાનમાં લેવામાં આવી હતી. સંશોધન દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓસી-17 પ્રોટીનની મદદથી કેલ્સિમ કાર્બોનેટ ઇંડાના શેલમાં રૂપાંતરિત થવા લાગે છે. ધીરે ધીરે, કવચ મજબૂત થવા લાગે છે અને તેમાં કેલ્સિટ સ્ફટિક હોય છે. સંશોધક ડો. કોલિન કહે છે કે, કેલ્સિટ સ્ફટિક મરઘાંના હાડકાં અને ઇંડાના શેલમાં જોવા મળે છે. જ્યારે ઇંડા સંપૂર્ણપણે તૈયાર થાય છે ત્યારે તે બહાર આવે છે. મોટાભાગની મરઘીઓ દર ૨૪ થી ૩૬ કલાકે ઇંડા મૂકે છે. તાજા ઇંડા દરરોજ દૂર કરવા જોઈએ નહીંતર મરઘી ઇંડા પર ત્યાં સુધી બેસી શકે છે જ્યાં સુધી તે બીજું ઇંડા ન મૂકે.

દુનિયામાં મરઘીનો વિકાસ કેવી રીતે થયો તે જાણી શકાયું નથી-વૈજ્ઞાનિક 

પહેલી મરઘી કે ઈંડાનો જવાબ મળ્યો છે, પરંતુ દુનિયામાં મરઘીનો વિકાસ કેવી રીતે થયો તેનો જવાબ હજી મળ્યો નથી. વિશ્વના ઘણા વૈજ્ઞાનિકો તેમના વિકાસના પ્રશ્નના જવાબો શોધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ