બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Who are Sunny, Lovelash and Arun? Who immediately fired at Atiq-Ashraf

અતીકના આતંકનો અંત / કોણ છે સની, લવલેશ અને અરુણ? જેને અતીક-અશરફ પર કર્યું તાબડતોબ ફાયરિંગ

Priyakant

Last Updated: 08:28 AM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmed Murder: અતીક અહેમદ અને અશરફની સનસનાટીભરી હત્યા બાદ નવો ખુલાસો, પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું, તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો

  • અતીક અહેમદ અને અશરફની સનસનાટીભરી હત્યા બાદ નવો ખુલાસો 
  • પોલીસ તપાસમાં ઇસમોએ કહ્યું, અમારે મોટા માફિયા બનવું હતું  
  • ક્યાં સુધી નાના શૂટર્સ ક્યાં સુધી રહીશું: આરોપીઓ 

ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફની સનસનાટીભરી હત્યા બાદ યુપી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ હવે યોગી સરકારે આ હત્યાકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે, અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ આરોપી પ્રયાગ રાજની બહારના છે.

મોટા માફિયા બનવા માંગતા હતા આરોપીઓ 
અતીક અને અશરફ પર ગોળીબાર કરનારા ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં અને કેવા કેસ નોંધાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓ કહી રહ્યા છે કે, તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ કહ્યું, 'નાના શૂટર્સ ક્યાં સુધી રહીશું, મોટા માફિયા બનવા માંગતા હતા તેથી જ હત્યાને અંજામ આપ્યો.' જોકે, પોલીસને હજુ તેમના નિવેદનો પર પૂરેપૂરો વિશ્વાસ નથી, કારણ કે ત્રણેયના નિવેદનમાં વિરોધાભાસ છે અને તપાસ ચાલુ છે.

પોલીસ તપાસમાં શું સામે આવ્યું ? 
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અને અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું આપ્યું છે અને ત્યાર બાદ પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે. તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ આવ્યા હતા.

અશરફનો પરિવાર FIR દાખલ કરશે
આ દરમિયાન હવે અતીક અને અશરફની હત્યામાં પરિવાર તરફથી એફઆઈઆર દાખલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અશરફની પત્ની ઝૈનબ ફાતિમા તરફથી હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી શકે છે. ઝૈનબ ફાતિમા પોલીસ કસ્ટડીમાં પતિ અશરફ અને સાળા અતીક અહેમદની હત્યાનો કેસ નોંધાવી શકે છે. અતીકના વકીલ એફઆઈઆરને શાહગંજ પોલીસ સ્ટેશન લઈ જશે.

તો શું બાઇકનો નંબર નકલી હતો ? 
ઈન્સ્પેક્ટર ધૂમલગંજ રાજેશ મૌર્યની ટીમ અતીક અહેમદને લઈને આવી હતી. તે અતિક અને અશરફને લાવનાર સૌથી વરિષ્ઠ અધિકારી હતા. હુમલાખોરો દ્વારા અતીક અહેમદ અને અશરફને મારવા માટે ઉપયોગમાં લેવાતી બાઇક Up 70M7337 વાહન એપ પર સરદાર અબ્દુલ મન્નાન ખાનના નામે રજીસ્ટર થયેલ છે. આ નંબર હીરો હોન્ડાની જૂની Cd 100ss બાઇક પર નોંધાયેલ છે, જે 3 જુલાઇ, 1998ના રોજ ખરીદવામાં આવી હતી.  આ નંબર નકલી છે કે નહીં તેની પણ તપાસ થશે? બાઇક ક્યાંથી લાવ્યું, તેની પણ તપાસ ચાલુ છે. કેમેરા ક્યાંથી મળ્યો? તે નકલી કેમેરો છે કે કેમ ? અને ક્યાંકથી ખરીદ્યો છે તેની તપાસ કરવામાં આવશે. ફોરેન્સિક ટીમના 5 અધિકારીઓ સ્થળ પર દરેક પુરાવા એકઠા કર્યા અને સ્થળ છોડી ગયા.

સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ 
પ્રયાગરાજમાં પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં કલમ 144 સાથે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હત્યાકાંડ બાદ ગોંડા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. મિશ્ર જનસંખ્યામાં પેટ્રોલિંગ સાથે ચોક ચોકો પર પોલીસ દળ તૈનાત છે. એસપી આકાશ તોમર પણ સવારના 2 વાગ્યે વાહનોમાં પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. હાલ સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ છે. બીજી તરફ અલીગઢ, મુરાદાબાદ, બારાબંકી, સંભલ અને લખીમપુર ખેરીમાં પોલીસે રાત્રે રસ્તાઓ પર ફ્લેગ માર્ચ કરી હતી. મધ્યરાત્રિએ રસ્તાઓ પર ખૂબ જ કડક ચેકિંગ ઓપરેશન ચાલી રહ્યું છે.

હત્યા કર્યા બાદ તરત કર્યું આત્મસમર્પણ
અતીક અને અશરફની હત્યા કર્યા બાદ ત્રણેય હુમલાખોરોએ તરત જ આત્મસમર્પણ કર્યું હતું. સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ તેમની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળેથી ત્રણ બંદૂકના કારતૂસ મળી આવ્યા છે. આરોપીઓ પાસેથી એક કેમેરા, માઈક આઈડી પણ મળી આવી છે. ઘટના બાદ યુપીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. પોલીસનો પ્રયાસ છે કે કોઈ પણ રીતે વાતાવરણ ડહોળવા ન દેવાય.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ