બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / White topping road becomes headache in Jodhpur Ahmedabad

રહીશો પરેશાન / વિકાસના કાર્યોમાં બેદરકારીથી મુશ્કેલીમાં વધારો, ટ્રાફિક જામ અને પાર્કિંગની સાથે અનેક સમસ્યામાં વધારો

Vishal Khamar

Last Updated: 02:40 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિકાસ એ કોઈપણ શહેર, વિસ્તાર અને જનતાને લાભકારી જ હોય છે. પણ ક્યારેક વિકાસના કાર્યોમાં થતી બેદરકારી જનતા માટે માથાનો દુઃખાવો પણ બની જાય છે. વ્હાઈટ ટોપિંગ રોડથી જોધપુરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

અમદાવાદમાં હાલ અનેક વિસ્તારમાં વ્હાઈટ ટોપિંગ રોડ બની રહ્યા છે. તેમાંનો એક વિસ્તાર છે જોધપુર. જ્યાં વ્હાઈટ ટોપિંગ આરસીસી રોડ માથાનો દુઃખાવો બન્યો છે.  છેલ્લા છ મહિનાથી ચાલી રહેલા વ્હાઈટ ટોપિંગ રોડનું કામ હજુ પૂર્ણ થયું નથી. જેના કારણે સ્થાનિક લોકોને તેમજ વાહન ચાલકો અને ધંધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ગોકળગતિની કામગીરીથી રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

ટ્રાફિક જામ, પાર્કિંગની મોટી સમસ્યા
નાગરિકોનાં હિત માટે વિકાસ થાય તે જરૂરી છે. પણ વિકાસ કાર્યો દરમ્યાન નાગરિકોને પડતી હાલાકીને પણ ધ્યાને રાખવી જોઈએ. પણ અહીં તો સ્થાનિક ધંધાર્થી માટે રોડ માથાનો દુઃખાવો બન્યો છે. 

સોસાયટીથી રોડ ઉંચો બનતા પાણી ભરાવાનું જોખમ
રોડનું કામ ચાલુ હોવાથી પીક અવર્સમાં ભારે ટ્રાફિક જામ થાય છે. ક્યારેક નાના-મોટા અકસ્માત પણ થાય છે. સ્થાનિકોનાં મતે રોડ એટલો ઉંચો બનાવ્યો છે કે આસપાસની સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જવાનો ભય છે. તેમજ અહીંયા પાર્કિંગની મોટી સમસ્યા છે. પાર્કિંગ માટે કોઈ જગ્યા ન રહેતા સ્થાનિક ધંધા-વેપારને અસર પડી રહી છે. 

શહેરીજન

સ્થાનિક ધંધાર્થીઓને ભારે અસર 
અમદાવાદમાં દરેક વોર્ડમાાં બે વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાઈ રહ્યા છે. ત્યારે ઘાટલોડિયા, વેજલપુર, ઈસનપુર, મણિનગર અને ગુરૂકુલમાં આવા રોડ બની ચૂક્યા છે. ગુરૂકૂળમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવ્યા બાદ ગટર લાઈન નાંખવાનું યાદ આવતા ફરી ખોદકામ કરવું પડ્યું હતું. 

વધુ વાંચોઃ સુભાષ બ્રિજ ખાતે 40 કરોડના ખર્ચે નવી RTO કચેરીનું નિર્માણ, લોકોને મળશે અનેક સુવિધા

6 મહિનાથી ચાલતું કાર્ય ક્યારે થશે પૂર્ણ
હાલ તો વ્હાઈટ ટોપિંગ રોડ સોસાયટીથી ઉંચો લાગી રહ્યો છે. જો કે તંત્રનો દાવો છે કે રોડને ખોદીને જ બનાવવામાં આવે છે. અને જો કોઈ ખામી રહી ગઈ હશે તો તેને સુધારી લેવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Jodhpur ahmedabad white topping Road અમદાવાદ માથાનો દુઃખાવો રહીશો પરેશાન વ્હાઈટ ટોપિંગ રોડ ahmedabad
Vishal Khamar
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ