બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / While taking a bath in Ganga IAS officer slipped in water, search operation is on

દેવપ્રયાગ / ગંગામાં સ્નાન કરતાં સમયે પગ લપસ્યો તણાઇ ગયા IAS અધિકારી, ચિંતામાં પત્ની અને દીકરીની હાલત ખરાબ, સર્ચ ઓપરેશન ચાલુ

Megha

Last Updated: 01:26 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ વિભાગમાં ફરજ બજાવતા ચંદીગઢના રહેવાસી જગરાજ પરિવાર સાથે દેવપ્રયાગ પહોંચ્યા હતા. સંગમ પર સ્નાન કરતી વખતે તેઓ લપસી ગયા હતા અને ગંગાના જોરદાર પ્રવાહમાં તે વહી ગયા હતા.

  • કૃષિ વિભાગમાં ફરજ બજાવતા જગરાજ દાંડી ગંગાના જોરદાર પ્રવાહમાં વહી ગયા
  • સંગમ પર સ્નાન કરતી વખતે તેઓ લપસી ગયા હતા
  • અકસ્માત થયા બાદથી રેસ્ક્યુ ટીમ તેમને શોધી રહી છે

હરિયાણાના કૃષિ વિભાગમાં ફરજ બજાવતા અને ચંદીગઢના રહેવાસી 54 વર્ષના જોઈન્ટ ડાયરેક્ટર જગરાજ દાંડી તેમની પત્ની નીતા અને પુત્રી સાથે બુધવારે ઋષિકેશની મુલાકાતે આવ્યા હતા. અહીંથી ગુરુવારે જગરાજ પરિવાર સાથે દેવપ્રયાગ પહોંચ્યા હતા. અલકનંદા અને ભાગીરથીના સંગમ પર સ્નાન કરતી વખતે તેઓ લપસી ગયા હતા અને ગંગાના જોરદાર પ્રવાહમાં તે વહી ગયા હતા.

આ દ્રશ્ય જોઈ પત્ની અને પુત્રી જોર જોરથી રડવા લાગ્યા. પોતાના પતિને આંખો સામે વહેતા જોઈને નીતાની હાલત રડતાં રડતાં ખરાબ થઈ ગઈ છે. ઘટના બાદથી પુત્રી ડરી ગઈ હતી.

અચાનક સંગમ કિનારે પગ લપસી ગયો અને અકસ્માત થયો ત્યાર બાદથી રેસ્ક્યુ ટીમ તેમને શોધી રહી છે પરંતુ હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. જણાવી દઈએ કે હરિયાણા કૃષિ વિભાગમાં ફરજ બજાવતા અને ચંદીગઢના રહેવાસી સંયુક્ત નિર્દેશક ગજરાજ દાંડી ગુરુવારે ઋષિકેશથી દેવપ્રયાગ પહોંચ્યા હતા. પરંતુ પરિવારને થોડી ખબર હતી કે આ ખુશીઓ શોકમાં ફેરવાઈ જશે. 

શુક્રવારે NDRFની ટીમ સર્ચ ઓપરેશન ચલાવશે
ઘટના બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સંગમ ખાતે સ્નાન કરી રહેલા અન્ય લોકોએ પોલીસને ઘટનાની જાણ કરી હતી. આ પછી, થાણા દેવપ્રયાગ પોલીસ, પાણી પોલીસ શ્રીનગર અને એસડીઆરએફની સંયુક્ત ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પરંતુ મોડી સાંજ સુધી જગરાજનો કોઇ પત્તો લાગ્યો ન હતો. દેવપ્રયાગ પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર દેવરાજ શર્માએ જણાવ્યું કે NDRFની 22 સભ્યોની ટીમ દેહરાદૂનથી ઘટનાસ્થળે જવા રવાના થઈ ગઈ છે. આ ટીમ શુક્રવારે સવારથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ