ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Whether India is on the right track under Modi's leadership or not, Varun Gandhi was invited from Oxford, made a big decision

રાજનીતિ / મોદીની લીડરશીપમાં ભારત સાચા માર્ગે છે કે નહીં, ઓક્સફોર્ડથી વરુણ ગાંધીને આવ્યું આમંત્રણ, લીધો મોટો નિર્ણય

Published By: Vishal Khamar

Last Updated: 11:15 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરુણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીના આમંત્રણને ફગાવી દેતા કહ્યું છે કે તેઓ નથી માનતા કે દેશની આંતરિક બાબતો અને વિષયોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેર કરવા યોગ્ય રહેશે.

ADVERTISEMENT

  • વરૂણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિ. માં ભાષણ આપવા જવા માટે ના કહી દીધી
  • દરેક બાબતો અને વિષયોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેર કરવું યોગ્ય નથીઃ વરુણ ગાંધી
  • શાસક પક્ષે રાહુલની ટિપ્પણીને ભારતીય લોકતંત્ર માટે અપમાનજનક ગણાવી

ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ભાષણ આપવાનું આમંત્રણ માટે સ્પષ્ટ ના કહી દીધી છે . ઓક્સફર્ડ યુનિવર્સિટીને લખેલા જવાબમાં તેણે કહ્યું છે કે દેશની આંતરિક બાબતો અને વિષયોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર શેર કરવું યોગ્ય નથી. વરુણ ગાંધીને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સાચા માર્ગ પર છે કે નહીં' વિષય પર આયોજિત ચર્ચામાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી હતી.
વરુણે કહ્યું છે કે દરેક જીવંત લોકશાહી તેના નાગરિકોને મુદ્દાઓ સાથે જોડાવા માટે સ્વતંત્રતા અને તક આપે છે. પરંતુ આંતરરાષ્ટ્રિય મંચ પર સ્થાનિક પડકારોનો સામનો કરવાની કોઈ ક્ષમતા કે પ્રામાણિકતા જણાતી નથી અને આ પ્રકારનું પગલું શરમજનક કૃત્ય હશે. તેમણે કહ્યું કે વિદેશની ધરતી પર દેશ વિશે વાત કરવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે ભારત વિકાસ અને સર્વસમાવેશકતાના સાચા માર્ગ પર છે.
વરુણે ઓક્સફર્ડનું આમંત્રણ ઠુકરાવી દીધું
એક સૂત્રએ જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવનાર વરુણે આમંત્રણ નકારી કાઢ્યું હતું કારણ કે ઓક્સફર્ડ યુનિયન ઈચ્છે છે કે તે પ્રસ્તાવની વિરુદ્ધ બોલે કે 'આ ગૃહ માને છે કે મોદીનું ભારત સાચા માર્ગ પર છે'. વાસ્તવમાં, આ આમંત્રણ યોગાનુયોગ એવા સમયે આવ્યું છે જ્યારે તેમના પિતરાઈ ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની લંડન મુલાકાત દરમિયાન કરેલી તાજેતરની ટિપ્પણીઓને લઈને ચર્ચા ગરમ છે.

શાસક પક્ષે રાહુલની ટિપ્પણીને ભારતીય લોકતંત્ર માટે અપમાનજનક ગણાવી છે. એપ્રિલ અને જૂન વચ્ચે પ્રસ્તાવિત ચર્ચા માટેનું આમંત્રણ એસોસિએશનના પ્રમુખ મેથ્યુ ડિક વતી ભાજપના સાંસદને મોકલવામાં આવ્યું હતું.

 

સંકળાયેલા મુદ્દાઓ

Invitation Varun Gandhi declined the invitation oxford university rahul gandhi આમંત્રણ આમંત્રણને ફગાવ્યું ઓક્સફર્ડ યુનિવર્સિટી રાહુલ ગાંધી વરૂણ ગાંધી politics

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ