બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Whether eaten raw or cooked beets are very beneficial for your health

હેલ્થ ટિપ્સ / પેટના કેન્સરમાં રાહત, ચયાપચયને મજબૂત... અનેક ફાયદાઓથી ભરપૂર છે આ ‘સુપરફૂડ ટાઈટન

Kishor

Last Updated: 07:02 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીટ કાચું ખાઓ કે રાંધીને, તે તમારા સ્વાસ્થ્ય  માટે ખૂબ લાભદાયક છે. તે સામાન્ય રીતે બીટરૂટ અથવા સલાડ તરીકે ઓળખાય છે.

  • ભોજનમાં બીટનો સમાવેશ કરવો ઉત્તમ
  • પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે બીટ
  • .બીટરૂટના સેવનથી ઓસ્ટિઓઆર્થ્રાઇટિસના દુખાવામાં મળે છે રાહત

બીટને શરીર માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. તે સામાન્ય રીતે બીટરૂટ અથવા સલાડ તરીકે ઓળખાય છે.અમુક સંયોજન અને ખનિજની હાજરીના કારણે બીટ ઔષધીય ગુણધર્મ ધરાવે છે. તેથી તમારા ભોજનમાં બીટનો સમાવેશ કરવો ઉત્તમ રહેશે. બીટ એટલાં પોષણથી ભરેલુંં છે કે તેને સુપરફૂડ ટાઇટન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આવો જાણીએ બીટનું સેવન કરવાના કેટલાક ફાયદા વિસ્તારથી.

એક બીટ દૂર કરશે અનેક બિમારીઓ | health benefits of beetroot

બીટરૂટ્સ બીટાલાઇન્સ તરીકે ઓળખાતા ફાયટોન્યુટ્રિએન્ટ્સથી ભરેલાં હોય છે. જે તેનામાં એ‌િન્ટઓકિસડન્ટની પૂરતી હાજરીનું કારણ છે. તેના બળતરા વિરોધી ગુણધર્મોના લીધે તીવ્ર બળતરા ટાળી શકાય છે. બીટરૂટના સેવનથી ઓસ્ટિઓ આર્થ્રાઇટિસના દુખાવામાં રાહત મળે છે.

પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે

બીટરૂટ્સ એ તમારા આહારમાં ફાઈબરનો ઉત્તમ સ્રોત છે. એક કપ બીટરૂટમાં ગ્લુટામાઇન, એમિનો એસિડ્સ અને ૩.૪ ગ્રામ ફાઇબર હોય છે, જે તમારા આંતરડાના આરોગ્ય માટે લાભદાયક છે. આમ, કબજિયાત, આંતરડાંમાં બળતરા તેમજ પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે અને ચયાપચયને મજબૂત બનાવે છે. બીટરૂટમાં કેલરી ઓછી હોવા છતાં તેના સેવનથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

Topic | VTV Gujarati

રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે
બીટરૂટમાં હાજર નાઈટ્રેટ્સ સંજ્ઞાત્મક કાર્યમાં સુધારો કરે છે. તે રુધિરવાહિનીઓને પાતળી કરવામાં મદદ કરે છે અને મગજમાં સરળ રક્ત પ્રવાહમાં મદદ કરી મગજમાં લોહીનો પ્રવાહ વધારે છે, જેથી મગજનું સ્વાસ્થ્ય સારું રહે છે.બીટરૂટમાં હાજર નાઇટ્રેટ ખાતરી કરે છે કે તમારું હૃદયનું આરોગ્ય સારું છે. તેઓ બ્લડ પ્રેશર ઓછું કરવા, હૃદયરોગના હુમલાઓ અને હૃદયરોગની બીમારીઓથી રક્ષણ આપે છે.

બીટનું સલાડ, જ્યૂસ અથવા બીટની છાલ કે તેનાં પાંદડાં પણ ફાયદાકારક

બીટમાં ભરપૂર ફાઇબર હોવાના કારણે શરીરમાં શ્વેત રક્તકણોની ઉત્પત્તિને સરળ બનાવે છે, જે કોઈ પણ અસામાન્ય કોષની વૃદ્ધિને દૂર કરે છે. બીટરૂટ્સ વિટામિન-બી૬, વિટામિન-સી, ફોલિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફરસથી ભરપૂર છે. બીટનું સલાડ, જ્યૂસ અથવા બીટની છાલ કે તેનાં પાંદડાંનું પણ સેવન કરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ