બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / Where will unseasonal rain wreak havoc in Gujarat today? What about Mawtha's loss?, India won again

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં આજે ક્યાં ક્યાં કમોસમી વરસાદ વેરશે વિનાશ? માવઠાની નુકસાનીનો તાગ શું?, ફરી ભારત જીત્યું

Vishal Khamar

Last Updated: 11:12 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હતી. લગ્ન પ્રસંગમાં વરસાદ વિઘ્ન બન્યો હતો. ટી-20 મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરી ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું.

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ ગુજરાતનાં 220 તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર, દક્ષિણ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક વ્યાપી જવા પામી હતી. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતે મહામહેનતે ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું હતું.

Mawtha worry! The Chief Minister, who visited Japan, spoke to the Agriculture Minister, made a telephonic review about the...

 ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. જાપાન પ્રવાસે ગયેલા મુખ્યમંત્રીએ કૃષિમંત્રી સાથે વાતચીત કરી હતી. તેમજ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. 

This is not a hill station, this is our Rajkot! People were seen playing with making snowballs

રાજકોટના માલિયાસણના બ્રિજ ઉપર કરા સાથે વરસાદ બાદ બરફની ચાદર છવાઈ ગઈ છે. અહીં હિલસ્ટેશન જેવો માહોલ બનતા લોકો પણ પ્રકૃતિનો આનંદમાણવા માલિયાસણના બ્રિજ પર પહોંચ્યા હતા. બ્રિજ પર પહોંચી લોકો એક બીજા પર બરફના ગોળા બનાવી ફેંકીને આનંદ માણી રહ્યા હતા. બ્રિજ બરફના ચાદરથી ઢંકાઈ ગયો હોય શિમલા-મનાલી જેવા દ્રશ્યો બન્યા હતા.  

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ભાવનગર, વલસાડ, ગીર સોમનાથ, મોરબી, બનાસકાંઠામાં પવન સાથે કમોસમી મૂસીબત ભર્યો વરસાદ વરસ્યો છે. જેના પગલે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. શિહોર તાલુકાના વરલ ગામે ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે ઘઉં, ડુંગળી, બાજરીના પાકને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

Due to torrential unseasonal rains, weddings in Gujarat have been spoiled

રાજ્યમાં અત્યારે વરસાદ મુશ્કેલીઓ લઈને આવ્યો છે. ઠેર ઠેર વરસાદી માહોલના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે તેમજ સ્વેટર ઉપર રેઈન કોટ પહેરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે વરસાદ વિઘ્ન બન્યો છે. કમોસમી મુસીબતે લગ્ન આયોજકોને મોટી મુશ્કેલીમાં મુકી દીધા છે. અમદાવાદ શહેરમાં કમોસમી વરસાદથી થલતેજના સમૂહ લગ્ન પ્રસંગમાં વિક્ષેપ થયો છે. થલતેજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં આવેલા 2500થી વધુ લોકો હેરાન પરેશાન થયા છે. વરસાદના લીધે તમામ સામગ્રી પલળી જતા મુશ્કેલી પડી રહી છે.  આયોજકોએ જણાવ્યું કે, વરસાદના પ્રકોપના કારણે લગ્નનો માહોલ બગડ્યો છે 

14 people died due to unseasonal rains in the state

શિયાળાની શરૂઆતમાં જ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. જે આગાહી આજે સાચી પડી છે. જેના ભાગરૂપે આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં માવઠું મુસીબત બનીને ત્રાટકી રહ્યું છે. આભની અટારીએથી ઉપાધિના ઘોડાપૂર ઉમટતા ખેડૂતો સહિત તમામ વર્ગ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે આ માવઠાની મોકાણ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વીજળી પડવાથી રાજ્યમાં અત્યાર સુધીમાં 14 માણસોના મોત થયાનું બહાર આવ્યું છે.

Image

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જાપાન પહોંચેલા ગુજરાતના હાઈ લેવલ ડેલીગેશને તેની મુલાકાતનો પ્રારંભ યામાનાશી ગવર્નરશ્રી કોટારો નાગાસાકી સાથેની બેઠકથી કર્યો હતો. યામાનાશી હાઈડ્રોજન કંપનીની મુલાકાત મુખ્યમંત્રી અને ડેલિગેશને યામાનાશી ગવર્નર સાથે લઈને ગ્રીન હાઈડ્રોજન સેકટરમાં પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ પોટેન્શિયલ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળે આ પ્લાન્ટનું નિરીક્ષણ કરીને વિશેષતાઓ જાણી હતી. યામાનાશી હાઈડ્રોજન કંપનીના ગ્રીન હાઈડ્રોજનના સપ્લાય, સેલિંગ અને સર્વિસિંગ પ્રક્રિયાનું ડેમોન્સ્ટ્રેશન પણ તેમણે નિહાળ્યું હતું. યામાનાશી હાઈડ્રોજન કંપની આ ડેમોન્સ્ટ્રશન સહિત ગ્રીન હાઈડ્રોજનમાં અન્ય ઈનિશિયેટિવ્ઝ થી આગામી વાઈબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ઉત્સુક છે તેમ તેમણે જણાવ્યું હતું. યામાનાશી ગવર્નરએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ડેલીગેશનનો ઉષ્માસભર આવકાર કરતા આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ સુદ્રઢ બનાવશે તેવી અપેક્ષા દર્શાવી હતી. તેમણે જાપાન ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં જે નવા અભિગમો અપનાવી રહ્યું છે તેનું વિસ્તૃત પ્રેઝન્ટેશન ડેલિગેશન સમક્ષ કર્યું હતું.

Former DYCM Nitin Patel will now hold the post: Form filled in APMC

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, નીતિન પટેલને કડી APMCમાં મોટું પદ મળશે. વિગતો મુજબ કડી APMCની 15 બેઠકો માટે 85 ઉમેદવારો મેદાને છે. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખરીદ વેચાણ મંડળીમાંથી ઉમેદવારી નોંધાવી છે. જોકે અહી મહત્વનું છે કે, એક માત્ર નીતિન પટેલનું ફોર્મ ભરાતાં નીતિન પટેલ બિનહરીફ બન્યા છે.

Ahmedabad flight diverted due to heavy wind in Surat
ફાઈલ ફોટો

એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. વરસાદને લઈને બેંગ્લોરથી સુરત આવતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી. સુરત એરપોર્ટ પર ઉતરાણ માટે ફલાઇટને મુશ્કેલી પડી હોવાથી આકાશમાં 6 રાઉન્ડ ફર્યા બાદ ફલાઇટ અમદાવાદ રવાના કરવામાં આવી હતી. સુરતના હવાઈ મુસાફરોનું અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ થયું હતું.

percent more voting in rajasthan assembly elections will power or customs change what does 20 years of voting trend say

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીની 199 બેઠકો પર મતદાન થઈ ગયું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રાજ્યમાં કુલ 74.96 ટકા મતદાન થયું છે. શનિવારે રાજ્યમાં 74.13 ટકા મતદાન થયું હતું. જ્યારે પોસ્ટલ બેલેટ અને હોમ વોટિંગ દ્વારા 0.83 ટકા મતદાન થયું હતું. 2018ની ચૂંટણીમાં રાજસ્થાનમાં 74.06 ટકા મતદાન થયું હતું એટલે કે આ વખતે ચૂંટણીમાં 0.9 ટકા વધુ મતદાન થયું છે. તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા છે. આ સાથે છેલ્લા 20 વર્ષનો વોટિંગ ટ્રેન્ડ પણ કહે છે કે જ્યારે પણ મતદાનની ટકાવારી ઘટી છે ત્યારે તેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે, જ્યારે ભાજપને મતદાનની ટકાવારી વધવાનો ફાયદો મળ્યો છે. આ વખતે ચૂંટણીમાં 5.25 મતદારો હતા અને 1863 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. હવે પરિણામ 3 ડિસેમ્બરે આવશે અને પછી જ ખબર પડશે કે રાજસ્થાનમાં પરંપરા ચાલુ રહે છે કે પછી ગેહલોત સરકાર પરંપરા તોડવામાં સફળ રહે છે?

IPL 2024માં હાર્દિક પંડ્યાની મુંબઈ ઈંડિયંસમાં વાપસી ફાઇનલ: આ ખેલાડી બની શકે  ગુજરાતનો કેપ્ટન, રોહિતને લઈને પણ અટકળો તેજ / Hardik Pandya to return to  Mumbai ...

ખેલાડીઓની રિટેઈન કરવાની અંતિમ તારીખ 26મી નવેમ્બર રવિવાર હોવાથી આ સમય દરમિયાન જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા હતી. મળતી માહિતી મુજબ   રીટેન્શન શો દરમિયાન ગુજરાત દ્વારા  હાર્દિકને જાળવી રાખ્યો હોવાની સનસનાટીભરી જાહેરાત કરવામાં આવી હતી. આનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. જોકે, આ પછી પણ હાર્દિકના મુંબઈ જવાની આશા જીવંત રહી હતી કારણ કે રિટેન્શન-ડેડલાઈન પછી પણ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે. પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આગામી 2 કલાકમાં આ બધું થઈ જશે. સાંજે લગભગ 5.25 વાગ્યે, હાર્દિકને જાળવી રાખવાની જાહેરાત કરવામાં આવી અને પછી લગભગ 7.25 વાગ્યે એક ક્રિકેટ વેબસાઇટે જાહેર કર્યું કે હાર્દિક મુંબઈ પાછો ફર્યો છે.

IND VS AUS: India beat Australia in the second T20 match in a row, after the Indian batsmen, the bowlers did a great job

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને રને હરાવ્યું છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય બેટ્સમેનો બાદ બોલરોએ પણ શાનદાર બેટિંગ કરતા ઓસ્ટ્રિલાયની ટીમ ઘુંટણીએ પડી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી.  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી T20 મેચમાં જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ