બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Where were drugs worth Rs 180 crore seized in Gujarat, dangerous news for class 12 board students, earthquake of 5.6 magnitude

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં ક્યાંથી ઝડપાયું 180 કરોડનું ડ્રગ્સ, ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે અગત્યના ન્યૂઝ, 5.6 તીવ્રતાનો ભૂકંપનો ઝટકો

Vishal Khamar

Last Updated: 11:48 PM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ 2024 માં લેવાનાર બોર્ડની પરીક્ષા ફોર્મ ભરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો વર્લ્ડ કપ 2023 માં અત્યાર સુધી માત્ર બે ટીમોએ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. ભારત નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી લીધું છે.

Gujarat drugs den! 121 kg MD drugs worth Rs 180 crore seized from Vapi GIDC, know the story

રાજ્યમાં ડ્રગ્સની બદ્દીને નાબુદ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ડીઆરઆઈએ વાપી જીઆઈડીસીમાં આવેલ પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાંથી 180 કરોડનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ડીઆરઆઈએ 121 કિલોથી વધુ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. તેમજ ડીઆરઆઈએ એક આરોપી પાસેથી 18 લાખ રોકડા પણ ઝડપ્યા હતા. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનાં ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 6.11.2023 થી તા. 15.12.2023 નાં રોજ બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે. તેમજ ધો. 12 નાં તમામ પ્રવાહનાં એટલે કે રેગ્યુલર, રીપીટર વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાનાં રહેશે. 

સુરેન્દ્રનગર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ હાઇવે પરથી પસાર થઈ રહેલા પૂર્વ CM રૂપાણીના કાફલામાં સવાર પોલીસની પાયલોટિંગ કાર એક બાઇક સાથે અથડાતાં આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને પગમાં ઇજા પહોંચી હતી. જેને લઈ વિજય રૂપાણીએ ઇજાગ્રસ્ત વ્યક્તિની સારવાર માટેની વ્યવસ્થા કરી તેમને સારવાર માટે મોકલી આપ્યા હતા. 

દિવાળીનાં તહેવારને ગણતરીનાં દિવસે બાકી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા જુનિયર સ્કેલમાં ફરજ બજાવતા અધિકારીઓને દિવાળી ભેટ આપી છે. રાજ્યમાં અલગ અલગ જીલ્લા કક્ષાએ ફરજ બજાવતા વિવિધ અધિકારીઓની ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જુનિયર સ્કેલનાં નીચે ફરજ બજાવતા 27 કર્મચારીઓને બઢતી આપવામાં આવી છે. તેમજ તેમનાં દ્વારા હાલનાં હોદ્દા પર કામ કરવાનું ચાલુ રાખવા માટે નિમણૂંક કરવામાં આવી છે.

BIG NEWS: Banchhanidhi Pani becomes the new chairman of the Education Board

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે શાહે અચાનક રાજીનામું ધરી દેતા અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા એ.જે શાહનું રાજીનામું સ્વીકારી લીધું છે. ત્યારે આજે ગુજરાત માધ્યમિક. અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડનાં નવા ચેરમેન પદે બંછાનિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે.

Whether it is PNG or CNG, Gujarat is on top in the country, Petroleum Planning and Analysis Cell figures released, Atala CNG...

વર્ષ 2070 સુધીમાં દેશના કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવાની દિશામાં ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે. પરિણામે, ગુજરાત પ્રદૂષણ મુક્ત થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આજે, CNG સ્ટેશનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટૉપ પર પહોંચી ગયું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર જુલાઇ 2023 સુધીમાં, ગુજરાતમાં 1002 CNG સ્ટેશન છે, જેનું નેટવર્ક રાજ્યના 33 જિલ્લાઓને આવરી લે છે. 

દિલ્હી, તેની આજુબાજુના વિસ્તારો સહિત આખું ઉત્તર ભારત ભૂકંપનું એપિસેન્ટર બન્યું હોવાનું જણાઈ રહ્યું છે. એક અઠવાડિયામાં બીજી વાર દિલ્હી સહિત ઉત્તર ભારતમાં મોટો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી ગયા હતા. 

israel attack on hamas in gaza patti idf targets military compounds killed jamal musa

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે બરોબરનો કેર વર્તાવ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ઈઝરાયલી સુરક્ષા દળોએ ગાઝામાં ભીષણ હવાઈ હુમલાઓ કરીને હમાસના 450થી વધુ ઠેકાણા નેસ્તનાબૂદ કર્યાં હતા. ઈઝરાયલના હવાઈ હુમલામાં હમાસનો ખતરનાક આતંકી જમાલ મૂસા પણ માર્યો ગયો હતો. 

The Railway Men netflix webseries breathtaking trail is out, Bhopal Gas leak and Railway Connection story

બોલીવુડ એક્ટર ઈરફાન ખાનનાં નિધનને 3 વર્ષ થઈ ચૂક્યાં છે પણ એક્ટર આજે પણ પોતાના શાનદાર અભિનય માટે જાણીતા છે. હવે ઈરફાન બાદ તેમના પુત્ર બાબિલ ખાન અભિનયની શરૂઆત કરી રહ્યાં છે. તેમનો ડેબ્યૂ થઈ ચૂક્યો છે અને હવે તેમની અપકમિંગ વેબ સીરીઝનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ વેબ સીરીઝ ભોપાલ ગેસ અટેક અને રેલ્વેને લઈને સત્ય ઘટના પર આધારિત છે.

એક્ટ્રેસ રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ કેન્દ્ર સરકારે સોમવારે કહ્યું કે સરકાર નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઇન્ટરનેટનો ઉપયોગ કરીને તમામ ડિજિટલ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. આઈટીના નિયમો હેઠળ પ્લેટફોર્મે તેની સામે કાર્યવાહી કરવી પડશે, પ્લેટફોર્મની કાનૂની જવાબદારી છે. સુનિશ્ચિત કરજો કે કોઈ પણ યૂઝર ખોટી પોસ્ટ ન કરે.  જ્યારે યૂઝર અથવા સરકાર રિપોર્ટ કરે તો 36 કલાકની અંદર ફેક ન્યૂઝ કે પોસ્ટ દૂર કરી દેવી પડે છે. તેમણે રશ્મિકાના ડીપફેક વીડિયોને અતિ ખતરનાક ગણાવ્યો હતો. 

 icc world cup 2023 two teams are qualifed for semi finals and 4 teams are almost eliminated here is the full scenario

વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી માત્ર બે ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી દીધું છે. જેમાં પ્રથમ ટીમ ભારત છે અને બીજી ટીમ દક્ષિણ આફ્રિકા છે. ભારત નંબર 1 પર પોતાનું સ્થાન બનાવી લીધું છે. કારણ કે અત્યાર સુધીમાં તેણે 8 મેચમાંથી તમામ 8 જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે જ્યારે અન્ય એક પણે ટીમે અહીં સુધી પહોંચી શકી નથી. દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જ્યારે તે 8 મેચમાંથી 6 જીતી છે અને 2 હારી છે તેણે પણ 12 પોઈન્ટ મેળવ્યા છે.  સેમિફાઇનલમાં બે સ્થાન માટે મુખ્ય રેસ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે. 

Shakib and Shanto with the fifties as BAN beat SL by three wickets

શ્રીલંકાના બેટર એન્જેલો મેથ્યૂસનો ટાઈમ આઉટ વિવાદ બાંગ્લાદેશને ફળ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં બાંગ્લાદેશે શ્રીલંકાને 3 વિકેટ હરાવીને વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 279 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે 41.1 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવીને મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ 90 રન નઝમુલ હસન શાંટોએ બનાવ્યા હતા. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 82 રન બનાવ્યા હતા. વર્લ્ડ કપમાં બાંગ્લાદેશે સતત 6 મેચ હાર્યા બાદ આ જીત મેળવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ