બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:19 AM, 9 April 2024
આજથી એટલે કે 9 એપ્રિલે 2024થી ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. આ નવરાત્રીમાં દુર્ગા માતાના 9 સ્વરૂપોની પૂજાનો મહિમા છે. આ વર્ષની નવરાત્રી મંગળવારથી શરૂ થતી હોવાથી દુર્ગા માતા અશ્વ પર સવાર થઈને આવશે. ચૈત્રી નવરાત્રીના એકમે કળશ સ્થાપના કરવામાં આવે છે. જેથી અહીં તમને આ નવરાત્રીમાં કળશ સ્થાપનાના શુભ મુહૂર્ત વિશે માહિતી આપીશું.
ADVERTISEMENT
આજે કળશ સ્થાપન કરવું. આજે બે શુભ મુહૂર્ત છે. જેમાં પહેલુ મુહૂર્ત સવારે 6:02 મીનિટથી લઈને 10:16 મીનીટ સુધીનું છે. જ્યારે બીજું શુભ મુહૂર્ત 11:57 થી 12:48 મીનીટ સુધીનું છે. ઉલ્લેખનીય છે કે, આ ચૈત્રી નવરાત્રીની એકમ 8 એપ્રિલના રાતે 11:50 વાગ્યાથી શરૂ થાય છે અને 9મી એપ્રિલે સાંજે 8:30 વાગે પૂર્ણ થાય છે.
ADVERTISEMENT
-શૂભ મુહૂર્તમાં ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન ખુણામાં કળશ સ્થાપના કરો
ADVERTISEMENT
-જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય તે સ્થળને સાફ કરી ગંગાજળ છાંટો
-પૂજા સ્થળે લાલ કપડુ બિછાવી અક્ષષ અષ્ટદલ બનાવી દુર્ગા માતાની તસ્વીરની સ્થાપના કરો
ADVERTISEMENT
-કળશમાં પાણી,ગંગાજળ, રૂપિયાનો સિક્કો, દૂર્વા ઘાસ, હળદરની ગાંઠ, સોપારી રાખો
-કળશ પર 5 કેરીના પત્તા રાખી તેને શ્રીફળથી ઢાંકી દો
ADVERTISEMENT
-એક વાસણમાં માટી નાખી તેમાં જવ વાવી તેને કળશની પાસે રાખી દો
-દીવો કરી દુર્ગા માતા, ગણપતિ અને નવગ્રહનું આહવાહન કરો
ADVERTISEMENT
-નવ દિવસ સુધી સવાર-સાંજ માતાની આરતી કરી 'या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:' ના મંત્રનો ઝાપ કરો.
-નવ દિવસે નવ અલગ અલગ સ્વરૂપોની થશે પૂજા
09 એપ્રિલ 2024 - શૈલપુત્રી સ્વરૂપની થશે પૂજા
10 એપ્રિલ 2024 - બ્રહ્મચારિણી સ્વરૂપની થશે પૂજા
11 એપ્રિલ 2024 - ચંદ્રઘંટા સ્વરૂપની થશે પૂજા
12 એપ્રિલ 2024 - કુષ્માંડા સ્વરૂપની થશે પૂજા
13 એપ્રિલ 2024 - સ્કંદમાતા સ્વરૂપની થશે પૂજા
14 એપ્રિલ 2024 - કાત્યાયની સ્વરૂપની થશે પૂજા
15 એપ્રિલ 2024 - કાલરાત્રિ સ્વરૂપની થશે પૂજા
16 એપ્રિલ 2024 - મહાષ્ટમી,મહાગૌરી સ્વરૂપની થશે પૂજા
17 એપ્રિલ 2024 - મહાનવમી, સિદ્ધિદાત્રિ સ્વરૂપની થશે પૂજા
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.