બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Chaitri Navratri 2024 rules related to tulsi during navratri 2024

ધર્મ / તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો નવરાત્રિ દરમિયાન રાખજો આ બાબતોનું ધ્યાન, સુખ અને સમૃદ્ધિની થશે પ્રાપ્તિ

Arohi

Last Updated: 08:55 AM, 6 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chaitri Navratri 2024: જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો નવરાત્રિ વખતે અમુક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેના વિશેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જાણો તેના વિશે.

તુલસીના છોડને માતા લક્ષ્મીનું પ્રતીક રૂપ માનવામાં આવે છે. હિંદૂ ધર્મમાં માન્યતા રાખતા ઘણા લોકોના ઘરે તુલસીનો છોડ હોય છે. એવામાં નવરાત્રી વખતે માતા દુર્ગાના નવ રૂપોની પૂજા પણ કરવામાં આવે છે. એવામાં માતાજીના નવ રૂપોની સાથે તુલસીની પૂજા કઈ રીતે કરવી આવો જાણીએ. 

નવરાત્રીમાં આ રીતે કરો તુલસીની પૂજા
નવરાત્રી વખતે નવ દુર્ગાની પૂજાની સાથે જ તુલસીના છોડની પૂજા પણ તમારે કરવી જોઈએ. જે પણ સ્થાન પર તુલસીનો છોડ છે તે સ્થાનને પણ તમારે શુદ્ધ કરવું જોઈએ અને માતા દુર્ગાની સામે દીવો પ્રજ્વલિત કરવાની સાથે જ તુલસીની પાસે પણ એક દીવો કરવો જોઈએ.

ત્યાં જ જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમે નવરાત્રીમાં ખરીદી શકો છો. નવરાત્રીમાં તુલસીના છોડને ઘરે લાવવા અને તેની પૂજા કરવાથી વાસ્તુ સાથે જોડાયેલા દોષ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

તુલસી પૂજાના લાભ 

  • એવી માન્યતા છે કે નવરાત્રી વખતે તુલસીના સામે દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મી, ભગવાન વિષ્ણુના આશીર્વાદ આપણને પ્રાપ્ત થાય છે. માટે નવરાત્રીમાં દરરોજ તુલસીને પણ ધૂપ દીવો જરૂર કરવો જોઈએ. 
  • નવરાત્રીના નવ દિવસમાં જો તમે તુલસીની પણ પૂજા કરો છો તો તમને દરિદ્રતાથી મુક્તિ મળે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ ધ્યાન રાખો કે નવરાત્રિમાં જો તમે તુલસીની વિધિવિધાનથી પૂજા કરી રહ્યા છો તો તુલસીના પાનને તોડો નહીં. 
  • નવરાત્રિ વખતે જે પણ ગુરૂવાર આવે તે દિવસે તુલસીના છોડમાં પાણી અને કાચુ દૂધ અર્પિત કરો. એવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને પરિવારમાં કોઈ પણ પ્રકારના કલેશ દૂર થાય છે. 

વધુ વાંચો: આવનારી ચૈત્રી નવરાત્રીમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છૂટકારો, દૂર થશે નકારાત્મકતા

  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો દરરોજ સાંજે તુલસીના છોડના સોમે દિવો પ્રજ્વલિત કરવામાં આવે તો ઘરમાં ક્યારેય પણ ખરાબ શક્તિઓ પ્રવેશ નહીં કરી શકે. તેની સાથે જ ઘરમાં જો લોકો વારંવાર બીમાર પડે તો તુલસીના સામે દીવો કરવાથી દરેક સ્વાસ્થ્ય સમસ્યાથી છુટકારો મળે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Chaitri Navratri 2024 navratri 2024 tulsi તુલસી નવરાત્રી 2024 Chaitri Navratri 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ