બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Chaitra navratri 2024 remedies for follow in navratri for get rid of grah dosh and take prosperity
હિંદૂ માન્યતાઓમાં તહેવારોનું ખૂબ જ મહત્વ છે. તેમાં ચૈત્ર નવરાત્રીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી એપ્રિલ મહિનામાં 9 તારીખથી શરૂ થઈ રહી છે. આ વખતની નવરાત્રી ખરમાસમાં પડી રહી છે. માટે તેનું મહત્વ વધી જાય છે. ખરમાસમાં આવનાર ચૈત્ર નવરાત્રીમાં અમુક ઉપાયો કરવાથી તમે માતા દુર્ગાને ખુશ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. જાણો તે ઉપાયો વિશે.
ADVERTISEMENT

માતા દુર્ગાને અર્પિત કરો મોગરો
માતા દુર્ગાને ચડાવવામાં આવતા પુષ્પોની વાત કરવામાં આવે તો માતાજીને મોગરો અતિ પ્રિય છે. આ નવરાત્રીમાં તમે માતાને મોગરો અર્પિત કરીને તેમનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
ADVERTISEMENT
જવારામાં દાટી દો ચાંદીનો સિક્કો
નવરાત્રી વખતે જે જવારા રોપવામાં આવે છે તેની માટીમાં એક ચાંદીનો સિક્કો દાટી દો. નવરાત્રીમાં નોમના દિવસે તે સિક્કાને નિકાળીને ઘરની તિજોરીમાં મુકો દો. તેનાથી ઘરમાં ધન-સંપત્તી વધશે.
માતાને અર્પિત કરો લાલ ચંદન
ચૈત્ર નવરાત્રીમાં દુર્ગાની પૂજા કરતી વખતે તેમના ચરણોમાં લાલ ચંદન ચડાવો. તેમને ચડાવેલું ચંદન પોતાના મસ્તક પર જરૂર લગાવો. આમ કરવાથી લોકોની લાગેલી ખરાબ નજર ઉતરી જશે.
ADVERTISEMENT

ગ્રહ દોષ શાંત કરવા કરો આ ઉપાય
જો તમારા ઉપર કોઈ ગ્રહ દોષ લાગેલો છે તો તેને શાંત કરવા માટે ચૈત્ર નવરાત્રીના સમયે લાલ રંગના કપડામાં 5 કોડીઓ એક માટીના પાત્રમાં મુકીને તુલસીની પાસે મુકી દો. આ બધુ ગ્રહ દોષોને શાંત કરી દેશે.
ADVERTISEMENT
દુર્ગા સપ્તશનીનો પાઠ કરો
ચૈત્ર નવરાત્રીના સમયે માતા દુર્ગાને પ્રસન્ન કરવા માટે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ જરૂર કરો. માતા દુર્ગાના સ્ત્રોતનો પાઠ કરવાથી તે તમારા બધા કષ્ટોને દૂર કરી દેશે.
લાલ ફૂલથી ઘરની નકારાત્મક ઉર્જા કરો દૂર
ચૈત્ર નવરાત્રીમાં દુર્ગાની પૂજા અને સપ્તશતીનો પાઠ કર્યા બાદ રોજ એક લાલ ફૂલ લઈને તેને ઘરની પૂર્વ દિશામાં દાટી દો. 9 દિવસ સુધી આમ કરવાથી ઘરમાં હાજર બધા પ્રકારની નકારાત્મકતા નષ્ટ થઈ જશે.
ADVERTISEMENT

વધુ વાંચો: બસ હવે 5 દિવસ! આ રાશિઓ પર થશે દરિદ્ર યોગની 'ભારે' અસર, બેંક એકાઉન્ટ થશે તળિયા ઝાટક
ADVERTISEMENT
ચૌમુખી દિવો
એવી માન્યતા છે કે ચૈત્ર નવરાત્રીમાં માતા દુર્ગાની સામે ચૌમુખી દીવો કરવો જોઈએ. તેમાં સરસવના તેલનો ઉપયોગ કરો. માન્યતા છે કે સરસવના તેલનો દીવો કરવાથી રોકાયેલા કામ પુરા થઈ જાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.