બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / when schools will open decision

દિલ્હી / સ્કૂલો ક્યારથી ખૂલશે તેના પર આવ્યું શિક્ષણમંત્રીનું નિવેદન, 1 સપ્ટેમ્બરના મેસેજ પર સરકારે કરી સ્પષ્ટતા

Kavan

Last Updated: 11:35 PM, 13 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારીને લીધે દેશભરમાં શાળાઓ ખોલવા અંગે લાખો મા બાપ વિચારમગ્ન છે. તો કેટલાક જૂથે પ્રધાનમંત્રીને હાલમાં શાળા ન ખોલવાની અપીલ પણ કરી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગળ કોઇ નિર્ણય લેવાઇ શકે છે.

  • શાળા-કોલેજ ખોલવાને લઇને વાયરલ થયો મેસેજ
  • સરકારે કહ્યું હાલ કોઇ યોજના નથી 

ખાસ કરીને પ્રાથમિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવાની યોજના શું છે તે અંગે કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશંકે જણાવ્યું હતું કે, "અનલોક 3 ની માર્ગદર્શિકા હેઠળ ગૃહ મંત્રાલયે 31 ઓગસ્ટ સુધીમાં શાળાઓ, કોલેજો અને તમામ કોચિંગ સંસ્થાઓને બંધ રાખવાનો નિર્દેશ આપ્યો છે. આગામી સમયમાં ગૃહ મંત્રાલયની જે પણ માર્ગદર્શિકા આવશે તે મુજબ અમે નિર્ણય લઈશું. "

શિક્ષણ મંત્રી શાળા-કોલેજ નહીં ખોલવા રાજ્યોને કરી અપીલ 

પેરેન્ટ જૂથોએ પ્રધાનમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને હાલમાં શાળાઓ ન ખોલવા અપીલ કરી છે. બીજી તરફ, દિલ્હી સરકાર ઈચ્છે છે કે શાળાઓ વહેલી તકે ખોલવામાં આવે. દિલ્હી સરકારના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓએ શાળાએ જવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ફક્ત શાળાએ જ કરી શકાય છે.

હાલમાં, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશભરની તમામ શાળાઓ 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે. તેથી, શાળા ખોલવા અંગેનો કોઈપણ નવો નિર્ણય સપ્ટેમ્બર મહિના દરમિયાન જ લઈ શકાય છે.

1 સપ્ટેમ્બરથી શાળાઓ શરૂ થવાનો વાયરલ થયો મેસેજને લઇને ખુલાસો 

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયેલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે, પહેલી સપ્ટેમ્બરથી શાળાઓ ખુલી રહી છે. જો કે, કેન્દ્ર સરકારે આ અંગે ખુલાસો કર્યો હતો કે, ડિસેમ્બર મહિના સુધી શાળાઓ ખોલવાનો કોઇ જ ઇરાદો નથી. આ અંગે સરકારી ન્યૂઝ એજન્સીએ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, સરકાર હાલ અંગેનો કોઇ જ નિર્ણય લીધેલ નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

school કોરોના મહામારી શાળા-કોલેજો coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ