ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / When is Sheetala Ashtami? Know the auspicious time of this fast and the ritual of worship

ધર્મ / ક્યારે છે શીતળા આઠમ? જાણો આ વ્રતનું શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ

Published By: Vikram Mehta

Last Updated: 10:02 PM, 10 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બસૌડા આઠમ તરીકે ઓળખાતી શીતળા સાતમના દિવસે પૂજા કરવાથી તમામ બિમારીઓથી મળે છે છુટકારો.

ADVERTISEMENT

હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની આઠમને શીતળા આઠમ તરીકે ઓળખવામાં આવે છે. આ આઠમને બસૌડા આઠમ પણ કહે છે. શાસ્ત્ર અનુસાર હોળીના આઠમા દિવસે શીતળા આઠમનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે શીતશળા માતાની વિધિવત્ પૂજા કરીને વ્રત કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ વ્રત કરવાથી તમામ બિમારીઓથી છુટકારો મળે છે અને દીર્ઘાયું પ્રાપ્ત થાય છે. શીતળા આઠમના શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

માતા શીતળાનું સ્વરૂપ

શાસ્ત્રો અનુસારા માતા શીતળાના સ્વરૂપને કલ્યાણકારી માનવામાં આવે છે અને તેઓ ગર્દભમાં બિરાજમાન હોય છે. માતા શીતળાના હાથમાં ઝાડૂ, કળશ, સૂપ અને લીમડાના પાન હોય છે. 

શીતળા આઠમની તિથિ અને શુભ મુહૂર્ત

ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની શીતળા આઠમનો આરંભ: 15 માર્ચના રોજ સવારે 12:09 વાગ્યાથી આ તિથિનો પ્રારંભ થશે. 

ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની શીતળા આઠમની સમાપ્તિ: 16 માર્ચના રોજ રાત્રે 10:04 વાગ્યે આ તિથિની સમાપ્તિ થશે.

શીતળા આઠમની પૂજાનું શુભ મુહૂર્ત: સવારે 6:20 વાગ્યાથી સાજે 06:35 વાગ્યા સુધી

શીતળા માતાને ઠંડા ભોજનનો થાળ

શાસ્ત્રો અનુસાર શીતળા માતાને વાસી ભોજનનો થાળ ધરાવવામાં આવે છે. આ ભોજન સાતમના રોજ સાંજે બનાવવામાં આવે છે. ચોખા અને ગોળ અથવા ચોખા અને શેરડીનો રસ મિશ્ર કરીને આ ભોજન બનાવવામાં આવે છે. ઉપરાંત થળમાં ગળી રોટલી પણ મુકવામાં આવે છે. 

શીતળા આઠમની પૂજા

શીતળા આઠમના એક દિવસ પહેલા ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની સાતમના રોજ સ્નાન કર્યા બાદ રસોડું સાફ કરી લો. જેથી શુદ્ધતા સાથે માતા શીતળા માટે થાળ બનાવી શકાય. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ગળી રોટલી અને ગળ્યા ભાત બનાવી લો. 

આઠમના દિવસ સવારે ઉઠીને તમામ કામ પૂર્ણ કર્યા બાદ સ્નાન કરીને ચોખ્ખા કપડા પહેરી લો. હવે માતા શીતળાનું ધ્યાન ધરીને વ્રતનો સંકલ્પ લો. સંકલ્પ લેવા માટે માતા શીતળાના ફોટો અથવા મૂર્તિ સામે બેસીને હાથમાં ફૂલ, ચોખા અને સિક્કો લો અને મનમાં મંત્ર (श्मम गेहे शीतलारोगजनितोपद्रव प्रशमन पूर्वकायुरारोग्यैश्वर्याभिवृद्धिये शीतलाष्टमी व्रतं करिष्येश्'।) નો જાપ કરીને સંકલ્પ લો.

સંકલ્પ લઈને હાથમાં જે પણ વસ્તુ છે, તે વસ્તુ માતાના ચરણોમાં સમર્પિત કરી દો. ત્યારબાદ માતા શીતળાને ફૂલ, માળા, સિંદૂર, શૃંગાર અર્પણ કરો તથા થાળ ધરાવો અને જળ અર્પણ કરો. ઘીનો દીવો કરીને શીતળા સ્તોત્રના પાઠ કરો. વિધિવત્ પૂજા કર્યા બાદ આરતી કરો અને ભૂલ ચૂક થઈ હોય તેની માફી માંગી લો. રાત્રે જાગરણ કરો અને જે થાળ ધરાવેલ હતો તેનું પ્રસાદ તરીકે ગ્રહણ કરો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Dharma news Sheetala Ashtami Sheetala Ashtami Pooja Dharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ