બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Whatsapp is going to end support for these smartphones check is yours is in the list

અપડેટ / WhatsApp યૂઝર્સ માટે માઠા સમાચાર, હવે આ સ્માર્ટફોનમાં નહીં ચાલે વૉટ્સએપ

Published By: Dhruv

Last Updated: 04:43 PM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયાથી સતત સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યાં છે. સંભળાઇ રહ્યું છે કે સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ તેમનાં સ્માર્ટફોન પર કામ નહીં કરે. એવું સામે આવ્યું કે વૉટ્સએપ કેટલાંક એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે પોતાનો સપોર્ટ ખતમ કરવા જઇ રહ્યું છે. વૉટ્સએપ તરફથી સામે આવી રહેલી નવી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનને હવે મેસેજિંગ એપ તરફથી રેગ્યુલર અપડેટ્સ નહીં મળે.

  • જો આપની પાસે iOS 8માં વૉટ્સએપ છે ઇન્સ્ટોલ તો તેને યૂઝ કરી શકશો
  • એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનને મેસેજિંગ એપથી નહીં મળે રેગ્યુલર અપડેટ્સ
iOS 8
iOS 8

WABetaInfo તરફથી કરવામાં આવેલા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે iOS 8 અથવા આનાંથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા આઇફોન માટે વૉટ્સએપ (WhatsApp) સપોર્ટ ખતમ કરવામાં આવી રહ્યું છે. આ જ વાત એન્ડ્રોઇડ 2.3.7 અને આનાંથી જૂની ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર પણ લાગુ થાય છે અને તેને પણ રેગ્યુલર વૉટ્સએપ અપડેટ્સ નહીં મળે. iOS 8 અથવા જૂનો OS ઉપયોગ કરી રહેલ આઇફોન યૂઝર્સ માટે અને એન્ડ્રોઇડ 2.3.7 અથવા જૂનો OS ઉપયોગ કરી રહેલા એન્ડ્રોઇડ યૂઝર્સ માટે વોટ્સએપ કંપૈટિબિલિટી સંપૂર્ણ રીતે 1 ફેબ્રુઆરી, 2020ને ખતમ કરી દેવાશે.

અનઇન્સ્ટોલ ન કરો વૉટ્સએપ
iOS 8 ઓપરેટિંગ સિસ્ટમ પર વૉટ્સએપ ચલાવી રહેલા યૂઝર્સ માટે એક રાહત જરૂર છે. WABetaInfo એ ટ્વિટમાં લખ્યું કે, 'નો સપોર્ટ ફોર iOS 8! જો આપની પાસે iOS 8માં વૉટ્સએપ ઇન્સ્ટોલ છે તો આપ તેને યૂઝ કરી શકશો પરંતુ એર વાર એપ અનઇન્સ્ટોલ થયા બાદ તેને ઇન્સ્ટોલ કરીને એકાઉન્ટ વેરિફાઇ નહીં કરી શકાય. iOS 8 માટે કંપેટિબિલિટી 1 ફેબ્રુઆરી 2020નાં તો બીજી વિન્ડોઝ ફોન માટે 31 ડિસેમ્બર 2020ને ખતમ કરી દેવાશે.' જરૂરી છે કે જો આપનાં એવા ડિવાઇસમાં વૉટ્સએપ ઇન્સ્ટોલ છે તો તેને ડિલીટ ન કરો.

WhatsApp
WhatsApp (વૉટ્સએપ)

આ OS માટે સપોર્ટ ખતમ
WABetaInfo તરફથી શેર કરવામાં આવેલ નોટમાં જણાવવામાં આવ્યું કે આ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારી ડિવાઇસ પર આપ નવા વૉટ્સએપ એકાઉન્ટ્સ નહીં ક્રિએટ કરી શકશો અને વર્તમાન એકાઉન્ટને વેરિફાઇ પણ નહીં કરી શકો. જો કે, આની પર પહેલેથી જ ઇન્સ્ટોલ અને સેટઅપ થવા પર વૉટ્સએપ કામ કરતું રહેશે.

- એન્ડ્રોઇડ વર્ઝન 2.3.7 અથવા તેનાંથી જૂનું (1 ફેબ્રુઆરી, 2020 સુધી)
- iOS 8 અથવા તેનાંથી જૂનું વર્ઝન (1 ફેબ્રુઆરી, 2020 સુધી)
- વિન્ડોઝ ફોન ઓપરેટિંગ સિસ્ટમ પણ 31 ડિસેમ્બર, 2019 બાદ કામ કરવાનું બંધ કરી દેશે અને વૉટ્સએપને માઇક્રોસોફ્ટ સ્ટોરથી પણ હટાવી દેવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Technology WhatsApp iOS 8 વૉટ્સએપ વોટ્સએપ WhatsApp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ