ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp ગ્રુપમાં જરૂરી મેસેજ રહી જાય છે નજર બહાર? 4 નવા ફીચર્સથી હવે નહીં ચૂકો કોઈ મહત્વનો મેસેજ, જાણો કેવી રીતે કરશે મદદ!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / WhatsApp ગ્રુપમાં જરૂરી મેસેજ રહી જાય છે નજર બહાર? 4 નવા ફીચર્સથી હવે નહીં ચૂકો કોઈ મહત્વનો મેસેજ, જાણો કેવી રીતે કરશે મદદ!

Last Updated: 10:38 PM, 31 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વોટ્સએપે ગ્રુપ ચેટને વધુ સુવિધાજનક બનાવવા માટે પરમેનન્ટ પિન, ચેટ હિસ્ટ્રી શેરિંગ, ગ્રુપ સ્ટેટસ અને અનરીડ ફિલ્ટર જેવા 4 નવા ફિચર્સ રજૂ કર્યા છે.

1/5

photoStories-logo

1. WhatsApp ગ્રુપમાં જરૂરી મેસેજ રહી જાય છે નજર બહાર? 4 નવા ફીચર્સથી હવે નહીં ચૂકો કોઈ મહત્ત્વનો મેસેજ, જાણો કેવી રીતે કરશે મદદ!

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે પોતાના વપરાશકર્તાઓ માટે ચાર નવા અત્યાધુનિક ફિચર્સ રજૂ કર્યા છે. આ નવા અપડેટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રુપ ચેટનો ઉપયોગ પહેલા કરતાં વધુ સરળ અને અનુકૂળ બનાવવાનો છે. હવે કોલેજ, ઓફિસ કે કૌટુંબિક ગ્રુપમાં મહત્વપૂર્ણ સંદેશા શોધવા અને નવા સભ્યોને અગાઉની ચર્ચા સાથે જોડવા અત્યંત આસાન બની જશે. આ નવા અપડેટમાં પરમેનન્ટ મેસેજ પિન, ચેટ હિસ્ટ્રી શેરિંગ, ગ્રુપ સ્ટેટસ અને અનરીડ મેસેજ ફિલ્ટર જેવા મહત્વપૂર્ણ ફિચર્સનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. પરમેનન્ટ મેસેજ પિન

વોટ્સએપ પર હવે અગત્યના સંદેશાને લાંબા સમય સુધી ચેટમાં સૌથી ઉપર રાખી શકાશે. અગાઉ પિન કરવામાં આવેલા મેસેજ ચોક્કસ સમય મર્યાદા બાદ આપમેળે હટી જતા હતા, પરંતુ આ નવા ફિચર અંતર્ગત મેસેજ ત્યાં સુધી પિન રહેશે, જ્યાં સુધી કોઈ સભ્ય તેને પોતાની રીતે અનપિન ન કરે. આનાથી ગ્રુપના તમામ સભ્યો જરૂરિયાતની માહિતી સરળતાથી જોઈ શકશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. નવા સભ્યો સાથે જૂની ચેટ શેરિંગ

હવે ગ્રુપમાં કોઈ નવા સભ્ય જોડાય ત્યારે તેને ભૂતકાળની ચર્ચાથી માહિતગાર કરવા વધુ સરળ બનશે. ગ્રુપ એડમિન અથવા અન્ય કોઈ સભ્ય નવા જોડાયેલા સભ્ય સાથે વિતેલા કેટલાક દિવસોની ચેટ હિસ્ટ્રી શેર કરી શકશે. આ માટે ચેટમાં તે વ્યક્તિના નામ પર ક્લિક કરવાનું રહેશે. પ્લેટફોર્મના જણાવ્યા અનુસાર, શેર કરવામાં આવેલી આ ચેટ પણ સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ અને સુરક્ષિત રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ગ્રુપ માટે અલગ સ્ટેટસ

વોટ્સએપનું નવું ગ્રુપ સ્ટેટસ ફિચર કોઈ ચોક્કસ ગ્રુપ સાથે જ અપડેટ શેર કરવાની વિશેષ સુવિધા આપે છે. ઉદાહરણ તરીકે, કૌટુંબિક ગ્રુપ અથવા રનિંગ ક્લબ માટે અલગથી સ્ટેટસ મૂકી શકાશે. ગ્રુપના સભ્યો તે સ્ટેટસ પર પોતાની પ્રતિક્રિયા આપી શકે છે અને પોતાનું સ્ટેટસ પણ ઉમેરી શકે છે. આ તમામ અપડેટ્સ 24 કલાક પૂર્ણ થયા બાદ આપમેળે દૂર થઈ જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. અનરીડ મેસેજ ફિલ્ટર

મોટા ગ્રુપમાં મહત્વપૂર્ણ સંદેશા શોધવાનું હવે વધુ સરળ બનશે. આ નવા ફિલ્ટરની મદદથી તે તમામ અણવાંચેલા સંદેશાઓ જોઈ શકાશે, જ્યાં તમને ટેગ કરવામાં આવ્યા હોય અથવા તમારા મેસેજનો જવાબ આપવામાં આવ્યો હોય. આમાં એટ-ઓલ (@all) મેસેજનો પણ સમાવેશ થાય છે, જેનાથી અગત્યની વાતચીત પર તુરંત ધ્યાન કેન્દ્રિત કરવું આસાન બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WhatsAppUpdates WhatsApp WhatsAppNewFeatures
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ