બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / whatsapp clarification amid privacy

તમારા કામનું / પ્રાઈવસી વિવાદ વચ્ચે WhatsAppને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, તમારે જાણવા જરૂરી

Published By: Kavan

Last Updated: 07:23 PM, 12 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વોટ્સએપ યુઝર્સના ખાનગી મેસેજ સર્ચ એન્જીન પર કથિત લીક થવાના સમાચાર મળતાં વિવાદ સર્જાયો છે. પ્રાઇવસીના વિવાદ વચ્ચે WhatsAppએ હવે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે.

  • નવી પોલિસીને લઈ વોટ્સએપની સ્પષ્ટતા
  • `તમામ યુઝરનો ડેટા છે સુરક્ષિત'
  • `ડેટા નહીં થાય ફેસબુક પર શેર'

ફેસબુકની માલિકીની મેસેજિંગ સર્વિસ વ્હોટ્સએપે કહ્યું કે નીતિમાં તાજેતરના ફેરફારથી તમારા સંદેશાઓની પ્રાઇવસીમાં બદલાવથી દોસ્તો અથવા પરિવાર સાથે કરવામાં આવેલ તમારા મેસેજની પ્રાઇવસી પર કોઈજ અસર નહીં પડે. 

whatsapp upi based payment is now available in india

WhatsAppએ કરી સ્પષ્ટતા 

પ્રાઇવસી વિવાદ વચ્ચે  WhatsAppએ એક બીજી સ્પષ્ટતા કરી હતી. જેમાં પહેલા કંપનીએ કહ્યું કે, નીતિમાં બદલાવથી માત્ર વ્હાસપના બિઝનેસ એકાઉન્ટ પર જ અસર પડશે.

વોટ્સએપે ટ્વીટ કરી આપી જાણકારી 

વોટ્સએપે ટ્વીટમાં કહ્યું, "અમે કેટલીક અફવાઓ દૂર કરવા અને તેને 100 ટકા સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમે તમારા ખાનગી સંદેશાઓને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખીએ છીએ. પ્રાઇવસી પોલીસીના અપડેટથી તમારા મિત્રો અથવા પરિવાર સાથે કરેલી વાતચીતની કોઇ જ અસર નહીં પડે. 

પ્રાઇવસીને લઈને સર્જાયો વિવાદ

આપને જાણાવી દઈએ કે સોશ્યલ મેસેજિંગ એપ વ્હોટ્સએપની પ્રાઇવસી નીતિને લઇને ઘણા વિવાદ સર્જાયા છે. દરમિયાન ગૂગલ પર સર્ચ કર્યા બાદ ફરી એકવાર વ્હોટ્સએપના પ્રાઈવેટ ગ્રુપ દેખાશે. હવે કોઈપણ ગૂગલ પર સર્ચ કરી શકે છે અને વોટ્સએપના ખાનગી જૂથો શોધી શકે છે અને તેમાં જોડાઈ શકે છે. આ સમસ્યા 2019 માં પહેલી વાર જોવા મળી હતી. જો કે, ગયા વર્ષે તેની સુધારણા કરવામાં આવી હતી. ગુગલ પર સર્ચ કરવા પર, વોટ્સએપ યુઝરની પ્રોફાઇલ દેખાય છે. આને કારણે, લોકોના ફોન નંબર્સ અને પ્રોફાઇલ ચિત્ર સામાન્ય ગૂગલ સર્ચ પર જાહેર થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp whatsapp clarification પ્રાઈવસી વિવાદ વોટ્સએપ WhatsApp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ