બ્રેકિંગ ન્યુઝ
VTV / WhatsApp banned 14 lakhs account in India due to new it rules
Khyati
Last Updated: 06:32 PM, 2 April 2022
ADVERTISEMENT
હાલમાં મોટા ભાગનો વર્ગ સોશિયલ મીડિયા પર સમય વીતાવે છે. તેમાં પણ વોટ્સએપથી હવે દિવસની શરુઆત થાય છે. ત્યારે વોટ્સએપ યુઝર્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે.. વોટ્સએપે ફેબ્રુઆરી 2022 થી ફરિયાદોના આધારે લગભગ 14.26 લાખ ભારતીય WhatsApp એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ એક રિપોર્ટ જાહેર કરીને આ વિશે જણાવ્યું છે.સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે શુક્રવારે હાનિકારક અને અનૈતિક એકાઉન્ટ્સ પર કાર્યવાહી વિશે માહિતી આપી હતી. કંપનીએ શુક્રવારે કહ્યું કે તેણે નવા IT નિયમો, 2021ને પગલે ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં 1,426,00 એકાઉન્ટ્સ (WhatsApp એકાઉન્ટ્સ ) પર પ્રતિબંધ મૂક્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જાન્યુઆરીમાં 1,858,000 એકાઉન્ટ્સ અથવા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
નિયમોનું ઉલ્લંઘન કરનાર પર પ્રતિબંધ
ADVERTISEMENT
કંપનીએ કહ્યું કે આ કાર્યવાહી તેના ફરિયાદ વિભાગ અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને રોકવા અને તેને શોધી કાઢવા માટે તેના મિકેનિઝમ દ્વારા વપરાશકર્તાઓ તરફથી મળેલી ફરિયાદોના આધારે લેવામાં આવી છે.
194 એકાઉન્ટ બંધ કરવા અપીલ
વોટ્સએપે 1 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે 335 ભારતીય ખાતાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી. જેમાંથી 194 ખાતાઓને બંધ કરવા માટે અપીલ કરવામાં આવી હતી અને તેમાંથી 21 વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી દરમિયાન WhatsApp દ્વારા 14.26 લાખ ભારતીય એકાઉન્ટ પર પ્રતિબંધિત મૂકવામાં આવ્યો.
જાન્યુઆરીમાં પણ પ્રતિબંધ મૂકાયો હતો
આ સિવાય જાન્યુઆરી મહિનામાં કંપનીએ 18.58 લાખ ભારતીય વોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કર્યા હતા. જાન્યુઆરીમાં 495 ભારતીય ખાતાઓ સામે ફરિયાદો મળી હતી.
'વોટ્સએપ દુરુપયોગને રોકવામાં ઉદ્યોગમાં અગ્રેસર છે'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપનું કહેવુ છે કે શેર કરેલ ડેટા 1 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરી વચ્ચે દુરુપયોગ થયો છે તેવી જાણકારી મેળવવાના દ્રષ્ટિકોણનો ઉપયોગ કરીને પ્રતિબંધિત ભારતીય ખાતાઓની સંખ્યા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું. જેમાં રિપોર્ટના ફિચરના માધ્યમથી યુઝર્સે મેળવેલી નકારાત્મક પ્રતિક્રિયાને આગળ વધારવા માચે કરવામાં આવેલી કાર્યવાહીનો સમાવેશ થાય છે. પ્રવક્તાનું કહેવુ છે કે વોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ દુરપયોગ રોકવા માટે એક ઇન્ડસ્ટ્રી લીડર છે.
જાણો, કંપનીએ શું કહ્યું ?
કંપનીએ જણાવ્યું હતું કે વર્ષોથી, અમે અમારા પ્લેટફોર્મ પર અમારા વપરાશકર્તાઓને સુરક્ષિત રાખવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો અને પ્રક્રિયાઓમાં સતત રોકાણ કર્યું છે. મહત્વનું છે કે નવા IT નિયમો 2021 હેઠળ, 5 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને માસિક અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.