બ્રેકિંગ ન્યુઝ
VTV / whatsapp and signal app war over privacy concerns
હવે લોકો પ્રાઈવસી ફોકસ્ડ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલ (Signal) પર સ્વિચ થઈ રહ્યાં છે. હવે આ એપ્લિકેશન ભારત સહિત ઘણા દેશોમાં ટૉપ ફ્રી એપ્લિકેશન બની ગઈ છે.
ADVERTISEMENT
એલોન મસ્કે ટ્વીટ કર્યા બાદ ધડાધડ વધ્યું ડાઉનલોડ
ટેસ્લાના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે ટ્વિટ કરીને તેમના ફોલોઅર્સને સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. મસ્કના આ ટ્વીટથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. આ ટ્વિટને 2.7 લાખથી વધુ લોકોએ પસંદ કર્યું છે અને 32 હજારથી વધુ લોકો દ્વારા રીટ્વીટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
Use Signal
— Elon Musk (@elonmusk) January 7, 2021
ADVERTISEMENT
2014 માં સિગ્નલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી હતી
ફેસબુક દ્વારા ખરીદાયા પછી, WhatsAppના સહ-સ્થાપક બ્રાયન ઍક્ટને સિગ્નલ ફાઉન્ડેશનની રચના કરી છે. સિગ્નલ એપ્લિકેશનનું માલિકી સિગ્નલ ફાઉન્ડેશન અને સિગ્નલ મેસેન્જર LACની છે. તે વર્ષ 2014 માં શરૂ કરાઈ હતી. હાલમાં, સિગ્નલ એપના સીઈઓ મોક્સી માર્લિન્સપાઇક છે. આ એપ્લિકેશનની ટેગલાઇન 'Say Hello to Privacy' છે.
ADVERTISEMENT
Look at what you've done. 🇮🇳 pic.twitter.com/0YuqyZXtgP
— Signal (@signalapp) January 8, 2021
ADVERTISEMENT
Signal અને Whatsapp વચ્ચે શું તફાવત છે?
ADVERTISEMENT
સિગ્નલ એપ્લિકેશન કોઈ પણ રીતે યુઝરનો ડેટા એકત્રિત કરતી નથી જ્યારે Whatsappએ હવે યુઝર ડેટા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. સિગ્નલ એપ્લિકેશન ફક્ત યુઝર્સનો મોબાઇલ નંબર લે છે, જ્યારે વોટ્સએપ તમામ ડેટા, ફોન નંબર, સંપર્ક સૂચિ, સ્થાન, મેસેજ એકઠા કરે છે.
સિગ્નલ એપના ફીચર્સ શું છે?
ચેટ બેક અપ
Whatsappની જેમ સિગ્નલ એપમાં ચેટ બેક અપ થર્ડ પાર્ટી એપ પર પોસિબલ નથી અર્થાત જો તમે એક વાર તમારો ફોન ખોઈ નાખ્યો તો તમારી ચેટનું બેકઅપ આઈક્લાઉડ કે પછી ગૂગલ ડ્રાઈવથી લઈ શકશો નહિ. જોકે એપ ફોનમાં જ ઈન્ક્રિપ્ટેડ ચેટ સેવ કરે છે. તેનો એક્સેસ માત્ર યુઝર્સ પાસે જ રહેશે. એપ એટલી હદે સિક્યોર છે કે તે તમારી કોન્ટેક્ટ ડિટેલ પણ તેના સર્વર પર સેવ કરતી નથી.
Incognito કીબોર્ડ
સિગ્નલ એપમાં એક એક્સ્ટ્રીમ લેવલનું પ્રાઈવસી ફીચર ‘ઈન્કોગ્નિટો કીબોર્ડ’ મળે છે. લીડિંગ મેસેજિંગ પ્લટફોર્મમાં આવું કોઈ ફીચર મળતું નથી. આ ફીચરથી એપ તમારા કીબોર્ડ ટાઈપિંગને ફોલો નહિ કરે. એપનું સ્ક્રીન સિક્યોરિટી ફીચર અન્ય એપમે સિગ્નલ એપના વિન્ડોમાં જોતા અટકાવશે કે તમે શું ટાઈપ કરી રહ્યા છો.
શું છે Whatsappની નવી પોલિસી?
નવી પોલિસીમાં લખવામાં આવ્યું છે કે, અમારી સર્વિસિસ ઓપરેટ કરવા માટે તમે Whatsappના જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અને રિસીવ કરો છો કંપની તેને ક્યાંય પણ યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે. આ પોલિસી 8 ફેબ્રુઆરી, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી નવી શરતો માનવી જરૂરી બનશે જો યુઝર્સ તેને નામંજૂર કરશે તો તેનું અકાઉન્ટ ડિલીટ થઈ જશે. તેના માટે તમે હેલ્પ સેન્ટર પર વિઝિટ કરી શકો છો. હાલ પોલિસીમાં એગ્રી અને નોટ નાઉનો ઓપ્શન મળી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.