બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર તો ઠીક, પરંતુ આ અપાર કાર્ડ શું છે? જાણો કઇ જગ્યાએ કામ આવશે, આ રીતે કરો એપ્લાય
Last Updated: 10:02 PM, 20 November 2024
ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીએ જે સ્કૂલમાં યોજાયેલી વિવિધ સ્પર્ધા કે પછી કોઇ અચિવમેન્ટ પ્રાપ્ત કર્યુ હોય તેની સાથે જોડાયેલા સર્ટીફિકેટ ખોવાઇ જતા હોય છે., જેના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલી પડે છે. તાજેતરમાં, શિક્ષણ મંત્રાલય અને ભારત સરકારે મળીને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) હેઠળ APAAR ID કાર્ડ રજૂ કર્યું છે. APAAR ID કાર્ડની મદદથી વિદ્યાર્થીની તમામ માહિતી, સિદ્ધિઓ, પુરસ્કારો વગેરે ડિજિટલ સ્વરૂપે એક જ જગ્યાએથી મેળવી શકાય છે. તમામ વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓએ અપાર આઈડી સંબંધિત તમામ માહિતી મેળવવી જ જોઇએ.. APAAR કાર્ડ માટે કેવી રીતે અરજી કરવી અને તેને બનાવવાની પ્રક્રિયા શું છે, આજે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.
ADVERTISEMENT
APAAR શું છે, તેનું સંપૂર્ણ સ્વરૂપ પણ જાણો ( APAAR ID ફુલ ફોર્મ)
APAAR ID કાર્ડનું પુરુનામ 'ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક રજિસ્ટ્રી' છે અને તે એક પ્રકારનું ડીજીટલ આઈડી કાર્ડ છે. જેની મદદથી શાળાઓ અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સરળતાથી તેમના શૈક્ષણિક રેકોર્ડ, શૈક્ષણિક સિદ્ધિઓ અને અન્ય તમામ શિક્ષણ સંબંધિત રેકોર્ડ રાખી શકે છે. માહિતી માત્ર ઓનલાઈન રાખી શકાશે. Apar ID એ આજીવન કાયમી નંબર હશે જેમાં વિદ્યાર્થીની તમામ શિક્ષણ સંબંધિત માહિતી અને સિદ્ધિઓ નોંધવામાં આવશે. આ નંબરની મદદથી એક શાળામાંથી બીજી શાળામાં ટ્રાન્સફરની પ્રક્રિયા પણ સરળ બનશે.
ADVERTISEMENT
કેવી રીતે અરજી કરવી ? ( APAAR કાર્ડ કેવી રીતે અરજી કરવી )
અપાર આઈડી કાર્ડ બનાવવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ જરૂરી રહેશે. સ્કુલ અને કોલેજો પણ વિદ્યાર્થીના માતા-પિતાની સંમતિ લીધા બાદ APAAR રજીસ્ટર કરાવી શકે છે. જો વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ અપાર માટે પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકે છે. આ માટે તેઓએ નીચે આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે. વિદ્યાર્થીઓએ એપ્લિકેશન માટે e-KYC પણ કરાવવું પડશે અને આ માટે તેમણે DigiLockerમાં એકાઉન્ટ બનાવવું પડશે.
ADVERTISEMENT
સ્ટેપ 1: સૌ પ્રથમ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC બેંક) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને માય એકાઉન્ટ વિકલ્પ શોધો અને વિદ્યાર્થી વિકલ્પ પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં તમારે સાઈન અપ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર બાદ તમારે મોબાઈલ નંબર, આધાર કાર્ડ અને એડ્રેસ સંબંધિત માહિતી એન્ટર કરવાની રહેશે.
ADVERTISEMENT
સ્ટેપ 3: તમારું DigiLocker એકાઉન્ટ તૈયાર થઈ જશે. આ પછી DigiLocker તમારી સંમતિ માંગશે જ્યાં તમારે 'I Agree' પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: આ પછી તમારે તમારી શૈક્ષણિક માહિતી દાખલ કરવી પડશે જેમ કે શાળા/યુનિવર્સિટીનું નામ, વર્ગ, અભ્યાસક્રમનું નામ.
ADVERTISEMENT
સ્ટેપ 5: ફોર્મ સબમિટ કર્યા પછી, તમારું APAAR ID તૈયાર થઈ જશે.
APAAR ID કેવી રીતે ડાઉનલોડ કરવું? ( APAAR કાર્ડ ડાઉનલોડ )
ADVERTISEMENT
એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને અપાર કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો. આ પછી તમને તમારી સ્ક્રીન પર APAAR કાર્ડ દેખાશે. જે પછી તમે તેને ડાઉનલોડ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને પીડીએફ ફોર્મેટમાં પણ સેવ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.