બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / what to do when car caught fire remember these tips to avoid any major loss

સેફ્ટી ટિપ્સ / જો તમારી કારમાં એકાએક આગ લાગે તો ફટાફટ અપનાવો આ ટિપ્સ, મોટું નુકસાન થતા અટકી જશે

Manisha Jogi

Last Updated: 09:22 AM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેકવાર કારમાં એવી ભૂલ કરવામાં આવે છે, જેના કારણે આ પ્રકારની ગંભીર દુર્ઘટનાનો સામનો કરવો પડે છે. અહીંયા અમે તમને આ પ્રકારની દુર્ઘટનાથી બચવાના ઉપાય વિશે જણાવી રહ્યા છીએ.

  • દુર્ઘટના કોઈપણ સમયે થઈ શકે છે
  • કારમાં આગ લાગે ત્યારે શું કરવું?
  • આ પ્રકારની ઘટનાથી બચવા માટે ફોલો કરો આ ટિપ્સ

દુર્ઘટના કોઈપણ સમયે થઈ શકે છે. આ કારણોસર સાવધાની રાખવી જરૂરૂ છે. અનેક વાર કારમાં આગ લાગવાની ઘટનાઓ જોવા મળે છે. અનેકવાર કારમાં એવી ભૂલ કરવામાં આવે છે, જેના કારણે આ પ્રકારની ગંભીર દુર્ઘટનાનો સામનો કરવો પડે છે. અહીંયા અમે તમને આ પ્રકારની દુર્ઘટનાથી બચવાના ઉપાય વિશે અને દુર્ઘટના સમયે કેવી રીતે બચવું તે અંગે જણાવી રહ્યા છીએ. 

દુર્ઘટના સમયે કેવી રીતે બચવું તે માટેના ઉપાય 
બિલકુલ પણ ગભરાવું નહીં-
ગાડી પાર્ક કરેલ, ચાલતી કારમાં અથવા અન્ય કોઈ દુર્ઘટના સમયે ગાડીમાં આગ લાગે તો ગભરાવું નહીં અને શાંત રહેવું. જેથી તમે આ દુર્ઘટનાથી બચવાનો ઉપાય શોધી શકશો. 

બહાર નીકળો અને મદદ માંગો- જો તમારી કારમાં આગ લાગે તો તાત્કાલિક એન્જિન બંધ કરી દેવું. કારમાંથી ફટાફટ બહાર નીકળીને મદદ માંગવી અને ફાયર ડિપાર્ટમેન્ટને કોલ કરવો. 

સામાન કાઢવાની કોશિશ ના કરવી- કારમાં આગ લાગે તો કારમાં રાખેલ સામાન કાઢવાની ભૂલ ના કરવી. આ પ્રકારે કરવાથી આગ વિકરાળ રૂપ ધારણ કરે છે. નાની અમથી ભૂલને કારણે ભારે નુકસાન થઈ શકે છે. 

ફાયર સ્ટોપરની મદદ લેવી- કારમાં હમણાં જ આગ લાગી હોય તો, કારમાં રહેલ ફાયર સ્ટોપરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી કારમાં લાગેલ આગ વિકરાળ રૂપ ધારણ કરતી નથી. 

એન્જિન ખોલવાની ભૂલ ના કરવી- અનેક વાર લોકો કારમાં આગ લાગે ત્યારે બોનટ ખોલીને ટેક કરે છે. આ પ્રકારે કરવાથી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે. આગનું કોઈપણ ફિક્સ રૂપ કે એરિયા હોતો નથી, જે વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. 

ડીલર અને કાર ઈન્શ્યોરન્સ કંપનીનો સંપર્ક કરવો- આ પ્રકારની પરિસ્થિતિમાં તાત્કાલિક ડીલર અને ઈન્શ્યોરન્સ પ્રોવાઈડરને જાણકારી આપો. જેથી કાયદાકીય કાર્યવાહી ઝડપથી થઈ શકે અને તેમાં સરળતા રહે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ