ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / What the Muslim League leader said about the Ram temple caused an uproar

ચર્ચાસ્પદ / 'રામ મંદિરના વિરોધની કોઇ...', મુસ્લિમ લીગના નેતાએ રામ મંદિરને લઈને એવું શું કહ્યું કે હોબાળો મચ્યો

Published By: Priykant Shrimali

Last Updated: 10:48 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: IUML નેતાએ વધુમાં કહ્યું, કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને બાબરી મસ્જિદનું નિર્માણ ચાલી રહ્યું છે. આ બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ ઉદાહરણ છે

ADVERTISEMENT

  • રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ નેતાનું નિવેદન 
  • સાદિક અલી શિહાબ થંગલે અયોધ્યામાં બનેલા રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું 
  • રામ મંદિર અને બાબરી મસ્જિદ આબંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ ઉદાહરણ: સાદિક અલી શિહાબ થંગલે

Ayodhya Ram Mandir : રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખો લોકો રામ મંદિરના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. આ બધાની વચ્ચે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના કેરળ એકમના પ્રમુખ સાદિક અલી શિહાબ થંગલે અયોધ્યા, યુપીમાં બનેલા રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ મંદિર અને તેની નજીકની સૂચિત મસ્જિદને "ધર્મનિરપેક્ષતાના પ્રતિક" તરીકે વર્ણવી છે અને કહ્યું છે કે મંદિરનો વિરોધ કરવાની કોઈ જરૂર નથી. મુસ્લિમ સમાજે આ મુદ્દે ફસાઈ જવાને બદલે ભવિષ્ય વિશે વિચારવું જોઈએ.

રાજ્યના પ્રભાવશાળી પનાક્કડ પરિવારના વરિષ્ઠ સભ્ય થંગલે અયોધ્યામાં અભિષેક સમારોહના બે દિવસ પછી 24 જાન્યુઆરીએ મલપ્પુરમમાં એક જાહેર સભા દરમિયાન આ વાતો કહી હતી. કાર્યક્રમનો એક વીડિયો રવિવાર (4 ફેબ્રુઆરી, 2024)ના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ તરફ કેરળમાં શાસક CPI(એમ)ની આગેવાની હેઠળની LDF સરકારની ગઠબંધન ભાગીદાર ઈન્ડિયન નેશનલ લીગ (INL) એ IUML નેતાના આવા નિવેદનો પર હુમલો કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટી અને IUML થંગલના બચાવમાં આવ્યા હતા. કોંગ્રેસે કહ્યું કે, થંગલ ભાજપના અભિયાનને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જે આ મુદ્દાઓ પર નફરત પેદા કરવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.

મંદિરનો વિરોધ કરવાની જરૂર નથી
સાદિક અલી શિહાબ થંગલે કાર્યક્રમમાં અયોધ્યામાં અભિષેક સમારોહનો ઉલ્લેખ કરતા કહ્યું, આપણા દેશમાં ઘણો વિકાસ થયો છે. રામ મંદિર માટે દેશના બહુમતી સમાજની ઈચ્છા પૂર્ણ થઈ છે. હવે દેશ પછાત નહીં થઈ શકે. દેશના બહુમતી સમુદાયની આ જરૂરિયાત હતી. અયોધ્યામાં મંદિર બન્યું છે એ વાતનો આપણે  વિરોધ કરવાની જરૂર નથી. બહુમતીવાદી સમાજમાં દરેકને પોતાની આસ્થા પ્રમાણે આગળ વધવાની સ્વતંત્રતા છે.

વધુ વાંચો: 'માત્ર ત્રણ મંદિરોને છોડી દો, તો અમે ક્યારેય...', કાશી-મથુરાને લઇ રામ મંદિરના કોષાધ્યક્ષનો આડકતરો સંદેશ

બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ પ્રતિક
IUML નેતાએ વધુમાં કહ્યું, કોર્ટના નિર્ણય બાદ રામ મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને બાબરી મસ્જિદનું નિર્માણ ચાલી રહ્યું છે. આ બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણે તેને અપનાવવું જોઈએ. બંને ધર્મનિરપેક્ષતાના શ્રેષ્ઠ પ્રતીકો છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે સારી રીતે જાણીએ છીએ કે બાબરી મસ્જિદને કાર સેવકો દ્વારા નષ્ટ કરવામાં આવી હતી અને તે સમયે અમે તેનો વિરોધ પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભારતીય મુસ્લિમોએ પણ આનો સામનો કરવા માટે સંપૂર્ણ પરિપક્વતા દર્શાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir IUML બાબરી મસ્જિદ મુસ્લિમ લીગ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાદિક અલી શિહાબ થંગલ Ayodhya ram mandir

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ